શું 2024 લોકસભાની ચૂંટણી સોનિયા ગાંધીની 2004ના ફોર્મ્યુલા પર લડાશે?

પટનામાં મળેલી વિપક્ષી પાર્ટીઓની મહા બેઠકમાં ભાજપ સામે એક થઈને ચૂંટણી લડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠક બાદ બિહારના મુખ્યમંત્રીનીતિશ કુમારે કહ્યું હતું કે,અમે ભાજપને 150 સીટો પર અટકાવી દઇશું, કારણકે તેમની પાસે 37 ટકા વોટ છે. જો કે અંતિમ રણનીતિ પર મહોર મારવા માટે 12 જુલાઈએ શિમલામાં અંતિમ બેઠક યોજાશે, પરંતુ તે પહેલા કોંગ્રેસની 2004ની ફોર્મ્યુલાની ચર્ચા તેજ થઈ ગઈ છે.
શુક્રવારે પટનાની ધરતી પરથી વિપક્ષી એકતાનું બ્યુગલ ફૂંકાયું હતું. મહા બેઠકમાં 2024માં રાજકીય લડાઈની સંપૂર્ણ બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે, પરંતુ હવે વિપક્ષી દળોની આગામી બેઠક શિમલામાં યોજાશે. બેઠક બાદ 15 વિપક્ષી પાર્ટીઓને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો હતો કે 2024ની ચૂંટણીની લડાઈ સમગ્ર વિપક્ષ વિરુદ્ધ ભાજપ વચ્ચે થશે. મતભેદો ભૂલીને તમામ વિરોધ પક્ષોએ એક મંચ પરથી એક અવાજે કહ્યું કે વિવિધતામાં એકતાનું સૂત્ર સૌને સ્વીકાર્ય છે.
બિહારના ડેપ્યુટી મુખ્યમંત્રી તેજસ્વી યાદવે કહ્યુ હતું કે, આ વિપક્ષ એકતાની એક ઐતિહાસક બેઠક હતી. બિહાર જ્ઞાનની ધરતી છે અને અહીં મોટા મોટા આંદોલનો થયા છે. ચંપારણથી માંડીને જેપી આંદોલન અહીંથી જ થયા છે. તેજસ્વવીએ કહ્યુ હતું કે, અરવિંદ કેજરીવાલને કોઇ નારાજગી નથી. અમે પ્રજાના હિત માટે એકજૂટ થયા છે.
કોંગ્રેસ આગામી લોકસભા ચૂંટણી માટે પોતાની 2004ની ફોર્મ્યુલા ફરી થી લાગૂ કરશે. કોંગ્રેસે આ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં રાયપુરમાં થયેલા કોંગ્રેસના 85મા અધિવેશનમાં 2024 લોકસભા ચૂંટણી માટે વિપક્ષી એકજૂટ સાથેની 2004ની UPA ફોર્મ્યુલા રજૂ કરી હતી.
કોંગ્રેસે વર્ષ 2004માં ભાજપના નેતૃત્વાળી NDA સાથે મુકાબલો કરવા માટે ચૂંટણી પહેલાં 5 રાજ્યોમાં સમાન વિચારધારા વાળા 6 પ્રાદેશિક પાર્ટીઓ સાથે ગઠબંધન કર્યું હતું. જેમાં મહારાષ્ટ્રમાં NCP, આંધ્રપ્રદેશમાં TRS, તમિલનાડુમાં DMK, ઝારખંડમાં JMM, બિહારમાં RJD-LJP સામેલ હતા. કોંગ્રેસના આ 5 રાજ્યોમાં મોટો ચૂંટણી ફાયદો થયો હતો.
વર્ષ 2004ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે 417 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા, જેમાંથી 145 ઉમેદવારો જીત્યા હતા. તો ભાજપે 364 સીટો પરથી ચૂંટણી લડી હતી, જેમાં 138 પર જીત મળી હતી. આ 5 રાજ્યોની કુલ 188 લોકસભા સીટોમાંથી કોંગ્રેસની આગેવાની હેઠળની UPA 114 બેઠકો જીતવામાં સફળ રહી હતી. જેમાંથી કુલ 61 સીટ કોંગ્રેસે જીતી બતી અને 56 સીટો બાકીની પાર્ટીઓએ જીતી હતી. આમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરીને બહાર આવી હતી. જ્યારે લેફ્ટ ફ્રન્ટને 59, સમાજવાદી પાર્ટીને 35, બહુજન સમાજ પાર્ટીને 19 સીટો મળી હતી. જ્યારે NDA અને અન્ય વિપક્ષી પાર્ટીઓના ખાતામાં 74 સીટો આવી હતી.
રાજકારણના જાણકારોનું કહેવું છે કે,UPAમાં હવે 2004ની સ્થિતિરહી નથી. વર્ષોથી અનેક પ્રાદેશિક પક્ષો કોંગ્રેસ છોડીને અન્ય પક્ષોમાં જોડાયા છે. આમાં LJP યુપીએ સાથે નથી. કોંગ્રેસ પણ પહેલા કરતા નબળી પડી છે તેથી પ્રાદેશિક પક્ષો તેની સાથે રહેવાનું ટાળી રહ્યા છે. પશ્ચિમ બંગાળ અને ત્રિપુરામાં ડાબેરીઓ પણ હવે પહેલાં જેવી સ્થિતિમાં રહ્યા નથી. ઉપરાંત BSP. JDS, LJP,TRS, TDP,HAM,સુભાસપા,BJD, રિપ્બિલકન પાર્ટીઓ ઇન્ડિયા કોંગ્રેસથી દુર થઇ ગઇ છે. એવા સંજોગોમાં કોંગ્રેસ માટે 2024ની ચૂંટણીમાં વર્ષ 2004 જેવું પ્રદર્શન કરવું એટલું સરળ નહીં હોય.
અત્યારની વિપક્ષી પાર્ટી પાસે કેટલી બેઠકો છે તે જાણી લઇએ.
પાર્ટી લોકસભા રાજ્યસભા
કોંગ્રેસ 49 31
JDU 16 05
DMK 24 10
TMC 23 12
શિવસેના (UTB) 06 03
NCP 05 04
AAP 01 10
SP 03 03
JMM 01 02
CPM 03 05
CPI 02 02
નેશનલ કોન્ફ. 03 00
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp