ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો, મંગળવારે થશે તેમની ધરપકડ, પોર્ન સ્ટારનો મામલો છે

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ લગાતાર એવો દાવો કરી રહ્યા છે કે મંગળવારે મેનહટન ડિસ્ટ્રીક્ટ એટર્ની દ્રારા તેમની ધરપકડ કરવામાં આવશે. આ વિશે તેઓ સોશિયલ મીડિયા પર પણ લખી રહ્યા છે અને પોતાના સમર્થકોને અપીલ કરી રહ્યા છે કે તેમની ધરપકડનો વિરોધ કરવામાં આવે.

ટ્રમ્પે શનિવારે વહેલી સવારે તેમના સોશિયલ નેટવર્ક ટ્રુથ પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે મેનહટન ડિસ્ટ્રિક્ટ એટર્ની ઑફિસમાંથી ગેરકાયદેસર રીતે લીક થયેલી માહિતી દર્શાવે છે કે રિપબ્લિકન ઉમેદવાર અને પૂર્વ અમેરિકન  ડોનાલ્ડ ટ્રમ્પની આવતા અઠવાડિયે મંગળવારે ધરપકડ કરવામાં આવે. રવિવારે, તેમણે ફરીથી સોશિયલ મીડિયા પર લખ્યું અને કહ્યું કે 2016 માં પોર્ન સ્ટારને કથિત રીતે ગુપ્ત રીતે પૈસા ચૂકવવા બદલ મંગળવારે તેમની ધરપકડ કરવામાં આવશે. રવિવારની પોસ્ટમાં પણ તેમણે પોતાના સમર્થકોને વિરોધ કરવાનો આગ્રહ કર્યો છે.

હવે સવાલ એ ઉભો થાય છે કે આખરે એવો તે શું મામલો છે કે જેને કારણે ડોનાલ્ડ ટ્રમ્પને પોતાની ધરપક઼ડનો ડર સતાવી રહ્યો છે.હકિકતમાં, આ મામલો પોર્ન સ્ટાર સાથે જોડાયેલો છે.

ટ્રમ્પ પર એવો આરોપ છે કે અમેરિકાની જાણીતી એડલ્ટ ફિલ્મ અભિનેત્રી અને ડિરેકટર Stormy Daniels ( સ્ટોર્મી ડેનિયલ્સ) સાથે ડોનાલ્ડ ટ્રમ્પનું અફેર હતું અને આ જાણકારી છુપાવવા માટે અને સ્ટોર્મી ડેનિયલ્સનું મોં બંધ રાખવા માટે  ટ્રમ્પે વર્ષ 2016માં ડેનિયલ્સને 1 લાખ 30 હજાર ડોલરની ચૂકવણી કરી હતી. જો કે આ આખો મામલો પૈસા આપવા સંબંધિત નથી, પરંતુ પેમેન્ટનૂ ચૂકવણી કયા માધ્યમથી કરવામાં આવી એ સંબંધિત છે. જો કે ડોનાલ્ડ ટ્રમ્પે આ આરોપોને નકાર્યા છે અને કહ્યું છે કે તેના ડેનિયલ્સ સાથે કોઇ સંબંધ નથી.

એવો આરોપ છે કે ટ્રમ્પના વકીલ માઇકલ કોહનએ ડેનિયલ્સને ગુપચુપ રીતે પેમેન્ટની ચૂકવણી કરી હતી અને એ પછી વકીલને ટ્રમ્પની એક કંપની દ્રારા એ રકમ ચૂકવી દેવામાં આવી હતી. આ લેવડ-દેવડની તપાસ એ સમયે શરૂ થઇ હતી ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ 2017થી 2021 સુધી અમેરિકાના રાષ્ટ્રપતિ હતા.

ડેનિયલ્સે ટ્રમ્પની સામે કેસ પણ કર્યો હતો.CNNના એક રિપોર્ટ મુજબ 41 વર્ષની સ્ટોર્મી ડેનિયલ્સે ટ્રમ્પ પર કેસ કર્યો હતો. જો કે તેનો કેસ રદ કરી દેવામાં આવ્યો હતો. હવે કોર્ટે કહ્યું છે કે કેસ દરમિયાન ડેનિયલ્સને જે ખર્ચ થયો છે તે ટ્રમ્પે ચૂકવવો પડશે.

ડોનાલ્ડ ટ્રમ્પ પર કેસ કર્યા પછી ડેનિયલ્સે એક પુસ્તક પણ લખ્યું હતું.જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના અફેર વિશે તેણીએ ખુલીને વાત લખી છે. એ પુસ્તક ખાસ્સું ચર્ચામાં રહ્યું હતું.ડેનિયલ્સે દાવો કર્યો છે કે વર્ષ 2006થી ટ્રમ્પ સાથે તેનું અફેર હતું અને એ વાત છુપાવવા માટે પેમેન્ટની ડીલ થઇ હતી. જો કે ડોનાલ્ડ ટ્રમ્પે વારંવાર એવો ઇન્કાર કર્યો છે કે તેના ડેનિયલ્સ સાથે કોઇ રિલેશન નહોતા.

ટ્વીટરના CEO એલન મસ્કે શનિવારે દાવો કર્યો હતો કે જો અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધરપકડ કરવામાં આવશે તો તેઓ ફરી એકવાર આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભારે જીત સાથે ચૂંટાશે.

About The Author

Top News

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.