ગર્લ ફ્રેન્ડે દગો આપ્યો તો બોય ફ્રેન્ડને મળ્યા 25,000 રૂપિયા, જાણો કેવી રીતે?

PC: ndtv.in

આજકાલના યુવાનો જબરા સ્માર્ટ છે. પ્રેમમાં પણ ડીલ કરી નાંખે છે. સોશિયલ મીડિયા પર એક યુવાને પોતાની બ્રેકઅપ સ્ટોરી શેર કરી છે જે સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઇ રહી છે અને યુવકે અપનાવેલા આઇડિયાની લોકો વખાણ પણ કરી રહ્યા છે. આ યુવકે ટ્વીટ કરીને દાવો કર્યો છે કે ગર્લ ફ્રેન્ડ સાથે બ્રેકઅપ થયા બાદ તેને 25,000 રૂપિયા મળ્યા છે. યુવકનું કહેવું છે કે પહેલા ગર્લ ફ્રેન્ડે દગો આપ્યો એટલે નક્કી થયા મુજબ હાર્ટબ્રેક ઇન્શ્યોરન્સ ફંડ હેઠળ તેને આ રકમ મળી છે.

પ્રતિક આર્યન નામના યુવાને ટ્વીટ કરીને દાવો કર્યો કે તેને Heartbreak Insurance Fund હેઠળ તેને  ગર્લ ફ્રેન્ડ સાથેના બ્રેકઅપ પછી 25,000 રૂપિયા મળ્યા છે, એટલ સોશિયલ મીડિયા પર બધા પુછી રહ્યા છે કે ભાઇ, આ Heartbreak Insurance Fund શું છે?  તો યુવકે આનો જવાબ આપતા કહ્યું છે કે એક યુવતી સાથે રિલેશન શરૂ થયું હતું ત્યારે આપસી સંમતિમાં એવું નક્કી થયું હતું કે બ્રેકઅપની સ્થિતિ આવે તેના માટે બંનેએ ભેગા થઇને Heartbreak Insurance Fundનો આઇડિયા નક્કી કર્યો હતો. એના માટે તેમણે એક જોઇન્ટ એકાઉન્ટ ખોલાવ્યું હતું અને દર મહિને 500 રૂપિયા જમા કરાવતા હતા. બંનેએ એવું નક્કી કર્યું હતું કે જેને પહેલાં દગો મળશે તેને આ ભેગી થયેલી રકમ મળી જશે.

પ્રતિક આર્યને કહ્યું કે બે વર્ષ પછી તેની ગર્લ ફ્રેન્ડે તેને દગો આપ્યો એટલે Heartbreak Insurance Fundમાં જે 25,000 રૂપિયાની રકમ ભેગી થઇ હતી તે મને મળી ગઇ છે. પ્રતિકના આ ટ્વીટને 7લાખથી વધારે વ્યૂઝ મળી ગયા છે. સેંકડો યૂઝર્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

અન્ય એક ટ્વીટમાં પ્રતિકે કહ્યુ કે, યુવતીઓ કેમ વિચારે છે કે તેમને રિલેશનશિપમાં હાર્ટબ્રેક ઇન્શ્યોરન્સ ફંડનો લાભ મળી શકે છે? આ પોલીસી માત્ર વફાદાર લોકો માટે છે. એક યૂઝરે લખ્યું કે કમાલનો આઇડિયા છે, તો અન્ય યૂઝરે લખ્યું કે કપલ વચ્ચે આવો બિઝનેસ આઇડિયા પહેલીવાર જોયો. તો એક યૂઝરે લખ્યું કે આવી પણ કોઇ સ્કીમ હોય છે?

જો કે આવા યુવાનો કદાચ પ્રેમની સાચી પરિભાષા સમજતા જ નથી હોતા. Heartbreak Insurance Fund ઉભું કર્યું મતલબ કે તેમને પહેલેથી જ વિશ્વાસ હતો કે બ્રેકઅપ થવાનું છે. આવી વાતને પ્રેમનું નામ આપી શકાય નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp