હું 45 વર્ષની પરીણિત મહિલા છું અને એક યુવક સાથે મારા સંબંધો છે કારણ કે...

PC: newsbytesapp.com

એક 45 વર્ષીય પરીણિત મહિલા પોતાના એક્સ્ટ્રા મેરિટલ અફેરના કારણે મુશ્કેલીમાં મુકાઈ છે. આથી, તેણે આ અંગે સલાહ લેવા માટે એક્સપર્ટનો સંપર્ક કર્યો હતો. તે મહિલાએ પોતાની સમસ્યા વિશે વાત કરતા જણાવ્યું હતું કે, હું 45 વર્ષીય પરીણિત મહિલા છું. મારા લગ્ન 17 વર્ષ પહેલા થઈ ગયા છે. મારી એક યુવાન દીકરી પણ છે. પરંતુ મારી સમસ્યા એ છે કે, હું મારા વૈવાહિક જીવનમાં જરા પણ ખુશ નથી. મારા પતિ એક સારા વ્યક્તિ તો છે, પરંતુ તેઓ ક્યારેય પણ એક સારા પાર્ટનર ના બની શક્યા. તેઓ મારી ભાવનાત્મક જરૂરિયાતોને નથી સમજતા. તેમને એ વાતથી કોઈ ફરક નથી પડતો કે હું તેમના માટે શું અનુભવુ છું. અમે બંને ક્યારેક જ વાત કરીએ છીએ. હું માત્ર એક પ્રેમવિહીન વિવાહને નિભાવી રહી છું.

જોકે, મને એ વાતથી કોઈ સમસ્યા નથી કે મારા પતિ મારી સાથે ઓછી વાત કરે છે. પરંતુ, તે વાતનું મને દુઃખ છે તેઓ માત્ર પોતાની જરૂરિયાત પૂર્ણ કરવા માટે મારો ઉપયોગ કરે છે. આવુ એટલા માટે કારણ કે જ્યારે પણ તેમને શારીરિક ઈચ્છાઓ થાય છે, તો તેઓ માત્ર ત્યારે જ મારી પાસે આવે છે. નહીં તો તેમના જીવનમાં મારા માટે કોઈ જગ્યા નથી. આથી, મારું પોતાના એક સાથી સાથે અફેર ચાલી રહ્યું છે. તે મારાથી 10 વર્ષ નાનો છે. હું તેને ખૂબ જ પ્રેમ કરું છું. તે પણ મને પ્રેમ કરે છે. તે મારી ભાવનાત્મક જરૂરિયાતો સમજે છે સાથે જ જ્યારે પણ હું તેની સાથે હોઉ છું ત્યારે ખૂબ જ ખુશ રહું છું. અમે એકબીજા સાથે રહેવા માંગીએ છીએ. પરંતુ હું જે સ્થિતિમાં છું, તેને જોતા અમારા બંનેનું એકબીજા સાથે લગ્ન કરવુ સંભવ નથી.

એટલું જ નહીં, અમે બંને અલગ બેકગ્રાઉન્ડમાંથી આવીએ છીએ, જેના કારણે પણ આ સંબંધ આગળ ના વધી શકે. હું તેની સાથે જીવન વિતાવવા માંગુ છું, પરંતુ પતિ અને યુવાન દીકરી તેમજ સમાજની વાતો મને ડરાવી રહી છે. મને સમજાઈ નથી રહ્યું કે મારે શું કરવું જોઈએ?

આ અંગે સલાહ આપતા એક્સપર્ટે જણાવ્યું હતું કે, હું સમજી શકું છું કે જે સ્થિતિમાં તમે છો, તેના કારણે તમારા મનમાં શું ચાલી રહ્યું હશે. પરંતુ, આ બધી વાતો સાંભળ્યા બાદ હું તમને એટલું જ કહીશ કે તમે તમારા જીવનમાં સમસ્યાઓનો સામનો કરવાને બદલે બીજી જગ્યાએ સમાધાન શોધી લીધુ છે. હું માનુ છું કે એક પ્રેમવિહીન લગ્નમાં રહેવુ શ્વાસ રુંધવા જેવુ છે, પરંતુ જે સંબંધમાં હાલ તમે છો, તેને આગળ વધારવો મુશ્કેલ બની શકે છે.

તમે જે રીતે કહ્યું તે રીતે એક પ્રેમવિહીન લગ્નમાં રહેવા કરતા તેમાંથી અલગ થવુ જ સારું છે. આવુ એટલા માટે કારણ કે જે સ્થિતિમાં તમે છો, તેમા સમયની સાથે માત્ર આક્રોશ અને ક્રોધની ભાવના જ જન્મ લેશે. જો તમે આ લગ્નમાં બંધાઈને રહેવા માગતો હો તો તમારે પતિ સાથે એ પડકારો પર કામ કરવું પડશે, જેના કારણે તમારા બંને વચ્ચે મુશ્કેલીઓ આવી રહી છે. જેમા તમે કાઉન્સિલર અથવા પરિવારજનોની પણ મદદ લઈ શકો છો. પ્રેમી સાથેના તમારા સંબંધોનું કોઈ ભવિષ્ય નથી. કારણ કે, જે છોકરાને તમે પ્રેમ કરો છો તે 10 વર્ષ નાનો છે. તેનું પોતાનું અલગ જીવન છે. બની શકે કે તે હાલ તમારા પ્રેમમાં હોય, પરંતુ એક સમય એવો પણ આવી શકે છે જ્યારે તેની ભાવનાઓ તમારા માટે બદલાઈ જાય. એટલું જ નહીં, તેના માતા-પિતા આ સંબંધનો ઈન્કાર કરી શકે છે. તેમજ આ બધી બાબતોની અસર તમારી દીકરી પર પણ પડી શકે છે. એવામાં જે પણ નિર્ણય લો તે સમજી-વિચારીને લેજો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp