દેશી છોકરાના પ્રેમમાં પડી ફિલિપાઇન્સની છોકરી, ભારત આવીને લગ્ન કર્યા

PC: news2news.in

રાજનાદગાંવના યુવકે ફિલિપાઇન્સની એક છોકરી સાથે હિંદુ રીતીરિવાજ સાથે લગ્ન કર્યા. આ લગ્ન રાજનાગાંવમાં ચર્ચાનો વિષય બની ગયો છે. રાજનાગાંવના મમતા નગરના રહેવાસી ભાવેશ ગાયકવાડે ફિલિપાઇન્સમાં રહેતી છોકરી સાથે રાજનાદગાંવ આવીને લગ્ન કર્યા. ભાવેશની મુલાકાત ફિલિપાઇન્સની છોકરી જિઝેલ સાથે પાંચ વર્ષ પહેલા થઇ હતી. બન્ને ટર્કીની મર્ચન્ટ શિપ પર એક સાથે ટ્રેનિંગ કરી રહ્યા હતા, આ દરમિયાન બન્નેને પ્રેમ થઇ ગયો. ભાવેશે જિઝેલના પરિજનો સાથે વાત કરી અને તેમની સંમતિથી બન્નેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. ભાવેશે કહ્યું કે, ફિલિપાઇન્સમાં લવ મેરેજને માન્યતા ન હોવાના કારણે બન્નેએ ભારત આવીને લગ્ન કરવાનો નિર્ણય કર્યો.

હિંદુ રીતિરીવાજ સાથે થયેલા લગ્નના દરેક રિવાજ કે જેમાં, પીઠી, મેહંદી અને ફેરાને જિઝેલે સંપૂર્ણ રીતે સ્વીકારી. મીડિયા સાથેની વાતચીતમાં દુલ્હન બનેલી જિઝેલે કહ્યું કે, ભાવેશની સાથે તેની મુલાકાત પાંચ વર્ષ પહેલા મર્ચન્ટ નેવી પર થઇ હતી, જ્યાં તે ક્રૂ મેમ્બર હતી. તે ભાવેશને પસંદ કરતી હતી અને તેને ઇન્ડિયા પણ ખૂબ પસંદ હતું. તેણે કહ્યું કે, અહીંનું કલ્ચર અને લગ્નના રીતિરીવાજ તેમના માટે એકદમ નવા હતા, પણ તેને ખૂબ ગમ્યા. તેણે અહીંની પાણીપુરી, મોમોઝ, પાઉભાજી ખૂબ જ પસંદ છે. પણ તેને અહીંનું ખાવાનું સ્પાઇસી લાગે છે. ફિલિપાઇન્સમાં આટલું સ્પાઇસી ખાવાનું નથી ખવાતું.

ભાવેશે વાત કરતા કહ્યું કે, બન્ને એક જ શિપમાં ક્રુ મેમ્બરના રૂપમાં કામ કરી રહ્યા હતા. બન્ને એક બીજાને પસંદ કરવા લાગ્યા હતા, ફિલિપાઇન્સમાં જિઝેલનું કહેવું હતું કે, આ લગ્નથી તેના પરિજનો પણ ખૂબ ખુશ છે. જોકે, બન્ને પરિવારોનું કલ્ચર એકદમ અલગ હોવાથી એ લોકોને એકબીજા સાથે અડજસ્ટ થવામાં થોડો સમય લાગી શકે છે.

ભાવેશ અને જિઝેલ કતરની એક મર્ચન્ટ નેવીમાં એક જહાજમાં ક્રૂ મેમ્બર હતા. બન્નેની મુલાકાત અહીં જ થઇ હતી અને મુલાકાત પ્રેમમાં પરિણમી. ભાવેશે જિઝેલના પરિજનો સાથે લગ્નને લઇને વાત કરી તો તેમની તરફથી કોઇ પ્રકારની આનાકાની કરવામાં ન આવી અને બન્નેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. ફિલિપાઇન્સમાં લવ મેરેજને માન્યતા નથી આપવામાં આવી તેથી બન્નેએ ભારત આવીને લગ્ન કર્યા. ફિલિપાઇન્સની રહેવાસી જિઝેલ માટે ઇન્ડિયા આવીને લગ્ન કરવાનો અનુભવ સારો રહ્યો. પણ હિંદુ રીતિરિવાજ તેના માટે નવા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp