4 બાળકોની મા પ્રેમી સાથે ભાગી તો પતિએ પ્રેમીની પત્ની સાથે કરી લીધા લગ્ન

બિહારમાં એક અજીબ મામલો સામે આવ્યો છે. ખગડિયામાં 4 બાળકોની મા પોતાના પતિને છોડીને જૂના પ્રેમી સાથે ભાગી ગઈ. મહિલાના પતિએ તેના પ્રેમીની પત્ની સાથે મોબાઈલ પર વાતો શરૂ કરી. બંને વચ્ચે પ્રેમ થઈ ગયો અને તે બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. બંનેની પત્નીઓ અને બાળકો અદલા-બદલી કરવામાં આવ્યા. બંને બિહારથી બહાર પોતપોતાના પરિવાર સાથે સુખી પારિવારિક જીવન વીતાવી રહ્યા છે. મુકેશ કુમાર સિંહની પત્ની ઘરેથી અચાનક ગાયબ થઈ જતા ચારેબાજુએ ચર્ચાઓ થઈ રહી હતી. બીજી તરફ હરદિયા ગામમાં રહેતા નીરજ કુમાર સિંહના ઘરના લોકો ચિંતિત હતા કે ક્યાંક પત્નીના ભાગી જવાથી નીરજ કોઈ ખોટું પગલું ના ભરી લે. દરમિયાન, નીરજ કુમાર સિંહ અને તેની નવી પત્નીએ એક સાથે વીડિયો જાહેર કરી બંનેએ એકબીજા સાથે લગ્નની જાણકારી આપી. હવે ચારેબાજુએ આ લવ સ્ટોરીની ચર્ચા થઈ રહી છે.

ખગડિયાના હરદિયા ગામમાં રહેતા નીરજ કુમાર સિંહના લગ્ન 14 વર્ષ પહેલા 2009માં ગોગરીના પસરાહા ગામમાં રહેતી રુબી દેવી સાથે થયા હતા. લગ્ન પહેલા રુબી પોતાના ગામના જ મુકેશ કુમાર સિંહને પ્રેમ કરતી હતી. લગ્ન બાદ પણ તેમનો પ્રેમ પ્રસંગ ચાલતો રહ્યો. દરમિયાન, નીરજ કુમાર સિંહ અને રુબી દેવીને ચાર બાળકો થયા. પરંતુ, રુબીનો પ્રેમ પોતાના પ્રેમી સાથે ઓછો થવાને બદલે વધતો ગયો. રુબીના લગ્નના થોડાં વર્ષો બાદ તેના પ્રેમી મુકેશ કુમાર સિંહના પણ લગ્ન થઈ ગયા હતા અને સંજોગોવશાત તેની પત્નીનું નામ પણ રુબી દેવી જ છે. દરમિયાન આશરે એક વર્ષ પહેલા 6 ફેબ્રુઆરી, 2022ના રોજ નીરજ કુમાર સિંહની પત્ની રુબી દેવી એક પુત્રીને છોડી પોતાના ત્રણ બાળકો સાથે પ્રેમી મુકેશ કુમાર સિંહ સાથે ભાગી ગઈ.

પત્નીના ભાગી જવાથી નીરજ કુમાર અંદરથી તૂટી ગયો બીજી તરફ મુકેશ કુમાર સિંહની પત્ની પણ પતિની બેવફાઈથી એકલતા અનુભવવા માંડી. પતિના છોડી ગયા બાદ મુકેશની પત્ની રુબી દેવી પોતાના બાળકો સાથે એકલી રહેતી હતી. દરમિયાન નીરજ કુમારને પોતાની પત્નીના પ્રેમીની પત્નીનો મોબાઈલ નંબર મળ્યો. તેણે ફોન કરીને પોતાનો પરિચય આપ્યો તો બંને એકબીજાની વ્યથા સંભળાવવા માંડ્યા. પોતાના પતિ અને પત્નીની બેવફાઈનું દુઃખ સહેવુ મુશ્કેલ બની ગયુ અને બંને વચ્ચે પ્રેમ શરૂ થઈ ગયો. એકબીજાને મળ્યા બાદ બંનેની એક નવી પ્રેમ કહાની શરૂ થઈ અને તે બંને 11 ફેબ્રુઆરીના રોજ પોતાના ઘરેથી ભાગી ગયા અને 18 ફેબ્રુઆરીના રોજ બંનેએ કોર્ટમાં લગ્ન કરી લીધા. પછી, બંને પોતપોતાના બાળકોને લઈને મધ્ય પ્રદેશ ચાલ્યા ગયા, જ્યાં બંને સુખી લગ્નજીવન માણી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

તેલંગાણાના નિર્મલ જિલ્લાના આ ચૂંટણીના સમાચાર સાબિત કરે છે કે, દરેક લોકોએ મત આપવો કેટલો મહત્વપૂર્ણ હોય છે. અહીં...
National 
પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.