કર્ણાટકમાં હિજાબ બેન હટાવશે કોંગ્રેસ સરકાર? મંત્રીએ આપ્યો જવાબ

PC: theprint.in

કર્ણાટકમાં શૈક્ષણિક સંસ્થાઓમાં લાગેલા હિજબ પર પ્રતિબંધ હટાવી શકાય છે. કોંગ્રેસના નેતૃત્વવાળી કર્ણાટક સરકારે કહ્યું કે, તે આ મુદ્દા પર ધ્યાન આપશે. અમનેસ્ટી ઈન્ડિયા દ્વારા પ્રતિબંધ હટાવવાની માગ બાદ કર્ણાટક સરકારે કહ્યું કે, તે શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પર પ્રતિબંધ લગાવવાના પૂર્વવર્તી સરકારના નિર્ણય પર વિચાર કરશે. એક બાદ એક ટ્વીટ્સ કરતા એમનેસ્ટી ઈન્ડિયાએ મંગળવારે કર્ણાટક સરકાર પાસે માનવાધિકારો માટે 3 પ્રાથમિક કાર્યવાહી કરવા કહ્યું.

તેમાં શૈક્ષણિક સંસ્થાઓમાં મહિલાઓના હિજાબ પહેરવા પર પ્રતિબંધને તાત્કાલિક રદ્દ કરવાનું સામેલ છે. વર્તમાનમાં પ્રભાવી હિજાબ પ્રતિબંધ હટાવવા પર કર્ણાટકના મંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા જી. પરમેશ્વરે કહ્યું કે, સરાકર ભવિષ્યમાં તેને જરૂર જોશે. જી. પરમેશ્વરે એક ન્યૂઝ એજન્સીના સંદર્ભે કહ્યું કે, અમે ભવિષ્યમાં જોઈશું કે, અમે શું કરી શકીએ છીએ. હાલમાં અમારે કર્ણાટકના લોકોને કરેલી 5 ગેરન્ટીઓ પૂરી કરવાની છે. સરકારના વલણનુ મંત્રી પ્રિયંગ ખડગેએ પણ પુનરાવર્તન કર્યું હતુ.

તેમણે કહ્યું કે, આ એક નીતિગત મુદ્દો છે અને સરકાર આ મુદ્દાનું હલ કરવા માટે કાયદાકીય માર્ગ શોધશે. ભાજપના નેતૃત્વવાળી પૂર્વવર્તી રાજ્ય સરકારે એક આદેશ જાહેર કરીને કર્ણાટકમાં શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ કર્ણાટકમાં હિજાબ વિવાદ છેડાઈ ગયો હતો. આદેશમાં કહેવામાં આવ્યું હતું કે શાળાઓ અને કોલેજોમાં યુનિફોર્મ અનિવાર્ય છે અને હિજાબ પહેરી શકાય નહીં. ત્યારબાદ કર્ણાટકની હાઇ કોર્ટે પણ આ નિર્ણયને યથાવત રાખ્યો હતો.

ત્યારબાદ મુસ્લિમ વિદ્યાર્થીઓએ સુપ્રીમ કોર્ટમાં આદેશના વિરોધ કર્યો અને મધ્યસ્થ નિર્ણય આવવા સુધી શાળાઓમાં ભાગ લેવાની ના પાડી દીધી હતી. હાલમાં આ કેસ સુપ્રીમ કોર્ટમાં છે. આ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય એન.એ. હારિસે હિજાબને પ્રતિબંધિત કરવાને અસંવૈધાનિક કહ્યો છે. તેમણે કહ્યું કે, સરકાર વય સ્વતંત્રતામાં હસ્તક્ષેપ નહીં કરી શકે. જો ભાજપે એમ કર્યું છે તે અસંવૈધાનિક છે. અમે અહી સંવિધાન બનાવી રાખવા માટે છીએ. AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ પણ હિજાબ પર પ્રતિબંધ હટાવવાની માગ કરતા તેને સાંસ્કૃતિક અધિકારોનું હનન બતાવ્યું. ખેર હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસ સરકાર આગામી સમયમાં શું નિર્ણય લે છે. હિજાબ પર પ્રતિબંધ હટાવે છે કે પ્રતિબંધના નિર્ણયને યથાવત રાખે છે. એ પણ ધ્યાન રાખવું પડશે કે સુપ્રીમ કોર્ટનો શું નિર્ણય આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp