26th January selfie contest

અજીત પવાર 40 MLA સાથે શું કાકા શરદ પવારને ફરી દગો દેશે? જાણો શું કહ્યું?

PC: indiatoday.in

NCP નેતા અજીત પવારે BJP સાથે જવાના સમાચારો અંગે જવાબ આપ્યો છે. તેમણે મંગળવારે આ સમાચારોનું ખંડન કરતા કહ્યું હતું કે, હું NCP માં છું અને NCP માં રહીશ. હું પાર્ટીના દરેક નિર્ણયની સાથે રહીશ. આ અગાઉ NCP ચીફ શરદ પવારે પણ તેમના ભત્રીજાના BJP સાથે જવાના સમાચારોને માત્ર અટકળો ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, આ અંગે માત્ર મીડિયામાં વાત થઈ રહી છે. પાર્ટીને મજબૂત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આથી, અજીત ચૂંટણીમાં વ્યસ્ત છે. દરમિયાન, અજીતે ફેસબુક અને ટ્વિટર પરથી NCP નું બેનર હટાવી દીધુ છે. તેઓ થોડીવારમાં પ્રેસ કોન્ફ્રેન્સ પણ કરી શકે છે. એવુ કહેવામાં આવી રહ્યું છે કે, અજીતની સાથે NCP ના 40 ધારાસભ્યો છે.

દરમિયાન, પાર્ટીના જ ત્રણ ધારાસભ્યો માણિક કોકાટે, સુનીલ શેલકે અને અન્ના બનસોડ ખુલીને અજીત પવારના સમર્થનમાં આવી ગયા છે. ત્રણેય ધારાસભ્યોએ કહ્યું કે, અજીત જે પણ નિર્ણય લેશે, અમે તેમની સાથે ઊભા રહીશું. બીજી તરફ, ઉદ્ધવ જૂથના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, આ બધુ BJPના લોકો કરી રહ્યા છે. અજીત વિરુદ્ધ સમાચારો પ્લાન્ટ કરાવવામાં આવી રહ્યા છે. અજીત આવુ કંઈ જ નહીં કરશે. અજીત મહાવિકાસ અઘાડીનો આધાર સ્તંભ છે. મારી પોતાની આજે શરદ પવાર સહિત ઘણા NCP નેતાઓ સાથે વાત થઈ છે. NCP ને તોડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે પરંતુ, પાર્ટી આજે પણ NCP ની સાથે છે. શિવસેનાની જેમ NCP ને પણ તોડવા માટે કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીનું ગઠબંધન હવે તૂટતું દેખાઈ રહ્યું છે. આ વાતો એટલા માટે ઉઠી રહી છે કારણ કે, છેલ્લાં ઘણા દિવસોથી NCP ના ટોપ નેતાઓના નિવેદન આવનારા તોફાનની આહટ આપી રહ્યા છે. પહેલા NCP પ્રમુખ શરદ પવારે વડાપ્રધાન મોદી અને સાવરકરના વખાણ કર્યા. ત્યારબાદ સમાચાર આવ્યા કે, અજીત પવાર અને અમિત શાહની મુલાકાત થઈ છે. સુત્રોએ ત્યાં સુધી દાવો કર્યો કે, NCP ના 13 ધારાસભ્યો BJPના સંપર્કમાં છે અને હવે સુપ્રિયા સુલેએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધુ છે કે, આવનારા દિવસોમાં મોટો રાજકીય વિસ્ફોટ થવાનો છે.

NCP પ્રમુખ શરદ પવારની દીકરી અને સાંસદ સુપ્રિયા સુલેએ એક નિવેદન આપીને મહારાષ્ટ્રના રાજકારણમાં ખલબલી મચાવી દીધી છે. સુલેએ કહ્યું છે કે, આવનારા 15 દિવસોમાં બે મોટા રાજકીય વિસ્ફોટ થવાના છે. તેમણે કહ્યું કે, એક વિસ્ફોટ દિલ્હી અને બીજો મહારાષ્ટ્રમાં થશે. જોકે, આ વિસ્ફોટ કઇ રીતે થવાનો છે, તે અંગે કોઈ માહિતી નથી આપી. સુલેનું આ નિવેદન એવા સમયમાં સામે આવ્યું છે જ્યારે અજીત પવારના BJPમાં જવાના કયાસ લગાવવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp