ચીનનો અમીર વ્યક્તિ 3 વર્ષમાં જ કંગાળ, 42 બિલિયન ડોલરની સંપત્તિ 39 બિલિયન ડોલર થઈ

PC: businesstoday.in

ચીનની આર્થિક સ્થિતિ નબળી પડી રહી છે. કોરોનાના પ્રકોપના કારણે દેશની ઇકોનોમી ખૂબ જ નબળી પડી ગઇ છે. રિયલ એસ્ટેટ સેક્ટરમાં સૌથી વધારે નુકસાન જોવા મળી રહ્યું છે અને આ ક્ષેત્રનું દિગ્ગજ રિયલ એસ્ટેટ ગ્રુપ એવરગ્રાન્ડે ગ્રુપની હાલત કથળી ગઇ છે. તેની અસર ગ્રુપના ચેરમેન અને ચીનના બીજા સૌથી અમીર વ્યક્તિ હુઇ કા યેનની વેલ્થ પર પડી છે. ફક્ત ત્રણ વર્ષની અંદર જ તે અર્શથી ફર્શ પર આવી ગઇ છે.

રિયલ એસ્ટેટ સેક્ટરમાં આવેલી સુનામીના કારણે કંપનીઓ પર દેવાનો ભાર એટલો પડ્યો કે, તેની ચપેટમાં આવીને ચાઇનીઝ બિલિયોનેર યાનની સંપત્તિ 93 ટકા સુધી ઘટી ગઇ છે. ત્રણ વર્ષ પહેલા હુઇ કા યાન પાસે 42 અબજ ડોલરની સંપત્તિ હતી, જેમાં 39 અબજ ડોલરની નેટવર્થ ધોવાઇ ગઇ છે. હવે એવરગ્રાંડે ગ્રુપના ચેરમેન યાનની નેટવર્થ ફક્ત 3 અબજ ડોલર બચી છે. ફક્ત યાન જ નહીં, પણ કોરોનાની શરૂઆત બાદથી ચીનના 5 સૌથી અમીર વ્યક્તિ રિયલ એસ્ટેટ દિગ્ગજ કુલ 65 અબજ ડોલરથી વધારેની સંપત્તિ ગુમાવી ચૂક્યા છે.

દુનિયાની બીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા ચીનમાં સૌથી સફળ બિઝનેસ ટાયકૂન માનવામાં આવતા એવરગ્રાંડે ગ્રુપના ચેરમેનને વર્ષ 202માં જ દેશના બીજા નંબરના સૌથી અમીર વ્યક્તિ ઘોષિત કરી દેવામાં આવ્યા હતા. અમીરોની વેલ્થ પર નજર રાખનારા ફોર્બ્સે તે સમયે 42 અબજ ડોલરની સાથે રિયલ એસ્ટેટ ટાયકૂનને ચીનના બીજા નંબરના સૌથી અમીર વ્યક્તિ તરીકે લિસ્ટ કર્યા હતા. જ્યારે ગયા ત્રણ વર્ષ તેમના માટે ખરાબ સપના જેવા સાબિત થયા છે.

ચીનના રિયલ એસ્ટેટ સેક્ટરનું મોટું નામ એવરગ્રાન્ડે ગ્રુપ પર દેવાનો માર એ રીતે પડ્યો કે ડિફોલ્ટના જોખમમાં તે આવી ગયું. 2019માં કંપની દેવાની ચૂકવણી કરવા માટે અત્યંત સંઘર્ષ કરતી જોવા મળી હતી અને ત્યાર બાદ કોરોનાના પ્રકોપથી તેની કમર તુટી ગઇ હતી. કંપનીએ પોતાની લોન્સ પર ડિફોલ્ટના જોખમમાં પણ હતી. પરિસ્થિતિ એ હદ સુધી બગડી કે દેવાના મુદ્દાને હલ કરવા માટે કંપનીએ પોતાની સંપત્તિઓ અને શેર વેચીને ફંડ એકઠું કરવાનું શરૂ કરી દીધું.

કંપનીની હાલત અને દેવાના માર સામે પડકાર વચ્ચે એવરગ્રાન્ડેમાં કોસ્ટ કટિંગના કેટલાક ઉપાય કરવામાં આવ્યા, પણ તેનાથી પણ બોજો ઓછો ન થયો. એવામાં ચેરમેન હુઇ કા યાને દેવાને ચૂકવવા માટે પોતાના અમુક ઘર અને પ્રાઇવેટ જેટ્સ પણ વેચ્યા. દેવાના જાળમાં ફસાયેલી કંપનીએ 2019થી પોતાના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ પર ચાઇના સિક્યોરિટીઝ રેગ્યુલેટરી કમિશન દ્વારા તપાસનો પણ સામને કરવો પડ્યો, જેનાથી રોકાણકારોની ચિંતા વધી ગઇ છે.

ખરાબ સમયમાંથી પસાર થઇ રહેલી એવરગ્રાંડેએ જોકે, 2021માં ફરીથી ફાઇનાન્શિયલ પરફોર્મન્સ પરફેક્ટ થવાની વાત કરતા જાણકારી મેળવી હતી કે, તેણે પોતાના દેવાને ઓછા કર્યા છે. પણ તેનાથી શેર ઇનવેસ્ટર્સના સેન્ટિમેન્ટમાં થોડા સમય માટે સુધારો જોવા મળ્યો અને શેરોનું પર્ફોર્મન્સ સુધર્યું. ભલે હુઇ કા યાન હવે કંગાળીના સમયથી પસાર થઇ રહ્યા છે, પણ તેમણે હજુ પણ હાર નથી માની. તેમણે એક સ્ટેટમેન્ટમાં કહ્યું કે, 2023 કંપનીના સર્વાઇવલ માટે મહત્વપૂર્ણ સાબિત થશે અને મારું માનવું છે કે, અમે ડિલીવરીના પોતાના મિશનને પુરું કરી શકીશું, ઘણા દેવા ચૂકવી શકીશું અને જોખમોને ખતમ કરી શકીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp