26th January selfie contest

ફિનલેન્ડની જુલિયાએ વેલેન્ટાઈન વીકમાં બિહારના પ્રણવ સાથે લગ્ન કર્યા

PC: abplive.com

ફેસબુક પર પ્રેમમાં પડ્યા બાદ ફિનલેન્ડની જુલિયા ભારત આવી અને વેલેન્ટાઈન વીક દરમિયાન બિહારના પ્રણવ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન પૂર્ણિયાના મંદિરમાં થયા હતા. આ પછી કટિહારમાં રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. લગ્નમાં વિદેશી દુલ્હન જુલિયાની બહેન અને મિત્રોએ બોલિવૂડ ગીતો પર જોરદાર ડાન્સ કર્યો હતો. લગ્ન પછી, કન્યા જુલિયા તેના વર પ્રણવને લઈને ફિનલેન્ડ પાછી ગઈ.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, દુલ્હન જુલિયા ફિનલેન્ડના હેલસિંકીની રહેવાસી છે. જ્યારે વરરાજા પ્રણવ કુમાર આનંદ બિહારના કટિહાર જિલ્લાના લાલિયાહી વિસ્તારમાં રહે છે. પ્રણવની ફિનલેન્ડની રહેવાસી 22 વર્ષની જુલિયા સાથે ફેસબુક દ્વારા મિત્રતા થઈ હતી. ધીમે-ધીમે બંને એકબીજાની નજીક આવતા ગયા અને મિત્રતા પ્રેમમાં બદલાઈ ગયા પછી આ વાત લગ્ન સુધી પહોંચી હતી.

પ્રણવની કટિહારમાં કોસ્મેટિકની દુકાન છે. જુલિયા વહેલામાં વહેલી તકે લગ્ન કરવા માંગતી હતી, પરંતુ પ્રણવ જુલિયા પાસે ન જઈ શકતો ન હતો. બંનેનો પ્રેમ એટલો બધો વધી ગયો કે જુલિયા તેના પરિવાર અને મિત્રો સાથે ફિનલેન્ડથી ભારત આવી ગઈ.

બંનેએ કટિહારમાં, પૂર્ણિયાના મંદિરમાં હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. લગ્ન પછી, કટિહારના લલિયાહી વિસ્તારમાં વરરાજા પ્રણવના ઘરે રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આ ખાસ લગ્નના રિસેપ્શનમાં સ્થાનિક લોકોએ હાજરી આપી હતી.

કન્યા જુલિયાની સાથે તેની ત્રણ બહેનો, બનેવીઓ અને ફિનલેન્ડના તેના મિત્રો સહિત 8 લોકો ભારત આવ્યા હતા. જુલિયા સાથે આવેલા દરેક લોકો ખૂબ જ ખુશ હતા અને લગ્નમાં વાગતા બોલિવૂડ ગીતો પર ડાન્સ કરી રહ્યા હતા. આ દરમિયાન પ્રણવના પરિવારના સભ્યોએ પણ વિદેશી મહેમાનો સાથે જોરદાર ડાન્સ કર્યો હતો. પ્રણવના પરિવારને આ લગ્ન સામે કોઈ વાંધો નહોતો.

લગ્ન બાદ દુલ્હન જુલિયા તેના વર પ્રણવને લઈને ફિનલેન્ડ નીકળી ગઈ હતી. કટિહારમાં વેલેન્ટાઈન વીક દરમિયાન થયેલા આ લગ્નની ઘણી ચર્ચા થઇ રહી છે.

વરરાજા પ્રણવે કહ્યું કે, અમે બંને સોશિયલ મીડિયા પર મળ્યા હતા. ત્યાર પછી લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. જુલિયા ભારત આવી, પછી અમે મંદિર ગયા અને લગ્ન કરી લીધા હતા. અમારો સંબંધ ઘણા વર્ષોથી છે. ફિનલેન્ડમાં અમે જ્યાં રહીએ છીએ, ત્યાં યુદ્ધની બહુ ખાસ કંઈ અસર નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp