23 વર્ષીય યુવાનના 91 વર્ષની મહિલા સાથે લગ્ન? કરી આ ડિમાન્ડ! સ્ટોરીમાં છે ટ્વિસ્ટ

PC: mirror.co.uk

સામાન્ય રીતે લોકો પોતાનાથી 3 કે 5 વર્ષથી વધુ ઉંમરના નાના કે મોટા વ્યક્તિને લાઇફ પાર્ટનરના રૂપમાં પસંદ કરે છે. પણ દુનિયામાં રોજ એવી ખબરો સામે આવે છે, જે તમને ચોંકાવી નાખે છે. આર્જેંટીનાથી કંઇક આ પ્રકારનો જ મામલો સામે આવ્યો છે. જેમાં બે લાઇફ પાર્ટનરની ઉંમર વચ્ચે ઘણું મોટું અંતર છે. જોકે, આ મામલો એવો છે જેમાં એવું લાગી રહ્યું છે કે યુવકે સમજી વિચારીને 91 વર્ષીય મહિલા સાથે લગ્ન કર્યા.

આર્જેંટીનાના 23 વર્ષીય મોરિસિયો નામના યુવાને પોતાની મરી ચૂકેલી 91 વર્ષીય કાકી યોલાન્ડા ટોરિસના પેન્શન પર દાવો કર્યો છે. તેનું કહેવું છે કે, તેણે વર્ષ 2015ના ફેબ્રુઆરી મહિનામાં પોતાની 91 વર્ષીય કાકી સાથે લગ્ન કર્યા અને એપ્રિલ 2016માં યોલાન્ડાનું મોત થયું હતું. એવામાં તે પેન્શન લેવાને હકદાર છે. પણ ત્યાંની સરકારે તેની અરજી ત્યારે ફગાવી દીધી જ્યારે તપાસમાં સામે આવ્યું કે તેના પાડોશીઓએ લગ્નની વાતને નકલી ગણાવી છે.

આર્જેંટીનાના નોર્થ વેસ્ટમાં સાલ્ટા શહેરમાં મોરિસિયો રહે છે. 2009માં પોતાના માતા-પિતાના અલગ થયા પછી તે પોતાની માતા, બહેન, દાદી અને મોટા કાકી સાથે રહેતો હતો. 2016માં યોલાન્ડાના મોત પછી તે કાકીના પેન્શન માટે રજિસ્ટ્રેશનની કોશિશ કરવા લાગ્યો.

પેન્શન તો લઇને જ રહીશ

મોરિસિયોના દાવા પર તપાસ શરૂ કરવામાં આવી. જેમાં અધિકારીઓએ એ લોકો સાથે પણ વાત કરી જે પરિવારને ઓળખતા હતા અને તેમાં પાડોશીઓ પણ સામેલ હતા. પાડોશીઓએ કથિતપણે કહ્યું કે, તેમને લગ્ન વિશે કોઇ જાણ નથી. પરિણામ એ આવ્યું કે મોરિસિયોનો દાવો ફગાવી દેવામાં આવ્યો. પણ હવે મોરિસિયોનું કહેવું છે કે એ હવે સાબિત કરવા દેશની સર્વોચ્ચ અદાલતમાં જશે અને પેન્શન હાંસલ કરશે.

તેણે એક સ્થાનીય સામાચારપત્રમાં જણાવ્યું કે, યોલાન્ડાને તે દિલથી પ્રેમ કરતો હતો. તેના જીવનનો એક મોટો સહારો હતી. મારી સાથે લગ્ન કરવા એ તેમની અંતિમ ઈચ્છા હતી. તેમની મોતનું દુખ મને જીવનભર રહેશે.

મોરિસિયો આગળ કહે છે કે, જ્યારે મેં પેન્શન લેવા અરજી શરૂ કરી તો બધા જરૂરી દસ્તાવેજો આપ્યા છતાં પેન્શનમાં મુશ્કેલીઓ આવી રહી છે. યોલાન્ડાની ઉંમર ભલે 90થી વધારે રહી હોય પણ તે દિલથી જવાન હતી. તે માત્ર એ ઈચ્છતા હતા કે અમારા લગ્નમાં કોઇ કાયદાકીય મુશ્કેલી ન આવે. મોરિસિયોનું કહેવું છે કે, અમે ત્યારે લગ્ન કરવાનો નિર્ણય લીધો જ્યારે યોલાન્ડાએ વકીલાતના અભ્યાસના મારા ખર્ચામાં મદદ કરવાની વાત કહી. ત્યારે માતા-પિતાના અલગ થવાને લીધે હું અભ્યાસ છોડવા માગતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp