50 વર્ષીય વ્યક્તિએ પોતાની પત્નીને તેની જ ઓફિસમાં સળગાવી દીધી
કેરળના કોલલ્મમાં એક વ્યક્તિએ પોતાની જ પત્નીને તેની ઓફિસ પર જીવંત સળગાવી દીધી. પત્નીની હત્યા કર્યા પછી થોડી વાર બાદ તે વ્યક્તિએ પોતે પણ આત્મહત્યા કરી નાખી. પત્નીની ક્રૂરતાથી હત્યા કર્યા પછી આ વ્યક્તિએ પોતાનું ગળુ કાપી નાખ્યું અને કૂવામાં કૂદીને આત્મહત્યા કરી લીધી. કોલ્લમના નવાઇકુલમમાં બનેલી આ ઘટનાએ સ્થાનીય લોકોને ચિંતામાં મૂકી દીધા છે.
મૃતક મહિલાનું નામ નાદિરા કહેવામાં આવી રહ્યું છે. તો તેની હત્યા કરી પોતે આત્મહત્યા કરનારા વ્યક્તિનું નામ રહીમ છે. 50 વર્ષીય રહીમ અને 36 વર્ષીય નાદિરા કોલ્લમના નવાઈકુલમમાં પોતાના બે બાળકોની સાથે ભાડેના મકાનમાં રહેતા હતા. રહીમ રીક્ષા ચલાવતો હતો અને નાદિરા પરિપલ્લીના અક્ષય સેન્ટરમાં કામ કરતી હતી. ઈન્ડિયા ટુડેથી જોડાયેલ શિબીની રિપોર્ટ અનુસાર, ઘટનાના 3 દિવસ પહેલા જ રહીમ જેલમાંથી બહાર આવ્યો હતો. રહીમ વિશે જાણ થઇ કે તે મોટેભાગે તેની પત્ની સાથે મારપીટ કરતો હતો. આ કારણે જ રહીમ પર ઘણાં કેસ દાખલ છે.
હત્યાનું કારણ શું
નાદિરા સાથે કામ કરનારા લોકોનું કહેવું છે કે, રહીમને ઘણાં દિવસોથી શક હતો કે નાદિરાના કોઇ અન્ય વ્યક્તિ સાથે સંબંધ છે. તેમનો આરોપ છે કે આ કારણે જ તે નાદિરાને ગંભીર રીતે મારતો હતો. ઘટનાના દિવસે નાદિરાના ઓફિસ પહોંચ્યા પછી રહીમ પણ સવારે લગભગ 9 વાગ્યે હેલમેટ પહેરીને પહોંચ્યો હતો. ઓફિસની અંદર જ રહીમે નાદિરા પર કેરોસિન નાખ્યું અને તેને આગમાં ચાંપી દીધી. ઘટનાને અંજામ આપ્યા પછી રહીમ ત્યાંના કર્મચારીઓને ચપ્પૂ દેખાડી ભાગી ગયો અને નજીકના કૂવાની પાસે પહોંચ્યો. જ્યાં રહીમે પોતે પોતાનું ગળુ કાપી નાખ્યું અને કૂવામાં કૂદી ગયો.
કોલ્લમ સિટી પોલીસ કમિશ્નર મેરીન જોશેફે કહ્યું કે, રહીમ નાદિરાને રોજ મારતો હતો. રીક્ષા ચલાવનાર રહીમ થોડા દિવસ પહેલા જ જેલમાંથી બહાર આવ્યો હતો. જેલમાંથી બહાર આવ્યા બાદ રહીમે નાદિરાની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો. ઘટના પછી, સ્થાનીય પોલીસે રહીમનું શવ કૂવામાંથી કાઢ્યું. હાલમાં રહીમ અને નાદિરાના શવને પરિપલ્લી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp