અનોખી લવ સ્ટોરીઃ બે યુવતીઓએ લગ્ન કર્યા, માસી-ભત્રીજીમાં કોણ પતિ-પત્ની? જાણો

બિહારના જમુઈ જિલ્લાના લક્ષ્મીપુર પોલીસ સ્ટેશનમાં સમલૈંગિક લગ્નનો એક કિસ્સો સામે આવ્યો છે. બંનેએ 24 ઓક્ટોબરના રોજ મંદિરમાં લગ્ન કરી લીધા. કહેવામાં આવી રહ્યું છે કે, નિશાના મામાના દીકરાના લગ્નમાં દોઢ વર્ષ પહેલા બંને યુવતીઓની મુલાકાત થઇ હતી. ત્યારથી બંને નિશા અને કોમલ ધીમે ધીમે એકબીજા સાથે વાત કરવા લાગ્યા અને આ વાતચીત પ્રેમમાં ફેરવાઇ ગઇ. પ્રેમ એટલો પરવાને ચઢી ગયો કે બંનેએ જમુઈના પંચ મંદિરમાં લગ્ન કરી લીધા. જેમાં નિશાએ કોમલની માંગ ભરી.

નિશાએ પોતાના વાળ કપાવી યુવકનું રૂપ ધારણ કરી લીધું છે, જ્યારે કોમલે પોતાની માગમાં સિંદૂર લગાવ્યું છે. નિશાના પિતા અજીત તાંતી દ્વારા કેસ દાખલ કરાવ્યા બાદ બંનેને પોલીસે કસ્ટડીમાં લઇ આગળની કાર્યવાહી શરૂ કરી છે.

સોશિયલ મીડિયા પર સ્ટેટસ

જાણકારી અનુસાર, નિશા કોમલની દૂરની માસી છે. કોમલ તેના માતા-પિતાની એકમાત્ર સંતાન છે. પરિવારને બંનેના લગ્ન વિશે ત્યારે જાણ થઇ જ્યારે બંનેએ પોતાના સોશિયલ મીડિયા સ્ટેટસ પર લગ્નની તસવીરો શેર કરી હતી. ત્યાર પછી પરિવારના સભ્યો ચોંકી ગયા. લોકોને સમજ ન આવી કે થયું શું. નિશાએ જણાવ્યું કે તે દોઢ વર્ષથી કોમલની સાથે રિલેશનશિપમાં છે અને મંદિરમાં લગ્ન પણ કરી ચૂક્યા છે. જીવનભર સાથે રહેવા માગે છે.

તો કોમલને જણાવ્યું કે, નિશાને તે ખૂબ જ પ્રેમ કરે છે અને પત્નીના રૂપમાં તેની સાથે રહેવા માગે છે. આ વિચાર સાથે તેણે નિશા સાથે લગ્ન કર્યા છે. નિશાના પિતાએ લક્ષ્મીપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી કિડનેપિંગનો કેસ દાખલ કરાવ્યો છે તો કોમલનો પરિવાર તેમની દીકરીને ઘરે લઇ જવા માગે છે. પણ કોમલે સીધી રીતે કહી દીધું કે તે નિશા સાથે રહેવા માગે છે.

કોમલની માતાએ જણાવ્યું કે, તેમને નહોતી ખબર કે નિશા કે જે સંબંધમાં કોમલની માસી થાય છે, તેની સાથે પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો છે અને બંને લગ્ન કરી લેશે. અમે કોમલને અમારી સાથે ઘરે લઇ જવા માગીએ છીએ. તો નિશાના પિતાએ જણાવ્યું કે, તેમની દીકરી આવું પગલું લઇ લેશે તેની એમને જાણ નહોતી. તેમને ખબર નહોતી કે બંને યુવતીઓ છે. મોબાઇલ પર વાત કરતી હતી, પણ એવી નહોતી ખબર કે બંને વચ્ચે પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો છે. એવું કઇ રીતે સંભવ છે કે બંને યુવતીઓ એકબીજા સાથે લગ્ન કરી લે. પોલીસની સામે બંને યુવતીઓએ લગ્ન કરી લીધાની વાત કબૂલ કરી છે. હાલમાં બંનેની ઉંમર કેટલી છે તેને લઇ સત્યાપન ચાલી રહ્યું છે. હવે કોર્ટ સામે બંનેને રજૂ કરી તેમના નિવેદનો લેવામાં આવશે.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.