26th January selfie contest

લગ્નના 1 વર્ષ બાદ પણ મારા પતિ મને અડતા નહીં, પછી જે થયું તેણે મને હચમચાવી દીધી

PC: twitter.com

આપણા સમાજમાં દીકરીના જન્મ સાથે જ તેને લગ્નનો મતલબ સમજાવી દેવામાં આવે છે અને તેને નાનપણથી જ લગ્ન માટે માનસિકરીતે તૈયાર કરવામાં આવે છે. કારણ કે, આપણા સમાજમાં લગ્નને પવિત્ર બંધન માનવામાં આવે છે, જેને કોઈપણ સંજોગોમાં સાચવીને રાખવાનું શીખવવામાં આવે છે. પરંતુ, દરેકનું લગ્ન જીવન સુખી હોય એવુ જરૂરી નથી. આવુ જ કંઈક મારી સાથે પણ થયુ. સમયની સાથે મને સમજાયુ કે કઈ રીતે આપણે બીજાની ખુશીઓની પરવાહ કરીને પોતાની ખુશીઓને દાંવ પર લગાવી દઈએ છીએ.

જ્યારે મારા લગ્ન થયા ત્યારે મારી ઉંમર 26 વર્ષ હતી. પોતાના લગ્નને લઈને હું ખૂબજ એક્સાઈટેડ હતી. મને વિશ્વાસ હતો કે મારા માતા-પિતાએ મારા માટે એકદમ યોગ્ય વ્યક્તિ પસંદ કરી હશે, જે મને હંમેશાં ખુશ રાખશે. પરંતુ, હું નહોતી જાણતી કે મારા નસીબમાં કંઈક અલગ જ લખ્યું હતું. લગ્ન પહેલા મારા ભાવિ પતિને હું એક-બેવાર મળી હતી. તેઓ ખૂબ જ શરમાળ અને શિષ્ટ હતા. તેમને જોઈને મને લાગ્યું કે તેઓ મારા માટે એકદમ પરફેક્ટ છે. મારા પિતાએ મારા લગ્ન ખૂબ જ સારી રીતે કર્યા હતા. પરંતુ, લગ્નની પહેલી રાત્રે મારી સાથે કંઈક એવુ થયુ, જેને કારણે મારા જીવનમાં ઝંઝાવાત આવી ગયો.

લગ્નની પહેલી રાત નવદંપતિ માટે કેટલી મહત્ત્વની હોય છે. આ અનુભવને યાદગાર બનાવવા માટે મેં પોતાને તૈયાર કરી રાખી હતી. મારા પતિ અંદર આવ્યા, બેસ્યા અને મુશ્કેલીથી થોડી મિનિટ મારી સાથે વાત કરી. તેમણે એવુ કહીને વાત પૂર્ણ કરી દીધી કે તેઓ ખૂબજ થાકી ગયા છે. મેં પણ એવુ જ વિચાર્યું કે લગ્નના રિવાજોને કારણે તેઓ થાકી ગયા હશે. મારા લગ્નને એક અઠવાડિયુ થઈ ચુક્યુ હતું અને મારા પતિએ મને હાથ પણ નહોતો લગાવ્યો. મને કંઈક અજીબ લાગી રહ્યું હતું પરંતુ, હું પહેલ કરવા નહોતી માંગતી. આમ તો તેઓ ખૂબ જ સભ્ય વ્યક્તિ હતા, પરંતુ, મને વારંવાર એક જ વાત હેરાન કરી રહી હતી કે તેઓ મારી સાથે ફિઝિકલ થવામાં કોઈ રસ નથી ધરાવતા. એટલું જ નહીં, જેમ-જેમ સમય પસાર થતો ગયો તેમ મને લાગવા માડ્યું કે તેમને મારી સાથે મારા પતિ નહીં પરંતુ ફ્રેન્ડ બનવુ વધુ પસંદ હતું.

આ જ રીતે મહિનાઓ વીતતા ગયા પરંતુ, હવે અમારી વચ્ચે ન્યૂ કપલવાળી ફીલિંગ નહોતી. એવુ લાગી રહ્યું હતું કે, લગ્ન કરવા અને તેને નિભાવવા તેમની મજબૂરી બની ગઈ હતી. મને ક્યારેય તેમનાથી કોઈ ફરિયાદ નહોતી. કારણ કે, તેઓ ખૂબ જ સારા વ્યક્તિ હતા પરંતુ, મને હંમેશાં લાગતું કે અમારા જીવનમાં કંઈક ખૂટી રહ્યું છે.

અમારા લગ્નને એક વર્ષ થઈ ગયુ અને અમારી વચ્ચે નાનકડી વાતને લઈને ઝઘડો થઈ ગયો અને તેણે ગંભીર રૂપ લઈ લીધુ. મારા મનમાં ગુસ્સો હતો, તો મેં કહ્યું દીધુ કે હું એક પતિ માટે તરસી રહી છું, જે મને ક્યારેય નથી મળ્યો. મારા આ શબ્દો સાંભળી મારા પતિ અંદરથી તૂટી ગયા અને રડવા માંડ્યા. ત્યારબાદ તેમણે મારી માફી માંગી અને કહ્યું કે, તેમનો ઈરાદો મને દુઃખી કરવાનો નહોતો. પરંતુ, તેમને મહિલાઓ પસંદ નથી. તેમણે કબૂલ કર્યું કે તેઓ સમલૈંગિક છે. હું કંઈ સમજી નહોતી શકતી. મેં ફરી પૂછ્યું કે, તમે સમલૈંગિક છો, તો તેમણે મારી તરફ જોયુ અને કંઈ ના કહ્યું.

હું આ વાતને એક ખરાબ સપનું સમજીને ભૂલવા માંગતી હતી. પરંતુ, સાથે હું એ પણ જાણતી હતી કે આ સપનું નથી હકીકત છે. મારા પતિ પુરુષોને પસંદ કરે છે. મારે આ વાતનો કોઈપણ સંજોગોમાં સ્વીકાર કરવાનો હતો પરંતુ, આ દરમિયાન મારી ખુશીઓનું શું. મેં પોતાની ખુશીની પરવાહ કર્યા વિના તેમની સાથે જીવનભર લગ્નનું નાટક કરવાનો નિર્ણય કર્યો. જોકે, તેમણે મારાથી આ વાત છૂપાવવા બદલ માફી માંગી.

તેમણે કહ્યું કે, તેઓ આ બધુ જ મને જણાવવા માંગતા હતા પરંતુ, તેમને લાગ્યું કે લગ્નજીવનમાં વ્યસ્ત થયા બાદ કદાચ તેઓ બદલાઈ જશે. પરંતુ, એવુ ના થયુ. અમે નિર્ણય કર્યો કે હવે આવુ ના ચાલી શકે. અમારે કોઈક ને કોઈક નિષ્કર્ષ પર પહોંચવાનું હતું. એવામાં અમે છૂટાછેડાની અરજી દાખલ કરી. જેના કારણે અમારા પરિવારો વચ્ચે સંબંધ ખરાબ થઈ ગયા. પરંતુ, મારા અને મારા પતિની વચ્ચે મિત્રના રૂપમાં સંબંધ વધુ મજબૂત થઈ ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp