ઉંમર ઉપરાંત આ 8 કારણો પણ સેક્સની ઈચ્છાને કરી શકે છે પ્રભાવિત

PC: eatthis.com

એક હેલ્ધી રિલેશનશિપમાં સારી વાતચીત, વિશ્વાસ અને ઈજ્જતની સાથોસાથ તમારી સેક્સુઅલ ઈન્ટિમેસી પણ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. જો તમે પોતાના સંબંધમાં ખુશ રહેવા માંગો છો તો આ તમામ ફેક્ટર્સ પર ધ્યાન આપો. પરંતુ, લાંબા સમય સુધી સંબંધોમાં રહેવા અથવા એક ઉચિત ઉંમર બાદ ઘણા લોકોની સેક્સ ડિઝાયર ઓછી થવા માંડે છે. જોકે, એક સમય બાદ પ્રાકૃતિક કારણોથી સેક્સ ડ્રાઇવ ઓછી થવી નોર્મલ છે. તેમજ, એક સમય બાદ પ્રાકૃતિક કારણોથી સેક્સ ડ્રાઇવનું ઓછું થવુ નોર્મલ છે. તેમજ, કેટલાક એવા ફેક્ટર્સ પણ છે જેના કારણે અસામાન્યરીતે લિબિડોમાં ઘટાડો જોવા મળે છે.

સમય કરતા પહેલા સેક્સ ડિઝાયરમાં ઉણપ તમારા સંબંધની સાથે જ માનસિક સ્વાસ્થ્ય અને સેલ્ફ કોન્ફિડેન્સને પણ પ્રભાવિત કરી દે છે. તો તમે પણ જાણી લો કે કયા એવા કારણો છે, જે લિબિડોની ઉણપનું કારણ બને છે. આ કારણો પર ધ્યાન આપો અને પોતાના લિબિડો પર ધ્યાન રાખો.

મોટાભાગની મહિલાઓની સેક્સ ડ્રાઇવ પ્રભાવિત કરે છે આ 8 કારણો

અનહેલ્ધી રિલેશનશિપ

જો તમે એક અનહેલ્ધી રિલેશનશિપમાં છો અને તમારા પાર્ટનર અને તમારી વચ્ચે યોગ્ય વાતચીત ના થતી હોય તો તે સામાન્યરીતે મહિલાઓમાં લિબિડોની ઉણપનું કારણ બને છે. કારણ કે, એક હેલ્ધી સેક્સુઅલ રિલેશનશિપ માટે પાર્ટનરની સાથે એક સારો સંબંધ અને યોગ્ય વાતચીત સૌથી વધુ મહત્ત્વ ધરાવે છે.

બાળકનો જન્મ

સામાન્યરીતે બાળકના જન્મ બાદ મહિલાઓ લિબિડોની ઉણપ અનુભવે છે. એક બાળકનો જન્મ જેટલો સુંદર હોય છે એટલો જ જન્મ આપનારી મહિલાના સ્વાસ્થ્ય માટે મુશ્કેલ હોય છે. કારણ કે, આ દરમિયાન મહિલાઓ તણાવ, ઉંઘની કમી અને વિવિધ પ્રકારની શારીરિક સમસ્યાઓમાંથી પસાર થાય છે. આ તમામ ફેક્ટર લિબિડોની ઉણપનું કારણ બને છે. આ સાથે જ મા બનતા જ જવાબદારીઓ વધી જાય છે જેના કારણે આપમેળે જ સેક્સ ડ્રાઇવમાં ઉણપ જોવા મળે છે.

તણાવ

લિબિડોની ઉણપનું એક સૌથી મોટું કારણ સ્ટ્રેસ એટલે કે માનસિક તણાવ હોય છે. સ્ટ્રેસ કોઇપણ કારણે થઈ શકે છે, ભલે તે તમારા અને પાર્ટનરના સંબંધની વચ્ચેની સમસ્યા હોય કે પછી વર્ક પ્લેસની તેની સાથે જ બાળક તેમજ બીમારીઓની ચિંતા પણ સેક્સ ડ્રાઇવને ઓછી કરી દે છે. તમારું બ્રેન શરીરના દરેક ફંક્શનને કંટ્રોલ કરે છે એવામાં જ્યારે મગજ તણાવથી ઘેરાયેલું રહે છે તો શરીરની ઘણી પ્રક્રિયાઓ ધીમી થઈ જાય છે. એવામાં તેને નિયંત્રિત રાખવા માટે મેડિટેશન અને યોગનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.

દવાઓનું વધુ પડતું સેવન

વધુ માત્રામાં દવાઓનું સેવન તમારી સેક્સ ડ્રાઇવને પ્રભાવિત કરી શકે છે. હાર્ટ હેલ્થથી લઈને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને અન્ય માનસિક બીમારીઓ માટે ચાલનારી દવાઓમાં રહેલું કમ્પાઉન્ડ શરીરમાં હોર્મોન્સને અસંતુલિત કરી દે છે જેના કારણે મહિલાઓ લિબિડોની ઉણપનો અનુભવ કરે છે.

ગર્ભનિરોધક દવાઓનું સેવન

પ્રેગ્નેન્સી અવોઇડ કરવા માટે વારંવાર ગર્ભનિરોધક દવાઓનું સેવન કરવાથી હોર્મોન્સ અસંતુલિત થઈ જાય છે, એવામાં મહિલાઓ લિબિડોની કમીનો અનુભવ કરે છે. આથી હંમેશાં નોન હોર્મોનલ બર્થ કંટ્રોલ મેથડ જેવા કોન્ડોમ વગેરેનો ઉપયોગ કરવો જોઈએ. તેની સાથે જ બર્થ કંટ્રોલ પિલ્સ તમને એસટીઆઈ, વગેરે જેવા અન્ય સંક્રમણથી પણ પ્રોટેક્શન આપવામાં અસમર્થ છે.

આલ્કોહોલ અને સ્મોકિંગ

જરૂરિયાત કરતા વધુ દારૂનું સેવન મહિલાઓના લિબિડોને પ્રભાવિત કરી શકે છે. તે સાથે જ સ્મોકિંગની આદત બ્લડ ફ્લોને ઓછો કરી દે છે અને તમને ઉચિત પ્લેઝર નથી મળતું. તેમજ, ધીમે-ધીમે તમારી સેક્સુઅલ ડ્રાઇવ ઓછી થવા માંડે છે.

મેનોપોઝ

મેનોપોઝ દરમિયાન એસ્ટ્રોજનનું સ્તર ઓછું થવા માંડે છે અને વજાઇનલ ટિશૂ ડ્રાઇ થઈ જાય છે જેના કારણે સેક્સ દરમિયાન ખૂબ જ વધુ દુઃખાવાનો અનુભવ થઈ શકે છે. એવામાં મોટાભાગની મહિલાઓ આ દરમિયાન સેક્સમાં પોતાની રુચિ ગુમાવી દે છે. તેમજ ઘણી મહિલાઓ છે, જે મેનોપોઝ દરમિયાન અને ત્યારબાદ પણ સેક્સને એન્જોય કરે છે.

શારીરિક સ્થિરતા પણ હોઈ શકે છે તેનું કારણ

શારીરિક રૂપથી સ્થિર બેસી રહેવાના કારણે પણ સેક્સ ડ્રાઇવની ઉણપનો અનુભવ થઈ શકે છે. સેક્સુઅલ મેડિસિન રિવ્યૂના જર્નલમાં જણાવવામાં આવ્યું કે, એક્સરસાઇઝ અને શારીરિક સક્રિયતા તમારા લિબિડો એટલે કે સેક્સ ડ્રાઇવને બૂસ્ટ કરવામાં મદદ કરે છે. તેમજ, શારીરિક સ્થિરતા નકારાત્મક રૂપથી કામ કરતા તમારા લિબિડોને પ્રભાવિત કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp