'મેં જીના ચાહતી હું’, હાથ પર હિંદીમાં સ્યૂસાઇડ નોટ લખીને સુરતમાં પરિણીતાનો આપઘાત

PC: divyabhaskar.co.in

સુરતના પરવટ પાટીયા વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લેતા આ વિસ્તારમાં સનસનાટી મચી ગઇ છે. લગ્નને 9 વર્ષ થયા હતા અને પરણિતાને સંતાનોમાં  એક દીકરો અને એક દીકરી છે, પરંતુ ઘરકંકાસથી કંટાળેલી આ મહિલાએ મોતનું વ્હાલું કરી દીધું હતું. પોલીસને મહિલાના હાથ પર હિંદી ભાષામાં લખેલી સ્યુસાઇડ નોટ મળી હતી.  જેમાં લખ્યું હતું કે,'મુજે મેરા પતિ બહોત પરેશાન કરતા હૈ. મેરી કોઈ ગલતી નહીં હૈ. મૈં જીના ચાહતી હૂં. પોલીસે પતિ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે.

 પોલીસ પાસેથી જાણવા મળેલી વિગત મુજબ ઘરકંકાસને કારણે મોતને વ્હાલું કરનાર  સીતાબેન મૂળ મૂળ ઝારખંડની વતની હતા અને તેમનાલગ્ન તેમના વતન નજીક આવેલા ડોરડા ગામ ખાતે રહેતા પ્રવીણ છોટીનાથ ગોસ્વામી સાથે વર્ષ 2014માં થયા હતા. એ પછી દંપતિ સુરત આવીને વસ્યુ હતું અને પરવત પાટીયા વિસ્તારમાં રહેતું હતું. પતિ પ્રવીણ ગોસ્વામી રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. મહિલાએ આપઘાત કરી લેતાં બંને સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે.

પરિણીતાને ફાંસી પર લટકતી જોઇને પડોશીઓએ 108ને ફોન કરીને બોલાવી હતી અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ મહિલાનું પ્રાણ પંખેરું ઉડી ચૂક્યું હતું. પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

જાણવા મળેલી માહિતી મુજબ પતિ પ્રવિણ પત્ની પર અનેક પ્રતિબંધો લગાવતો હતો. પત્નીને ઘરની બહાર નિકળવા ન દેતો અને મોબાઇલનો ઉપયોગ પણ કરવા દેતો નહોતો. પતિના ત્રાસથી કંટાળીને પત્ની ગયા વર્ષે બાળકોને લઇને પિયર ચાલી ગઇ હતી, પરંતુ એકાદ મહિના પછી સમાધાન થઇ જતા સુરત પાછી આવી હતી.

પરંતુ આ સમાધાન લાંબુ ટક્યું નહીં અને પરિણીતાએ ફાંસો ખાઇને જીવન ટુંકાવી દીધું. પરિણીતાએ પોતાના હાથ પર હિંદીમાં લખ્યું હતું કે,મુજે મેરા પતિ બહોત પરેશાન કરતા હૈ. મેરી કોઈ ગલતી નહીં હૈ. મૈં જીના ચાહતી હૂં. ઇતની પરેશાની મેં કેસે જીઉંગી. મેરા પતિ મુજે બદનામ કરતા હૈ. ગંદી ગંદી ગાલી, રોજ મારના પીટના નહીં સહ પા રહી હૂં. મેરા પતિ ગલત હૈ. મુજે બરબાદ કરના ચાહતા હૈ. મેરા જમાઈ ઔર સસુરજી કી કોઈ ગલતી નહીં હૈ. મેં થક ગઈ હૂં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp