લગ્નના 12 વર્ષે મહિલા ઓફિસરના જીવનમાં ‘વો’ની એન્ટ્રી, તો પણ પતિ છોડવા તૈયાર નથી

PC: indiatimes.com

પ્રતાપગઢના પંચાયતી રાજ વિભાગમાં ચતુર્થ શ્રેણીમાં તહેનાત એક કર્મચારીની અસલ જિંદગીની સ્ટોરી ખૂબ જ ફિલ્મી છે. 14 વર્ષ પહેલા સંબંધમાં એક યુવતી સાથે પ્રેમ થયો અને વર્ષ બાદ જ બંનેના પારિવારીક રજામંદીથી લગ્ન થઈ ગયા. આ દરમિયાન યુવતીએ પોતાના પતિ પાસે ભણવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પોતે સિવિલની તૈયારી કરી રહેલા પ્રેમીએ આર્થિક તંગીના કારણે પોતાનો અભ્યાસ છોડી દીધો પરંતુ, પત્નીને આગળ ભણાવી. ભારતીય પ્રશાસનિક સેવાની તૈયારી કરી રહેલી પત્નીને આખરે બીજા પ્રયાસમાં પીસીએસમાં સફળતા મળી. પત્નીની સફળતા પર પરિવારમાં ખુશીનો માહોલ હતો. ટ્રેનિંગ બાદ પત્નીને પોસ્ટિંગ મળી ગઈ. આ દરમિયાન જીવન સુખરૂપ ચાલતું હતું.

પ્રયાગરાજ મંડલના એક જિલ્લામાં પત્નીને પોસ્ટિંગ મળી તો તેની સાથે જ તેને સરકારી આવાસ પણ મળી ગયુ. આ દરમિયાન પતિ પ્રતાપગઢમાં પોતાની નોકરી કરી રહ્યો હતો. જોકે, અઠવાડિયામાં બે દિવસ તે પત્નીની પાસે રહેતો હતો. આ દરમિયાન સોશિયલ મીડિયા દ્વારા ઓફિસર પત્નીની મિત્રતા એક ઓફિસર સાથે થઈ ગઈ. પ્રેમ એટલો આગળ વધી ગયો કે ઓફિસર પત્ની પોતાના પતિને અવગણવા માંડી. તેની જાણ પતિને 2021માં ઓફિસર પત્નીના મોબાઇલ દ્વારા થઈ. પતિના પૂછવા પર પત્નીએ કહ્યું તે, તે તેનો ફ્રેન્ડ છે. પતિને અવગણી દીધો. થોડાં દિવસો બાદ ઓફિસર પત્નીના પ્રેમીનું સરકારી આવાસ પર આવવા-જવાનું શરૂ થઈ ગયુ.

મામલો ત્યારે બગડ્યો કે જ્યારે પતિએ બંનેને બંધ રૂમમાં જોયા. વાત એટલી બગડી ગઈ કે સંબંધ તૂટવાના આરે આવીને ઊભો રહી ગયો. પતિ કોઇપણ સંજોગોમાં પત્નીને છોડવા નથી માંગતો જ્યારે ઓફિસર પત્ની તેની સાથે રહેવા માટે તૈયાર નથી. પતિનું કહેવુ છે કે, હવે એવી રીતે ધમકાવી રહી છે કે સ્વેચ્છાથી છૂટાછેડા આપી દો નહીં તો બરબાદ કરી દઇશ. જણાવી દઇએ કે, ઓફિસર પત્ની બરેલી મંડલના એક જિલ્લામાં તહેનાત છે.

પંચાયતી રાજ વિભાગમાં ચોથા વર્ગમાં તહેનાત કર્મચારીએ જણાવ્યું કે, તેની પ્રેમ કહાની 2008માં શરૂ થઈ હતી. તે દરમિયાન ઓફિસર પત્ની બીએ ફર્સ્ટ યરમાં ભણતી હતી. ઓફિસર પત્ની તેના દૂરના મામાની સાળી છે. એક વર્ષ ફોન પર વાતચીત બાદ તેના લગ્ન 2009માં થઈ ગયા હતા. ત્યારબાદ પતિએ પ્રયાગરાજમાં ભાડાનો રૂમ લઇને પત્નીને તૈયારી માટે કોચિંગ કરાવ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp