નણંદ સાથે લગ્ન કરનાર ભાભીએ જણાવ્યું- કંઈ રીતે પરવાન ચડ્યો તેમનો પ્રેમ?

ભાભી-નણંદના લગ્ન કરવાના મામલામાં નવો ખુલાસો થયો છે. પોતાના દારૂડિયા સસરાની ગંદી હરકતોથી કંટાળીને મહિલાએ બે વર્ષ પહેલા પતિ અને બાળકો સાથે ઘર છોડી દીધુ હતું. તે તમામ સમસ્તીપુરના રોસડામાં ભાડાના ઘરમાં રહેતા હતા. એક રાત્રે નણંદ પણ પિતાની ગંદી હરકતથી કંટાળીને તેમની સાથે રહેવા આવી ગઈ. ભાભીનું કહેવુ છે કે, તેને પોતાની નણંદ સાથે પ્રેમ થઈ ગયો, ત્યારબાદ બંનેએ એકબીજાની સહમતિથી લગ્ન કરી લીધા. હવે, ભાભીએ પોતાની મોટી નણંદ પર નાની નણંદ એટલે કે પોતાની પત્નીના અપહરણનો આરોપ લગાવ્યો છે. નાની નણંદને શોધવા માટે મહિલાએ હંગામો કરી દીધો છે. તો બીજી તરફ, નાની બહેન સાથે પત્નીના લગ્ન બાદ પણ પતિએ પોતાની પત્નીનો સાથ નથી છોડ્યો અને પતિ પોતાની પત્ની સાથે અપહરણની ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યો.

આ અનોખી પ્રેમ સ્ટોરીની શરૂઆત છોડાહી ઓપી ક્ષેત્રના ભોજા ગામથી થઈ. 27 વર્ષીય શુભકલા દેવીએ જણાવ્યું કે, 10 વર્ષ પહેલા તેના લગ્ન છૌડાહી ઓપી ક્ષેત્રના શાહપુરમાં રહેતા પ્રમોદ દાસ સાથે થયા હતા. તેમના બે બાળકો પણ છે. મહિલાએ જણાવ્યું કે, સાથે રહેવા દરમિયાન જ નાની નણંદ સોની કુમારી સાથે તેને પ્રેમ થઈ ગયો પરંતુ, દારૂડિયા સસરા લાલ દાસની ગંદી હરકતોથી કંટાળીને બે વર્ષ પહેલા તેણે ઘર છોડવું પડ્યું. તે સમસ્તીપુર જિલ્લાના રોસડાના ઢરહા ગામમાં ભાડાના મકાનમાં પતિ અને બાળકો સાથે રહે છે.

એક વર્ષ પહેલા તેની નાની નણંદ સોની કુમારી મોડી રાત્રે અચાનક તેના ઘરે આવી. નણંદે પોતાના પિતા દ્વારા હેરાન કરવાની વાત કહી. મહિલાએ જણાવ્યું કે, પતિની પરવાનગી બાદ અમે બંને નણંદ-ભાભીએ એકબીજાની સહમતિથી મંદિર અને ત્યારબાદ કોર્ટમાં લગ્ન કર્યા. લગ્ન બાદ બંને પોલીસ સ્ટેશન પહોંચ્યા, જ્યાં નણંદે પિતા પર છેડછાડની ફરિયાદ દાખલ કરી. લગ્ન બાદથી જ મહિલાનો પતિ, નણંદ-ભાભી એક છત નીચે સાથે રહે છે.

રવિવારે છૌડાહી ઓપી ક્ષેત્રના ભોજા ગામમાં શુભકલા દેવી અને તેનો પતિ પ્રમોદ દાસ ગ્રામીણોના ઘરે-ઘરે જઈ વ્યથા સંભળાવી રહ્યા હતા. તેમનું કહેવુ છે કે, બે દિવસ પહેલા અમે બંને મજૂરી પર ગયા હતા. ઘરે નાના બાળકો અને તેમની નાની નણંદ પત્ની સોની હતી. ભાભીનો આરોપ છે કે તકનો લાભ લઈને મોટી નણંદ રોશની સાથે 20-25 લોકો જબરદસ્તી તેની પત્ની સોનીનું અપહરણ કરીને લઈ ગયા. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. હું મારી નણંદને ખૂબ જ પ્રેમ કરું છું. અમે અમારું લિંગ પરિવર્તન કરાવવાનું પણ મન બનાવ્યું છે. મહિલાએ કહ્યું કે, નણંદ ના મળી તો તે જીવી નહીં શકશે.

શુભકલા દેવીની મોટી નણંદ રોશની પર પોતાની નાની બહેનના અપહરણનો આરોપ લાગ્યો છે. રોશનીનું કહેવુ છે કે, તેની બહેન પોતાની મરજીથી મારી સાથે આવી છે. તેના ભાઈ-ભાભી ખોટી સંગતમાં છે. મહિલા સાથે મહિલાના લગ્ન સંભવ નથી. રોસડાના પોલીસ કૃષ્ણા પ્રસાદે જણાવ્યું કે, મહિલા અનુસાર તેણે પોતાની નણંદ સાથે પ્રેમલગ્ન કર્યા છે. મામલો અલગ પ્રકારનો છે, આથી તપાસ બાદ આવશ્યક કાર્યવાહી કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.