આજીવન કેદની સજા ભોગવી રહેલા આતંકી યાસીન મલિકની પત્ની પાકિસ્તાનની મંત્રી બનશે

PC: facebook.com/mushaalh

કાશ્મીરના અલગાવવાદી નેતા અને ટેરર ફડિંગ કેસમાં ભારતની જેલમાં આજીવન સજા ભોગવી રહેલા યાસીન મલિકની પત્ની મુશાલ હુસૈન પાકિસ્તાનની વચગાળાની સરકારમાં મંત્રી બનવા જઇ રહી છે. પાકિસ્તાનમાં પ્રધાનમંત્રી શહબાઝ શરીફના રાજીનામા પછી અનવર ઉલ હક કાકરને પાકિસ્તાનના કેર ટેકર પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા છે. એવું જાણવા મળ્યું છે કે યાસીનની પત્ની મુશાલ હુસૈન કાકરની કેબિનેટમાં માનવાધિકાર પર PMની વિશેષ સહાયક હશે.

પાકિસ્તાનની રહેવાસી યસીન મલિકની પત્ની મુશાલ પોતાના પતિ માટે પાકિસ્તાનના નેતાઓ અને આંતરરાષ્ટ્રીય સંગઠનોને લગાતર અપીલ કરી રહી છે કે તેના પતિને બચાવવામાં આવે કારણકે તે નિર્દોષ છે.

યાસીન મલિકની પત્ની મુશાલ હુસૈનનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો. તેણીના પિતા આંતરારાષ્ટ્રીય સ્તર પર જાણીતા અર્થશાસ્ત્રી હતા જ્યારે તેણીની માતા પાકિસ્તાન મુસ્લિમ લીગની મહિલા એકમની પૂર્વ સચિવ હતા.મુશાલના ભાઇ હૈદર અલી વિદેશ નીતિના વિદ્ધાન અને અમેરિકામાં પ્રોફેસર છે.

મુશાલને પેઇન્ટિંગનો જબરદસ્ત શોખ છે. તેણીએ માત્ર 6 વર્ષની વયથી પેઇન્ટિંગ બનાવવાનું શરૂ કર્યુ હતું. મુશાલ સેમી ન્યૂડ પેઇન્ટિંગ માટે લોકપ્રિય છે. મુશાલે કાશ્મીરના લોકોની વ્યથિત દશા વર્ણવતા અનેક પેઇન્ટિંગ્સ બનાવ્યા છે.

તેણી પાકિસ્તાનમાં પીસ એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશનની ચેરપર્સન પણ છે. આ સંસ્થા વૈશ્વિક શાંતિ અને સંવાદિતા માટે અને સંસ્કૃતિ  વારસાને બચાવવાનું કામ કરે છે.

યાસીન મલિકની મુશાલ સાથે પહેલી મુલાકાત વર્ષ 2005માં થઇ હતી. તે વખતે યાસીન મલિક કાશ્મીરી અલગાવવાદી આંદોલનનું સમર્થન મેળવવા માટે ઇસ્લામાબાદ ગયો હતો. મુશાલ પણ આ કાર્યકર્મ હાજર હતી.યાસીને આ કાર્યક્રમમાં ફૈઝ અહમદની કવિતા સંભળાવી હતી.બંનેએ એ પછી વર્ષ 2009માં લગ્ન કરી લીધા હતા. મુશાલ હુસૈન યાસીન મલિક કરતા 20 વર્ષ નાની છે.

જાણવા મળેલી માહિતી મુજબ પાકિસ્તાન પોતાના પ્રોપેગન્ડા માટે યાસીન મલિકની 11 વર્ષની પુત્રી રઝિયા સુલતાનનો ઉપયોગ કરી રહી છે. આતંકી ગતિવિધિના ગુનામાં આજીવન કેદની સજા કાપી રહેલા પોતાના પિતાના છુટકારા માટે રઝિયા આશા રાખી રહીછે. એના અનુસંધાનમાં રઝિયાએ પાકિસ્તાનના કબ્જા વાળા કાશ્મીર ( મુજફ્ફરાબાદ)ની સંસદને સંબોધન કર્યું હતું. રઝિયાએ સંસદના વિશેષ સત્રમાં સંબોધન કરતી વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પણ નિશાન સાધ્યું હતું.

રઝિયાએ કહ્યું કે મારા પિતા યાસીન મલિકે જીવનભર કાશ્મીર માટે કામ કર્યું. તેઓ કાશ્મીરના કલ્યાણના ચેમ્પિયન રહ્યા છે. જો મારા પિતાને કોઈ પણ પ્રકારનું નુકસાન થશે તો હું તેના માટે પીએમ મોદીને જવાબદાર ગણીશ.

રઝિયાએ સંસદના સંબોધનમાં કહ્યુ હતું કે હવે સમય આવી ગયો છે કે કાશ્મીરે એકજૂટ થઇને મારા પિતાની મૂક્તિની માંગ કરવી પડશે. જો મારા પિતાને ફાંસી આપવામાં આવશે તો એ ભારત પર કાળો ધબ્બો હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp