દગો દેવાની શંકાથી બોયફ્રેન્ડે લિવ-ઈન પાર્ટનરની કૂકરથી માર મારી કરી હત્યા

PC: news24online.com

24 વર્ષીય એક યુવતીની તેના પાર્ટનરે પ્રેશર કૂકરથી માર મારીને હત્યા કરી નાખી. આરોપી પ્રેમીની પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ઘટના શનિવાર સાંજની બેગુર વિસ્તારની છે. વધારે લોહી વહી જવાને કારણે યુવતીનું મોત થયું છે. ઘટના બેંગલોરની છે. પોલીસ અનુસાર, કેરળના રહેવાસી વૈષ્ણવ અને દેવી 3 વર્ષથી બેંગલોરમાં સાથે રહી રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે 24 વર્ષના આરોપીને તેની ગર્લફ્રેન્ડ પર શંકા હતી કે તેનું અફેર ચાલી રહ્યું છે. સીનિયર પોલીસ અધિકારી સીકે બાબાએ જણાવ્યું કે બંને લિવ-ઈન રીલેશનશિપમાં હતા. બંને કેરળથી આવે છે.

દેવીના ચારિત્ર્યને લઇ હતી શંકા

પોલીસે જણાવ્યું કે, થોડા દિવસ પહેલા આરોપીને મૃતક યુવતી વિશે શંકા હતી. બંને આ કારણે ઝઘડતા હતા. શનિવારે પણ એવું જ થયું. તેમની વચ્ચે ઝઘડો થયો, ત્યાર પછી આરોપીએ કુકરથી માર મારીને યુવતીની હત્યા કરી નાખી. આરોપી વૈષ્ણવની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેની સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે. બેગુર પોલીસ સ્ટેશને સંબંધિત ધારાઓ હેઠળ કેસ દાખલ કરી દીધો છે.

પોલીસ અનુસાર, ઘટના બેગુરના માઇકો લેઆઉટમાં થઇ. એન્જીનિયરિંગની ડીગ્રી ધરાવનાર વૈષ્ણવ અને યુવતી 3 વર્ષથી એકબીજાને ઓળખતા હતા. પાછલા બે વર્ષથી સાથે રહેતા હતા. પોલીસ અનુસાર બંનેએ એક જ કોલેજમાંથી અભ્યાસ કર્યો હતો અને સેલ્સ-માર્કેટિંગ સેક્ટરમાં કામ કર્યું હતું. પોલીસે કહ્યું કે બંનેમાંથી કોઇએ આ પહેલા એકબીજા સામે પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી નહોતી.

બંનેને સમજાવ્યા, ઘરે આવી ફરી લડ્યા

પોલીસે કહ્યું કે, જેવી કપલના સંબંધમાં ખટાશ આવી તો મૃતક દેવીની બહેન કૃષ્ણાએ શનિવારે બંનેને ઘરે બોલાવ્યા અને સમજાવ્યા. બહેનના ઘરેથી પરત ફર્યા પછી તરત દેવી અને વૈષ્ણવની વચ્ચે ઝઘડો શરૂ થઇ ગયો. પોલીસે કહ્યું કે ગુસ્સામાં આવીને વૈષ્ણવે કથિતપણે દેવીના માથા પર કુકર વડે પ્રહાર કર્યા, જેથી લોહી વધારે વહી જવાના લીધે દેવીનું મોત થયું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp