19 વર્ષીય છોકરો બોલ્યો-મારી 76 વર્ષીય પ્રેમિકા છે પ્રેગ્નન્ટ, પછી કહ્યું આ સત્ય

PC: mirror.co.uk

19 વર્ષીય એક છોકરાએ સોશિયલ મીડિયા પર એવો દાવો કર્યો છે કે લોકો હેરાન રહી ગયા છે. છોકરાએ કહ્યું કે, જલદી જ તેની 76 વર્ષીય ગર્લફ્રેન્ડ તેના બાળકને જન્મ આપવાની છે. તેણે મહિલા સાથે પોતાની તસવીર પણ શેર કરી છે. જો કે, ત્યારબાદ પોતે તેણે તેની પાછળની હકીકત કહી છે. પરંતે હવે આ પોસ્ટ પર યુઝર્સ તેની ખૂબ નિંદા કરી રહ્યા છે. ડેઇલી સ્ટારના રિપોર્ટ્સ મુજબ, છોકરાનું નામ જોસેફ ડી’અન્ના છે. ઇટાલીમાં રહેતો જોસેફ 19 વર્ષનો છે અને સોશિયલ મીડિયા પર ખૂબ પોપ્યુલર છે.

ઇન્સ્ટાગ્રામ પર તેના 80 હજારથી વધુ ફોલોયર્સ છે. હાલમાં જ તેણે એક વીડિયો પોસ્ટ કરીને પોતાની પર્સનલ લાઇફ સાથે જોડાયેલી વસ્તુ શેર કરી હતી. આ વીડિયોમાં તેણે જણાવ્યું કે, તેની પ્રેમિકા 76 વર્ષની છે એટલે કે તેનાથી 57 વર્ષ મોટી છે અને અત્યારે તે પ્રેગ્નેન્ટ છે. તે જલદી જ એક બાળકને જન્મ આપવાની છે. જોસેફે પોતાની મંગેતરનું નામ મિલિના ગટ્ટા બનાવ્યું છે. મિલિના ગટ્ટા 76 વર્ષની છે. જો કે ત્યારબાદ જોસેફે કંઇક અલગ જ હકીકત બતાવી, પરંતુ વીડિયો સામે આવ્યા બાદ યુઝર્સ ગુસ્સે થઇ ગયા.

ઉલ્લેખનીય છે કે, આ જોડી પહેલી વખત વર્ષ 2022માં વાયરલ થઇ હતી, જ્યારે તેણે પોતાના સંબંધોનો ખુલાસો કર્યો હતો. એ સમયે પણ આ જોડી ટ્રોલ્સના નિશાન પર આવી ગઇ હતી. ત્યારે લોકોએ તેમના સંબંધને લઇને સવાલ ઉઠાવ્યા હતા. ઘણા બધા લોકોએ તેમની નિંદા કરી હતી. જો કે ટ્રોલથી બેદરકાર આ કપલે હવે પ્રેગ્નેન્સી સા જોડાયેલા સમાચાર શેર કરીને સોશિયલ મીડિયા પર સનસની ફેલાવી દીધી છે. એવામાં ફરી એક વખત યુઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે.

એક યુઝરે લખ્યું કે, આ ઉંમરમાં પ્રેગ્નેન્સી અસંભવ લાગે છે. બીજા યુઝરે લખ્યું કે આ કેવા સંબંધ છે. ત્રીજા એક યુઝરે લખ્યું કે, કંઇક તો શરમ કરો, મહિલા દાદીની ઉંમરની છે. એક અન્ય યુઝરે કમેન્ટ કરતા લખ્યું કે, આ બધુ પ્રેન્ક થઇ રહ્યું છે. વાયરલ થવા માટે આ બધુ કરવામાં આવી રહ્યું છે. પોતાના વાયરલ વીડિયોને લઇને હાલમાં જ જોસેફે Jam Pressને જણાવ્યું કે, તેમના સંબંધ નકલી છે. હકીકતમાં મિલિના તેની દાદી છે, શરૂઆતમાં મજાક તરીકે તેની સાથે એક ક્લિપ અપલોડ કરી હતી, પરંતુ તે વાયરલ થઇ ગઇ એટલે તેને આગળ પણ યથાવત રાખવાનો નિર્ણય લીધો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp