લગ્નના બીજા જ દિવસે યુવતીએ માગ્યા ડિવોર્સ, કારણ જાણી તમે પણ કહેશો.. હદ કરી!

PC: independent.co.uk

એક મહિલાએ પોતાના લગ્નના બીજા જ દિવસે પતિને ડિવોર્સ આપવાનો નિર્ણય કર્યો. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં મહિલાએ સ્વીકાર્યું કે તેની ઘણી ચેતવણીઓ છતાં તેના લગ્નમાં પતિએ કંઇક એવું કર્યું કે તેણે આ નિર્ણય લેવો પડ્યો. સ્લેટના ડિયર પ્રૂડેંસ સલાહ કોલમમાં સબમિટ કરવામાં આવેલી એક પોસ્ટમાં નામ જાહેર કર્યા વિના મહિલાએ જણાવ્યું કે ટૂંક સમયમાં તેનો ડિવોર્સ થઇ જશે.

પહેલા કોઈ વિવાદ નહોતો

આ પોસ્ટમાં મહિલાએ કહ્યું કે, શરૂઆતમાં તેને લગ્ન કરવામાં કોઈ રૂચિ નહોતી. પણ જ્યારે તેના બોયફ્રેન્ડે તેને 2020માં પ્રપોઝ કરી તો તેણે હા પાડી દીધી. બંને લગ્નની તૈયારીઓની જવાબદારીઓ પરસ્પર વહેંચી લીધી હતી. માટે કોઈ વિવાદ નહોતો.

વિશ્વાસ હતો કે તે આવી ભૂલ નહીં કરે

મહિલાએ જણાવ્યું કે, તેની માત્ર એક જ શરત હતી કે લગ્નના દિવસે કોઈપણ અને ખાસ કરીને તેનો પતિ મહિલાના ચહેરા પર કેક લગાવશે નહીં. મને વિશ્વાસ હતો કે જો તે મને સારી રીતે જાણે અને સમજે છે તો તે આવી ભૂલ કરશે નહીં. પણ લગ્નમાં તેણે આ મજાક કરી. તેણે લગ્નની વચ્ચે મજાક કરતા મારી ગરદન પકડી અને મારો ચહેરો કેકમાં નાખી દીધો.

તૈયારી સાથે પ્રેન્ક કર્યો

મહિલાએ જણાવ્યું કે, ઘણું સમજાવ્યા છતાં તેના પતિએ આ પ્રેન્ક આગવી તૈયારીની સાથે કર્યો હતો. કારણ કે તેની પાસે બીજો કેક પહેલેથી જ તૈયાર હતો. એવામાં આ મને જરા પણ પસંદ આવ્યું નહીં અને બીજા જ દિવસે મેં તેને કહી દીધું કે, બસ...ઘણું સહન કર્યું. આ લગ્નનો અંત છે. મહિલાએ જણાવ્યું કે તેનો પરિવાર ઈચ્છે છે કે તે એના પતિને માફ કરી દે અને તેને બીજો ચાન્સ આપું. તેમને લાગી રહ્યું છે કે હું ઓવરરિએક્ટ કરી રહી છું.

હદ કરે છે...

મહિલાએ આગળ લખ્યું કે, મારા પતિએ એ સમજવાનું હતું કે હું એક કાર અકસ્માત પછીથી Claustrophobic છું અને આવી બધી બાબતોથી ડરી જાઉ છું. મહિલાએ લોકોને પૂછ્યું કે શું તેણે પોતાના પતિને માફ કરી દેવો જોઇએ. પોસ્ટના કમેન્ટમાં લોકોએ તેને ઘણી સલાહ આપી છે.

એક વ્યક્તિએ લખ્યું કે, તમારા પતિની હરકત સંબંધ શરૂ થવા પહેલાની ચેતવણી છે અને તમારે તેનાથી અલગ થઇ જવું જોઇએ. તો અન્ય એક વ્યક્તિએ લખ્યું કે, આટલી નાની વાતને લઇ પોતાનું જીવન ખરાબ ન કરો. તો અન્યએ લખ્યું કે, હદ કરે છે...આટલી નાની વાત પર કોઈ સાથ છોડે કે શું?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp