- Central Gujarat
- અમદાવાદના સૌથી મોટા જમીન કૌભાંડમાં કલેક્ટરનો અહેવાલ દબાવી દેવાયો
અમદાવાદના સૌથી મોટા જમીન કૌભાંડમાં કલેક્ટરનો અહેવાલ દબાવી દેવાયો
અમદાવાદ નજીકમાં ગોકુલ ધામ સોસાયટીમાં ભાજપ સરકારમાં સૌથી મોટું FSI કૌભાંડ થયું તેમાં સરકારે શહેરી વિકાસ વિભાગના ખાસ ફરજ પરના અદિકારી નીલા મુનશીનું રાજીનામું લઈ લીઘુ છે. જેમાં અમદાવાદ કલેક્ટરે તપાસ પણ કરી હતી. તેમ છતાં ભાજપના નેતાઓ તેમાં સંડોવાયેલાં હોવાથી કલેક્ટરનો અહેવાલ દબાવી દેવામાં આવ્યો હતો. શું હતો તે અહેવાલ? જેમાં ભાજપના મોટા નેતાઓને બચાવવા માટે નીલા મુનશીનો ભોગ લેવાયો છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના સંયુક્ત સચિવ સ્મિતા શાહે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની સીધી સૂચનાથી 9 મે 2018ના રોજ એક આદેશ પત્ર લખ્યો હતો. તે સ્ફોટક પત્ર અહીં રજૂ કરેલો છે.
અમદાવાદના કલેક્ટરને તપાસ સોંપાઈ:
સમગ્ર પ્રકરણમાં ઔડાના મુખ્ય કારોબારી અધિકારીની મંજૂરી ન હોવા છતાં નિયમોથી વિરુદ્ધ 20% ગ્રાઉન્ડ કવરેજ મળવા પાત્ર થાય તેને બદલે 45% ગ્રાઉન્ડ કવરેજની મંજૂરી, મળવાપાત્ર 7.50 મીટર ઊંચાઈના બદલે 9.50 મીટર ઊંચાઈની મંજૂરી, બિલ્ટ-અપ એરીયા 40% એરીયા મળવાપાત્ર થાય તેને બદલે 45% ગ્રાઉન્ડ કવરેજ મુજબ ત્રણ માળની મંજૂરી આપીને તત્કાલિન સિનિયર નગર નિયોજક નીલાબેન મુન્શીએ ગેરકાયદેસર રીતે નિયમોથી વિરુદ્ધ વિકાસ પરવાનગી આપી હોવાનું રેકોર્ડ પર હોવાથી તત્કાલિન ઔડાના ચીફ એક્ઝીક્યુટીવ ઓથોરીટીએ ગોકુલધામ કૌભાંડોની ઇન્કવાયરી એડિશનલ કલેક્ટરને સોંપી હતી. આવી ઇન્કવાયરી ચાલતી હોવા છતાં ઔડાના અધિકારી નીલા મુન્શીને નિવૃત્તિના 10 દિવસ પહેલાં પ્રમોશન આપવામાં આવ્યું હતું.
નિવૃત્તિ પછી ત્રણ વખત નિમણૂક:
નિવૃત્તિ બાદ ત્રણ વખત એક-એક વર્ષ માટે પુનઃ નિમણૂક આપવામાં આવી હતી. પુનઃનિમણૂક નિવૃત્તી સમયના પગારના 60 ટકા લેખે રૂ. 27,660 ચૂકવવાના બદલે માસિક રૂ. 75,000 ચૂકવવામાં આવે છે. જેની વસુલાત પણ રૂપાણીની સરકારે કરી નથી. ઉપરાંત સામાન્ય વહીવટ વિભાગનો પરીપત્ર છે કે આવી પુનઃ નિમણૂકો તો જ આપવી કે ખાલી પડેલ જગ્યા બદલી, બઢતી કે પ્રતિનિયુક્તિથી ભરી શકાય તેમ ન હોય, તો જ તેમ કરી શકાય છે. પણ સરકારમાં આ જગ્યાનો હવાલો સોંપી શકાય તેવા અધિકારીઓ ઉપલબ્ધ છે.
શહેરી વિકાસ પ્રધાન કેમ મૌન?
ઉપરોકત સમગ્ર હકીકતોની લેખિત પત્ર દ્વારા ધારાસભ્યએ તત્કાલીન શહેરી વિકાસને કરેલી હોવા છતાં કોઈ પગલાં લેવાને બદલે ભ્રષ્ટાચારીઓને પ્રોત્સાહન આપીને ભ્રષ્ટાચારામાં સંડોવાયેલા અધિકારીઓને નિવૃત્તિ બાદ ત્રીજીવાર ભાજપ સરકારે પુનઃ નિમણૂક આપીને કેવો પારદર્શક વહીવટ કરવા માગે છે? નીલા મુન્શીએ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરી સરકારને રૂપિયા 500 કરોડનું નુકસાન પહોંચાડીને ગેરકાયદેસર રીતે નિયમોથી વિરુદ્ધ આપવામાં આવેલી વિકાસ પરવાનગી તાત્કાલિક રદ કરવા, તત્કાલિન સિનિયર ટાઉન પ્લાનર નીલાબેન મુન્શી સામે ફોજદારી ગુનો નોંધી સમગ્ર કૌભાંડની તટસ્થ તપાસની માગ કરવામાં આવી હતી.
સ્મિતા શાહે શું કર્યું?
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના સંયુક્ત સચિવ સ્મિતા શાહે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની સીધી સૂચનાથી 9 મે, 2018ના રોજ એક આદેશ પત્ર લખ્યો હતો જે અત્યંત સ્ફોટક છે. ખાસ ફરજ પરના અધિકારી અને શહેરી વિકાસ વિભાગના સંયુક્ત સચિવ લીના મુનશીએ 30 એપ્રિલ 2018ના રોજ અરજી કરીને અંગત કારણોસર નિવૃત્ત થવા માગે છે. પણ તેમને એક મહિનો આપવાના બદલે 15 દિવસમાં ખાસ કિસ્સા તરીકે તેમની નોકરીનો અંત આણવામાં આવે છે.

આમ સંયુક્ત શહેરી વિકાસ સચિવ સ્મિતા શાહે આકરી નોંધ કરીને મુખ્યમંત્રીના કાર્યાલયમાં મોકલી હતી.

