ભારતમાં મહિલાઓ કંઇ ઉંમરમાં બનાવી લે છે પહેલો યૌન સંબંધ? NFHSના સરવેમાં ખુલાસો

PC: hindustannewshub.com

એક દાયકા પહેલા ભારતે બાળ યૌન શોષણના મામલામાં એક કડક કાયદો રજૂ કર્યો હતો. હવે સહમતિથી યૌન સંબંધ બનાવનારા કિશોરોની વચ્ચે તેને અપરાધની શ્રેણીમાંથી બહાર કરવાની માંગ જોર પકડી રહી છે. દિલ્હીના એક જિલ્લામાં એક 16 વર્ષની છોકરીનો કથિતરીતે રેપ થયો હતો, પરંતુ તે છોકરીએ પોલીસને જણાવ્યું કે તેનો રેપ નહોત થયો. તે પોતાની મરજીથી તેની પાસે ગઈ હતી. ઇન્ડિયન નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના આંકડા દર્શાવે છે કે, ભારતમાં લોકો કાચી ઉંમરમાં જ યૌન સંબંધ બનાવી રહ્યા છે. 39 ટકા કરતા વધુ ભારતીય મહિલાઓએ 18 વર્ષની ઉંમર પહેલા યૌન સંબંધ બનાવ્યા છે.

25-49 આયુ વર્ગમાં 10 ટકાએ કહ્યું કે, તેમણે 15 વર્ષની ઉંમર પહેલા જ સેક્સુઅલ રિલેશન બનાવ્યા. જોકે, અહીં તેનો સંબંધ સહમતિ સાથે જોડીને ના જોવો જોઈએ. જોકે, ઘણા દક્ષિણ એશિયન દેશો સહિત દુનિયાના બાકી હિસ્સાઓમાં સહમતિથી સેક્સની ઉંમર 16 વર્ષ છે. સર્વે અનુસાર, ભારતીય મહિલાઓએ પહેલીવાર 18 વર્ષની ઉંમર પહેલા જ યૌન સંબંધ બનાવ્યા હતા. 58 ટકા મહિલાઓએ 20 વર્ષની ઉંમરમાં પહેલીવાર યૌન સંબંધ બનાવ્યા હતા.

તેનાથી વિપરીત પુરુષોએ સરેરાશ 24 વર્ષની ઉંમરમાં પહેલીવાર યૌન સંબંધ બનાવ્યા હતા, જે મહિલાઓની સરખામણીમાં પાંચ વર્ષ મોડું છે. એક ટકા પુરુષોએ 15 વર્ષની ઉંમર પહેલા જ યૌન સંબંધ બનાવ્યા હતા અને 7%એ 18 વર્ષની ઉંમર પહેલા સેક્સ કર્યું હતું. ભારતમાં મહિલાઓના લગ્ન પુરુષોની સરખામણીમાં ઘણા વહેલા થઈ જાય છે, જે ઉંમરમાં તેઓ યૌન સંબંધ બનાવે છે, તે ખૂબ જ ઓછી હોય છે.

આંકડાઓ અનુસાર, 25 વર્ષની ઉંમરમાં કુલ 85.7 ટકા મહિલાઓએ પહેલીવાર યૌન સંબંધ બનાવવાની વાત કહી. જ્યારે 49 વર્ષની ઉંમરની કુલ 88.6 ટકા મહિલાઓએ માન્યું કે તેમણે 25 વર્ષની ઉંમરમાં પહેલીવાર યૌન સંબંધ બનાવ્યા હતા. એટલે કે 25 વર્ષમાં મહિલાઓ સૌથી વધુ યૌન સંબંધ બનાવે છે.

20થી 24 વર્ષની ઉંમરના ગ્રુપના 4.6 ટકા પુરુષોએ કહ્યું કે, તેમણે પહેલીવાર યૌન સંબંધ 18 વર્ષની ઉંમરમાં બનાવી લીધા હતા. 30થી 34 વર્ષના ગ્રુપના 5.9 ટકા પુરુષોએ માન્યું કે, તેમણે પહેલો યૌન સંબંધ 18 વર્ષની ઉંમરમા જ બનાવી લીધો હતો. 35થી 38 વર્ષના ગ્રુપના 7.3 ટકા પુરુષોએ માન્યું કે, તેમણે પહેલીવાર યૌન સંબંધ 18 વર્ષની ઉંમરમાં જ બનાવ્યા. આંકડાઓ અનુસાર, સૌથી વધુ 45થી 49 વર્ષના 53.6 ટકા પુરુષોએ માન્યું કે, તેમણે 25 વર્ષની ઉંમરમાં પહેલી વખત યૌન સંબંધ બનાવ્યા હતા.

ભારતમાં સ્ત્રી અને પુરુષોની વચ્ચે યૌન સંબંધ બનાવવામાં મોટું અંતર જોવા મળ્યું. આ અંતરનું સૌથી મોટું કારણ લગ્નની ઉંમર છે. આંકડાઓ અનુસાર, મહિલાઓના લગ્ન નાની ઉંમરમાં જ કરી દેવામાં આવે છે આથી, મહિલાઓ નાની ઉંમરમાં જ યૌન સંબંધ બનાવે છે. ઇન્ડિયન નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના રિપોર્ટ અનુસાર, લગ્ન પહેલા યૌન સંબંધ હજુ પણ દેશના મોટા હિસ્સાઓમાં વર્જિત છે. આથી, પુરુષ પણ લગ્ન પહેલા સંબંધ બનાવવામાં ખચકાટ અનુભવે છે.

સેક્સુઅલી એક્ટિવ હોવાની વાત માનનારા સિંગલ પુરુષોનો રેશિયો 3% હતો. જેમણે 4 અઠવાડિયા પહેલા યૌન સંબંધ બનાવવાની વાત માની. સિંગલ મહિલાઓમાં આ આંકડો 1% કરતા પણ ઓછો છે. પંજાબ, હરિયાણા, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં સેક્સુઅલી એક્ટિવ સિંગલ પુરુષોનો રેશિયો 5% કરતા વધુ છે.

યૌન સંબંધ રાખનારા સિંગલ પુરુષોમાંથી 12%એ પરિચિતો સાથે યૌન સંબંધ બનાવવાની વાત કહી. જ્યારે એવા પુરુષોમાંથી 6%એ સેક્સ વર્કર સાથે સંબંધ બનાવવાની વાત જણાવી. સિંગલ મહિલાઓમાં આવા આંકડા ઓછાં જોવા મળ્યા. મહિલાઓના એક હિસ્સાએ માન્યું કે તેઓ પોતાના પરિચિતો સાથે યૌન સંબંધ બનાવે છે.

રિસર્ચમાં સામે આવ્યું કે, શહેરી મહિલાઓ 25-49 વર્ષની ઉંમરની ગ્રામીણ મહિલાઓની સરખામણીમાં લગભગ બે વર્ષ બાદ યૌન સંબંધ બનાવે છે. શહેરી મહિલાઓએ પહેલું રિલેશન સરેરાશ 20 વર્ષમાં બનાવ્યું, જ્યારે ગ્રામીણ ક્ષેત્રોમાં મહિલાઓએ 18 વર્ષની ઉંમરમાં યૌન સંબંધ બનાવી લીધા. રિસર્ચમાં એ પણ જાણવા મળ્યું કે. અશિક્ષિત મહિલાઓની સરખામણીમાં શિક્ષિત મહિલાઓએ પહેલીવાર મોડેથી યૌન સંબંધ બનાવ્યા. ગ્રામીણ વિસ્તારમાં 12માં ધોરણ બાદ છોકરીઓના લગ્ન થઈ જાય છે અને તે સેક્સુઅલી એક્ટિવ થઈ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp