- National
- રાહુલને છોકરીઓની ખોટ નથી કે 50 વર્ષની ડોશીને Kiss કરે: કોંગ્રેસના મહિલા MLA
રાહુલને છોકરીઓની ખોટ નથી કે 50 વર્ષની ડોશીને Kiss કરે: કોંગ્રેસના મહિલા MLA
અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચાના દિવસે સંસદમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર 'ફ્લાઈંગ કિસ'નો આરોપ લગાવવામાં આવ્યો ત્યારથી રાજકારણમાં ગરમાટો આવી ગયો છે.કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર તેમનું ભાષણ પૂરું કર્યા બાદ સંસદમાંથી બહાર નીકળતી વખતે કથિત રીતે ગેરવર્તન કરવાનો આરોપ લગાવ્યો હતો. હવે કોંગ્રેસ ધારાસભ્ય નીતુ સિંહે રાહુલની ફલાઇંગ કિસને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.
નવાદા જિલ્લાની હિસુઆ બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય નીતુ સિંહનું કહેવું છે કે રાહુલ ગાંધી પાસે છે છોકરીઓની કોઈ ખોટ નથી. જો તેમણે કોઈને ફ્લાઈંગ Kissઆપવી હોય તો તે સ્મૃતિ ઈરાની જેવી 50 વર્ષની ડોશીને ફ્લાઈંગ કિસ કેમ કરશે?

કોંગ્રેસના મહિલા ધારાસભ્ય નીતુ સિંહે રાહુલ ગાંધીની ફ્લાઈંગ કિસ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, રાહુલ ગાંધી પાસે એવી છોકરીઓની કોઈ ખોટ નથી જે 50 વર્ષની વયની ડોશીને ફ્લાઈંગ કિસ આપશે. જો તેને ચુંબન કરવું હોય તો તે 50 વર્ષની મહિલાને કેમ આપે. સ્મૃતિ ઈરાની પર કટાક્ષ કરતા નીતુ સિંહે કહ્યું કે તેણે તેના મિત્રને છેતરીને તેના પતિ સાથે લગ્ન કર્યા, તેમને શરમ આવવી જોઈએ.

કોંગ્રેસના મહિલા વિધાયક નીતુ સિંહના નિવેદન પર વિવાદ છેડાઇ ગયો અને હવે ભાજપના નેતાઓ પણ સામે જવાબ આપી રહ્યા છે. ભાજપના MLC નૂતન સિંહે પલટવાર કરતા કહ્યુ કે, જો રાહુલ ગાંધી પાસે છોકરીઓની જો એટલી જ ઓફર હોય તો પછી તેઓ લગ્ન કેમ નથી કરી લેતા? સંસદમાં આવી હરકત શું કામ કરે છે? ભાજપના પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરીએ પણ નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે આ શરમજનક નિવેદન છે. આ કોંગ્રેસ પાર્ટીનું ચરિત્ર છે, પછી તે નાના નેતાઓ હોય કે મોટા નેતા.

ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ કહ્યુ કે મહિલા વિરોધી કોંગ્રેસ રાહુલ ગાંધીની કથિત હરકતોના બચાવ કરવા માટે કોઇ પણ હદ સુધી જઇ શકે છે.
આ ક્ષણના સાક્ષી રહેલા લોકોના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધી જ્યારે અવિશ્વાસ પ્રસ્તાવના ભાષણ પછી લોકસભા પરિસરમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે તેમની કેટલીક ફાઇલો પડી હતી. તેઓ તેમને લેવા માટે નીચે ઝૂક્યા કે તરત જ ભાજપના કેટલાક સાંસદો તેમના પર હસવા લાગ્યા. આના પર રાહુલ ગાંધીએ ભાજપના સાંસદોને ફ્લાઈંગ કિસ આપી અને હસતા હસતા બહાર નીકળી ગયા.

