મારા પતિના બીજી મહિલાઓ સાથે સંબંધ છે પરંતુ, હું કંઈ કરી નથી શકતી...

હું એક પરીણિત મહિલા છું. મેં મારા પતિ સાથે લવ મેરેજ કર્યા હતા. વર્ષ 2020 સુધી અમારા બંને વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યું હતું. હું મારા પતિ સાથે ખૂબ જ ખુશ હતી. પરંતુ, અચાનક મને પોતાના પતિની અસલિયત અંગે જાણકારી મળી. મને જાણવા મળ્યું કે તેણે મને સંબંધની શરૂઆતથી જ છેતરી છે. હું તેના પર આંખ બંધ કરીને વિશ્વાસ કરી રહી હતી પરંતુ, તેણે મને હંમેશાં મુર્ખ બનાવી. મારો પતિ લગ્ન બાદથી જ બીજી મહિલાઓ સાથે સંબંધમાં છે. તેને ક્યારેય મને છેતરવાનો પસ્તાવો ના થયો. તેનું પહેલા પણ ઘણી છોકરીઓ સાથે અફેર રહી ચુક્યુ છે.

મેં તેના મોબાઇલમાં ઘણી છોકરીઓના મેસેજ-વીડિયો જોયા છે. એવામાં જ્યારે એકવાર મેં આ મુદ્દા પર તેનો સામનો કર્યો, તો તેણે મને જ દોષી ગણાવી દીધી. પહેલા તો મને લાગ્યું કે તેનાથી અજાણતા ભૂલ થઈ છે પરંતુ, વારંવાર તેની આવી હરકતો જોઈ મને એહસાસ થયો કે તે માત્ર મને છેતરી રહ્યો છે. મારા બે બાળકો છે. હું આ સંબંધ તોડવા નથી માંગતી પરંતુ, મને એ પણ નથી સમજાતું કે હું તેની સાથે શું કરું? હું બધુ જ જાણુ છું છતા ચૂપ છું.

મહિલાના આ જવાબ પર પ્રિડિક્શન ફોર સક્સેસના સંસ્થાપક અને રિલેશનશિપ કોચ વિશાલ ભારદ્વાજે કહ્યું કે, મને એ જોઈને ખૂબ જ દુઃખ થાય છે કે લોકો પળવારની ખુશી માટે પોતાના લગ્નને બરબાદ કરવામાં કોઈ કસર નથી છોડતા. વ્યક્તિ દગો ત્યારે જ સહન કરી શકે છે જ્યારે માફી દિલથી માંગવામાં આવે. પરંતુ, વારંવાર ચીટિંગ કરીને તમારા પતિએ એ સ્પષ્ટ કરી દીધુ છે કે તેને તમારી સાથે પ્રેમ નથી. તેમજ તેને પોતાની ભૂલનો પણ અહેસાસ નથી.

જો તમે આ લગ્ન તોડવા ના માંગતા હો તો તમે આ સંબંધને બચાવવા માટે એક અંતિમ પ્રયત્ન જરૂર કરી શકો છો. જો તમારો પાર્ટનર પોતાની ભૂલનો દોષ તમને જ આપી રહ્યો હોય તો તમારે તેની સાથે બેસીને વાત કરવાની જરૂર છે. તેને એ વાતનો એહસાસ કરાવો કે તમને અને આ સંબંધને તેમની કેટલી જરૂર છે.

એટલું જ નહીં, તમે તેની સાથે ખુલીને વાત કરો અને સમજાવો કે લગ્નમાં વફાદારી અને ઈમાનદારી કેટલી જરૂરી છે. તમે તેને એ પણ જણાવી શકો છો કે જો આ સંબંધ તૂટ્યો તો તેની અસર તમારા બંને બાળકો પર પણ પડશે. જો તમારા પ્રયત્નો છતા તમારો પતિ ના માને તો તમારે પોતાના પરિવાર સાથે વાત કરવી જોઈએ. આવુ એટલા માટે કારણ કે ક્યારેક-ક્યારેક આપણે એટલા માટે ચૂપ રહી જઈએ છીએ કે સંબંધ તૂટવા પર શું થશે? જોકે, આ અપ્રોચ ખોટો છે અને એક સમયે તમને તે મોટી મુશ્કેલીમાં પણ મુકી શકે છે.

જો તમે હાલ કામ ના કરી રહ્યા તો તમે પોતાના માટે ફાયનાન્સિયલ ઓપ્શન્સ પણ શોધી શકો છો. હું એવુ એટલા માટે કહી રહ્યો છું કારણ કે, આર્થિકરીતે સ્વતંત્ર થઈને તમે પોતાના સ્વાભિમાન માટે યોગ્ય નિર્ણય લઈ શકશો. બાળકોનો ઉછેર કરવાની જવાબદારી માતા અને પિતા બંનેની હોય છે. બાળકો પોતાના માતા-પિતાને રોલ મોડલ માને છે. તેમને સાચા સંબંધોની પરિભાષા શીખવવી એ તમારા બંનેની જવાબદારી છે. બાળકો વાતોને ફોલો નથી કરતા. તેઓ માત્ર તમારા પગલાં પર ચાલે છે. એવામાં જો તમે દુઃખી અથવા ચિંતિત રહેશો, તો તેની ખરાબ અસર તેમના પર પણ પડશે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.