આ 3 પરિસ્થિતિમાં પત્ની સાથે ના કરવું જોઈએ સેક્સ, સરવેમાં સામે આવી રસપ્રદ જાણકારી

પહેલા મહિલાને લઈને પુરુષોની વિચારસરણી અલગ હતી. પરંતુ, હવે પરીણિત પુરુષોની વિચારસરણી બદલાવા માંડી છે. તેઓ પોતાની પત્નીનું વધુ ધ્યાન રાખવા માંડ્યા છે. તેઓ તેને હવે સેક્સ મશીન નથી સમજતા. પતિ પોતાની પત્નીની ઈચ્છાનું સન્માન કરવા માંડ્યા છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5માં તેનો ખુલાસો થયો છે. આ સર્વેમાં 66 ટકા પુરુષોનું માનવુ છે કે જો પત્નીની ઈચ્છા ના હોય તો તેની સાથે શારીરિક સંબંધ ના બનાવવા જોઈએ.

આ ત્રણ પરિસ્થિતિમાં પત્નીને સેક્સ માટે ના કહેવાનો અધિકાર

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5માં 66 ટકા પુરુષોનું કહેવુ છે કે ત્રણ પરિસ્થિતિમાં પત્ની પર સેક્સ કરવાનું દબાણ ના કરવુ જોઈ. પહેલું- જો પત્ની થાકી ગઈ હોય. બીજું- જો પતિ સેક્સુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝથી પીડિત હોય અને ત્રીજું- પતિનું અફેર કોઈ અન્ય સાથે ચાલી રહ્યું હોય. આ ત્રણ પરિસ્થિતિમાં પુરુષે પોતાની પત્ની સાથે શારીરિક સંબંધ ના બનાવવા જોઈએ. જોકે, તેમ છતા મહિલાઓ પોતાના પતિને ના નથી કહી શકતી.

સર્વેમાં એ પણ સામે આવ્યું છે કે, આશરે 8 ટકા મહિલાઓ અને 10 ટકા પુરુષોનું માનવુ છે કે ભલે આ ત્રણેય કારણો હોય તો પણ પત્નીએ સેક્સ માટે ના ન પાડવી જોઈએ. તેમજ, પાંચમાંથી ચાર મહિલાઓ પોતાના પતિને ના કહી શકે છે જો તે શારીરિક સંબંધ બનાવવા ના ઈચ્છતી હોય તો. આ રાજ્યોમાં મહિલાઓની ટકાવારી અલગ-અલગ હશે જે ના કહી શકે છે.

ગોવામાં 92 ટકા મહિલાઓ આ પરિસ્થિતિમાં યૌન સંબંધ બનાવવાથી પતિને ઈન્કાર કરવાની સંભાવના રાખે છે. તેમજ, અરૂણાચલ પ્રદેશમાં 63 ટકા અને જમ્મૂ-કાશ્મીરમાં 65 ટકા ના કહેવામાં સક્ષમ હોવાની સંભાવના છે.

સર્વેમાં પુરુષોને કેટલાક સવાલ પૂછવામાં આવ્યા, જેમા પૂછવામાં આવ્યું કે શું તેમને ચાર પ્રકારે પત્ની સાથે વ્યવહાર કરવાનો અધિકાર છે. પહેલું- પત્ની પર ક્રોધિત થવુ તેને ખિજવાવુ, બીજું- પત્નીને આર્થિક મદદ કરવાની કે અન્ય સાધન આપવાની ના પાડવી, ત્રીજું- પત્નીને માર મારવો અને ચોથું- તેની ઈચ્છા ના હોવા છતા તેની સાથે યૌન સંબંધ બનાવવા અથવા બીજી સ્ત્રી સાથે સેક્સ કરવું.

આ સવાલોના જે જવાબ સામે આવ્યા તેના પરથી જાણકારી મળે છે કે, ખરેખર દેશમાં પુરુષોની વિચારસરણી બદલાઈ રહી છે. 15-49 વર્ષની ઉંમરના માત્ર 6 ટકા પુરુષોનું કહેવુ હતું કે તેમની પાસે આ બધા અધિકાર છે. પરંતુ, 72 ટકા ચાર વ્યવહારોમાંથી કોઈની પણ સાથે સહમત નથી. પરંતુ, 19 ટકા પુરુષોએ એવુ કહ્યું કે જો પત્ની શારીરિક સંબંધ બનાવવાની ના પાડે તો તેના પર ગુસ્સો કરવાનો અધિકાર છે.

NFHS-5એ બે ચરણોમાં આ સર્વે કર્યો હતો. પહેલા ચરણમાં 5 કેન્દ્ર શાસિત પ્રદેશોને કવર કર્યા. પહેલું ચરણ 17 જૂન, 2019થી 30 જાન્યુઆરી, 2020ની વચ્ચે થયું. બીજું ચરણ 2 જાન્યુઆરી, 2020થી 30 એપ્રિલ સુધી 2021માં થયું. જેમા 11 રાજ્યો અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશ સામેલ થયા.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.