પ્રેમિકાએ કોબરા દ્વારા ડંખ મરાવી બોયફ્રેન્ડની હત્યા કરાવી

PC: amarujala.com

ઉત્તરાખંડના હલ્દ્વાનીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ત્યાંના જાણીતા હોટલ બિઝનેસમેન અંકિત ચૌહાણની હત્યાની તપાસમાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે. જેમાં અંકિતની પ્રેમિકાએ જ તેની હત્યા કરાવી હતી. પ્રેમિકાએ સાપના ડંખથી અંકિતને મારવાનો પ્લાન બનાવ્યો હતો. જેમાં તે સફળ રહી.

15 જુલાઈના રોજ એક કારની અંદર શંકાશીલ અવસ્થામાં અજ્ઞાત શવ પોલીસને મળી આવ્યું હતું. તપાસ પછી શવની ઓળખ હલ્દ્વાનીના વેપારી અંકિત ચૌહાણના રૂપમાં થઇ હતી. ઝેરી કોબરા દ્વારા અંકિતને મારવામાં આવ્યો હતો. પોલીસ અનુસાર, અંકિત માહીના ઘરે વારે વારે જતો હતો. જેથી માહી પરેશાન થઇ ગઇ હતી.

અંકિત ચૌહાણના મર્ડરની તપાસ કરી રહેલી પોલીસે મંગળવારે તેનો ખુલાસો કર્યો છે. નૈનીતાલના SSP પંકજ ભટ્ટે જણાવ્યું કે, રાજ્યમાં આ પ્રકારનો આ પહેલો મર્ડર કેસ છે. જેમાં સાપના ડંખ દ્વારા કોઈની હત્યા કરવામાં આવી છે. આ મર્ડર કેસમાં એક મહિલા સહિત પાંચ લોકો સામેલ છે. મહિલાનું નામ ડોલી ઉર્ફે માહી છે. જેને આ મર્ડરનું કાવતરુ રચ્યું હતું. અંકિતના પગમાં સાપ વડે ડંખ મરાવી તેની હત્યા કરવામાં આવી હતી. જેમાં એક મદારીનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો જે પોતાની સાથે સાપ લઇ આવ્યો હતો. પોલીસે મદારી રામનાથની ધરપકડ કરી છે.

મદારી રમેશ નાથે જણાવ્યું કે, અંકિતને દારૂ પીવડાવીને તેને બેભાન કરવામાં આવ્યો હતો. ત્યાર પછી અન્ય લોકોએ તેના હાથ પગ પકડી લીધા હતા. ત્યાર પછી રમેશે અંકિતના પગમાં કોબરા દ્વારા ડંખ મરાવ્યો. 10 મિનિટ રાહ જોઇ. ત્યાર પછી ફરી એકવાર બીજા પગમાં ડંખ મરાવ્યો.

હલ્દ્વાનીના રામપુર રોડ પર કારની અંદર અંકિતનું શવ મળ્યા પછી 17 જુલાઈના રોજ પરિવારની મંજૂરીથી કેસ દાખલ કરવામાં આવ્યો હતો. હાલમાં આ કેસમાં માહી સહિત 4 લોકો ફરાર છે. SSP પંકજ ભટ્ટનું આ મર્ડરને લઇ કહેવું છે કે, મૃતક અંકિત ચૌહાણના માહી સાથે સંબંધ હતા. માહી ઘણાં સમયથી અંકિતને બ્લેકમેલ કરીને પૈસા વસૂલી રહી હતી. ત્યાર પછી માહી અંકિતથી પીછો છોડવવા માગતી હતી પણ અંકિત સતત માહીને મળી રહ્યો હતો. એવામાં માહીએ અંકિતની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો. ત્યાર પછી સાપ દ્વારા અંકિતને ડંખ મરાવી તેની હત્યાનું કાવતરુ રચ્યું હતું. માહી હજુ પણ ફરાર છે. પોલીસ તેની શોધમાં છે. અન્ય 4 લોકોને પણ પોલીસ શોધી રહી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp