પત્નીની મોતનો આઘાત સહન ન કરી શક્યા પતિ, થોડા જ કલાકોમાં મોત
લગ્ન દરમિયાન સાત જન્મ સુધી સાથે રહેવાની કસમો ખાવામાં આવતી હોય છે. એક કપલે આ કસમ ખરેખર નિભાવી. 50 વર્ષ સુધી એકસાથે જીવ્યા. પછી દુનિયામાંથી પણ એકસાથે જ વિદાઇ લીધી. મામલો હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના સરકાઘાટનો છે. જ્યાં પત્નીની મોતના ગમમાં પતિએ પણ થોડા જ કલાકોમાં દમ તોડી દીધો અને બંનેના અંતિમ સંસ્કાર થોડા કલાકોના અંતરમાં એક જ જગ્યા પર થયા.
જાણકારી અનુસાર, મંડી જિલ્લાના સરકારઘાટની પંચાયત દેવ બ્રાડતાના ગામ લોઅર સંદોઆનો આ કિસ્સો છે. પત્નીની મોત પછી 90 વર્ષના પતિએ પણ પ્રાણ ત્યાગી દીધા. 90 વર્ષીય રઘુનંદન રિટાયર્ડ હેડમાસ્ટર હતા. તેમના 74 વર્ષીય પત્ની ઈન્દ્રી દેવીનું મંગળવારે બપોરે નિધન થયું. હજુ તો પત્નીની મોતને થોડા જ કલાકો વિત્યા હતા કે અચાનક તેમના પતિની પણ તબિયત ખરાબ થવા લાગી. મંગળવારે સાંજે સાત વાગ્યે રઘુનંદને પણ અંતિમ શ્વાસ લીધા.
કહેવામાં આવી રહ્યું છે કે ઈન્દ્રી દેવી પાછલા અમુક વર્ષોથી કેંસર સામે લડી રહ્યા હતા. લાંબા સમયથી બીમાર ચાલી રહેલા ઈન્દ્રી દેવીનું જેવું નિધન થયું. તેમના પતિ રઘુનંદન આ સદમો સહી શક્યા નહીં. આ દરમિયાન તેમની પણ તબિયત ખરાબ થઇ અને 6 કલાક પછી તેમણે પણ પ્રાણ ત્યાગી દીધા. 90 વર્ષીય રઘુનંદન હિમાચલ પ્રદેશ એજ્યુકેશન બોર્ડથી સેવાનિવૃત્ત રિટાયર થયા હતા. તેઓ 74 વર્ષીય પત્ની ઈન્દ્રી દેવી અને દીકરા સાથે રહેતા હતા. હાલમાં તેમના નિધન પર સ્થાનિક લોકો અને નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે.
જણાવીએ કે, આ પ્રકારના કિસ્સા આગળ પણ જોવા મળ્યા છે. આ પહેલા એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં પત્ની પતિના નિધનનો સદમો સહન કરી શક્યા નહીં તેમને પણ પ્રાણ ત્યાગી દીધા હતા. બિહારના એક અન્ય કિસ્સામાં તો પતિએ આત્મહત્યા કરી લીધી હતી. બિહારના વૈશાલી ડિલ્લામાં કેંસર પીડિત પત્નીના નિધનથી આહત યુવકે આત્મહત્યા કરી લીધી. 48 વર્ષીય વિકાસ સિંહે પોતાને ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. પત્નીના મોતનો ગમ સહન ન કરી શકતા પતિએ પોતાનો જ જીવ લઇ લીધો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp