‘હા હું પ્લેબોય હતો, ફરિશ્તો નહીં‘ સેક્સ ક્લિપના વિવાદ પર બોલ્યા ઇમરાન ખાન

PC: edition.cnn.com

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને રિટાયર્ડ આર્મી ચીફ જનરલ કમર બાજવાને લઇને એક મોટો ખુલાસો કર્યો છે. ઇમરાન ખાને કહ્યું કે, એક મીટિંગ દરમિયાન જનરલ કમર બાજવાએ તેમને પ્લેબોય કહ્યા હતા. ઇમરાન ખાને કહ્યું કે, જનરલ બાજવાએ આ વાત જે મીટિંગમાં કહી હતી, તે વડાપ્રધાન તરીકે તેમની છેલ્લી મીટિંગ હતી. ત્યાર બાદ તેમના વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લઇને સંવૈધાનિક પદેથી હટાવવામાં આવ્યા હતા.

લાહોરમાં તેમના આવાસ પર મીડિયા સાથે વાત કરતા તેમણે પાકિસ્તાન તહરીક એ ઇન્સાફ પાર્ટીના અધ્યક્ષ ઇમરાન ખાને આ નિવેદન આપ્યું છે. આ દરમિયાન ઇમરાન ખાને તેમના કથિત સેક્સ ઓડિયોને લઇને વાત કરી, જે તેમના વિરૂદ્ધ વાયરલ કરવામાં આવી છે. આ રીતના ત્રણ આપત્તિજનક ઓડિયોને લઇને દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ઓડિયો ઇમરાન ખાનના છે. ઇમરાન ખાને નામ લીધા વગર શહબાઝ શરીફ સરકાર પર નિશાનો સાધતા કહ્યું કે, ગંદી ઓડિયો અને વીડિયો દ્વારા યુવાઓને શો સંદેશ આપી રહ્યા છો.

ઇમરાન ખાને કહ્યું કે, વર્ષ 2022ના ઓગસ્ટ મહિનામાં એક મીટિંગમાં ઇમરાન ખાન સાથે તત્કાલીન આર્મી ચીફ જનરલ કમર બાજવા પણ શામેલ થયા હતા. મીટિંગ દરમિયાન બાજવાએ ઇમરાનને કહ્યું કે, તેમની પાસે અમુક ઓડિયો અને વીડિયો છે. સાથે જ બાજવાએ ઇમરાન ખાનને યાદ અપાવતા કહ્યું કે, પહેલા ઇમરાન ખાન એક પ્લેબોય હતા.

ઇમરાન ખાને બાજવાને જવાબ આપતા કહ્યું કે, હા હું પહેલા પ્લેબોય હતો અને મેં ક્યારેય એવો દાવો નથી કર્યો કે હું એક ફરિશ્તો હતો. ઇમરાન ખાને આગળ કહ્યું કે, એ સમયે તેમને આવો શક જરૂર થઇ ગયો હતો કે જનરલ બાજવાએ તેમના સત્તા પરથી હટાવવાનું મન બનાવી લીધું છે.

ઇમરાન ખાને કહ્યું કે, મને એ ખબર પડી કે, જનરલ બાજવા એકદમ સાવધાનીથી મારી સાથે ડબલ ગેમ રમી રહ્યા હતા, જે બાદ તેમણે શહબાઝ શરીફને સત્તા સુધી પહોંચાડવામાં સંપૂર્ણ મદદ કરી અને બાજવાએ મારી સાથે દગો કર્યો.

ઇમરાન ખાને સત્તા પર રહેતા બાજવાના કાર્યકાળ વધારવા પર પણ નિવેદન આપ્યું. ઇમરાન ખાને કહ્યું કે, આ મારી ભૂલ હતી કે બાજવાનો કાર્યકાળ વધારવામાં આવ્યો. કાર્યકાળ વધતાની સાથે જ બાજવાએ પોતાનો ખરો ચહેરો બતાવ્યો અને મારી સરકાર વિરૂદ્ધ ષડ્યંત્ર રચવાના શરૂ કરી દીધા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp