લવ મેરેજની પહેલી રાત્રે પતિને ખબર પડી પત્ની તો ટ્રાન્સજેન્ડર છે, પછી...
ઉત્તરાખંડના લક્સરથી છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. યુવકે હિસારની રહેવાસી એક યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્નની પહેલી રાતે તેને ખબર પડી કે તે જેના પ્રેમમાં આટલા દિવસોથી પાગલ છે, તે છોકરી નથી. યુવકને એ જાણીને આંચકો લાગ્યો કે તેણે ટ્રાન્સજેન્ડર સાથે લગ્ન કર્યા છે.
આ પછી તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. યુવકે તુરંત જ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવી હતી. આ મામલો કોતવાલી વિસ્તારના દરગાહપુર ગામનો છે. અહીં રહેતા 30 વર્ષીય સુખનંદન સોશિયલ મીડિયા પર આરુષિને મળ્યા હતા.
બંનેએ એકબીજા સાથે તેમના નંબર શેર કર્યા અને વાતો થવા લાગી. આ મિત્રતા પ્રેમમાં બદલાઈ અને બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. બંનેના પરિવાર એકબીજાને મળ્યા અને તેઓએ દાન કે દહેજ વગર 2 એપ્રિલે લક્સરના રાધા કૃષ્ણ મંદિરમાં લગ્ન કર્યા.
લગ્નના થોડા કલાકો બાદ એક અજાણ્યા વ્યક્તિએ સુખનંદનને કહ્યું કે તેની પત્ની પહેલા છોકરો હતી અને હવે ઓપરેશન બાદ તે છોકરી બની ગઈ છે. તેને આ વાત પર વિશ્વાસ નહોતો. સુખનંદને આ અંગે તેની પત્નીને વાત કરી તો તેણે જવાબ આપ્યો ન હતો. બીજા દિવસે તે ચૂપચાપ તેના પિયરે ચાલી ગઈ.
પત્નીની વાસ્તવિકતા સામે આવ્યા બાદ સુખનંદને લક્સર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો કેસ નોંધાવ્યો હતો. પોલીસને કરેલી ફરિયાદમાં તેણે જણાવ્યું કે તેની પત્ની આરુષિનું નામ પહેલા આશુ હતું. ઓપરેશન કરાવ્યા બાદ તે છોકરામાંથી છોકરી બની છે. યુવકે આરુષિના પરિવાર પર છેતરપિંડી અને છૂટાછેડા આપવાના બદલામાં મોટી રકમની માંગણી કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.
યુવકની ફરિયાદ પર લક્સર કોતવાલી ખાતે 26 ડિસેમ્બર 2022ના રોજ આરુષિ અને તેના પરિવાર વિરુદ્ધ કલમ 420 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ સાથે મામલાની તપાસ શરૂ કરવામાં આવી હતી. આ મામલે ઈન્સ્પેક્ટર અમરજીત સિંહે કહ્યું કે તપાસમાં સ્પષ્ટ થઈ ગયું છે કે યુવતીએ પોતાનું લિંગ બદલાવ્યું હતું.
પોલીસની એક ટીમ દિલ્હી પહોંચી અને તે ડોક્ટરનું નિવેદન લીધું હતું. ડૉક્ટરે કહ્યું કે તેણે આશુનું લિંગ બદલ્યું છે. ડોક્ટરે પોલીસને જણાવ્યું કે આરુષિ પહેલા આશુ હતી. આ બાબતના અન્ય પાસાઓની પણ ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp