પત્નીઓ અમને ફટકારે તો ક્યા જઇએ? પીડિત પુરુષોએ કમિશન ફોર મેન બનાવવા SCમા અરજી કરી

PC: zeenews.india.com

આપણે અત્યાર સુધી ઘરેલુ હિંસાના મામલામાં પરિવાર અથવા પતિ દ્રારા હુમલાની વાત સાંભળતા આવ્યા છે, પરંતુ કેટલાંક કિસ્સાઓમાં પત્નીઓ પણ હિંસક રૂપ ધારણ કરીને પત્નીની ધોલાઇ કરે છે. આપણા દેશમાં મહિલાઓની સુરક્ષા માટે કાયદા છે, પરંતુ  પત્નિ પીડિત પુરુષો માટે કાયદા નથી.

દેશમાં પત્ની પીડિત પતિઓની સંખ્યા વધતી જઇ રહી છે. National Crime Records Bureau (NCRB)ના 2021 આંકડા મુજબ દેશમાં 81,063 પરણીત પુરુષોએ આત્મહત્યા કરી છે, જેમાં 33.2 ટકા પુરુષોએ પારિવારિક સમસ્યામાં અને 4.8 ટકા પુરુષોએ લગ્ન સંબંધિત અને ઘરેલું હિંસાને કારણે આત્મહત્યા કરી લીધી હતી. આને કારણે પત્ની પીડિત પુરુષોએ સુપ્રીમ કોર્ટમાં નેશનલ કમિશન ફોર મેન બનાવવા માટે  અરજી કરી છે.

દેશમાં પુરૂષો માટે નેશનલ કમિશનની રચના કરવાની માંગ વધી રહી છે. બુધવારે આ માંગને લઈને સુપ્રીમ કોર્ટમાં એક અરજી પણ દાખલ કરવામાં આવી હતી. એડવોકેટ મહેશ કુમાર તિવારીએ આ અરજી દાખલ કરી છે, જેમાં ઘરેલુ હિંસાનો ભોગ બનેલા પરિણીત પુરૂષો દ્વારા આત્મહત્યા જેવા મામલાઓનો સામનો કરવા માટે ગાઇડલાઇન્સ બનાવવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં, ભારતમાં આકસ્મિક મૃત્યુ પર 2021 માં પ્રકાશિત NCRB ડેટાને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે સમગ્ર દેશમાં 1,64,033 લોકોએ આત્મહત્યા કરી છે.

તેમાંથી 81,063 પરિણીત પુરુષો અને 28,680 પરિણીત મહિલાઓ છે. એવું પણ જણાવવામાં આવ્યું હતું કે વર્ષ 2021માં લગભગ 33.2 ટકા પુરુષોએ પારિવારિક સમસ્યાઓના કારણે અને 4.8 ટકાએ લગ્ન સંબંધિત કારણોસર પોતાનો જીવ આપ્યો હતો. NCRBના ડેટાને ટાંકીને, અરજીમાં કહેવામાં આવ્યું છે કે 33.2 ટકા પુરુષોએ કૌટુંબિક સમસ્યાઓના કારણે , 4.8 ટકાએ વૈવાહિક વિખવાદ અને ઘરેલું હિંસાને કારણે આત્મહત્યા કરી છે.

આ  અરજીમાં સુપ્રીમ કોર્ટને વિનંતી કરવામાં આવી છે કે કાયદા પંચ  પીડિત પુરુષોની આત્મહત્યા પર અભ્યાસ કરે અને તેના આધારે નેશનલ કમિશન ફોર મેનની રચના કરે. આ સિવાય રાષ્ટ્રીય માનવાધિકાર પંચને ઘરેલુ હિંસાથી પીડિત પુરૂષોની ફરિયાદો પર કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ઘરેલુ હિંસાનો ભોગ બનેલા પુરૂષોની ફરિયાદ પર પોલીસને કેસ નોંધવાની સૂચના આપવી જોઈએ.

ઘરસંસારમાં પત્નીઓના ત્રાસનો ભોગ બનેલા અને પત્નીઓ તરફથી માર મારવાના કે ફટકારવાની ઘટનાથી પીડિત પતિદેવોએ ભેગા થઇને અખિલ ભારતીય પત્ની અત્યાચાર વિરોધી સંઘ ની સ્થાપના કરેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp