સાથે મરવાના સોગંધ ખાઈ ફંદે લટક્યા, પ્રેમી ભાગી ગયો પણ પ્રેમિકાનું મોત

PC: bhaskar.com

રાજસ્થાનના બાડમેરમાં 4 બાળકોની મા 19 વર્ષના યુવકને દિલ આપી બેઠી. બંનેએ સાથે રહેવા માટે લગ્ન ન કરી શકવાને લીધે સાથે મરવાનો પ્લાન બનાવ્યો. બંને બજારમાં જઇ ફાંસીનો ફંદો લઇ આવ્યા. પ્રેમી યુગલ યુવકના ઘરથી 150 કિમી દૂર એક વૃક્ષ પાસે પહોંચ્યા. જ્યાં ફંદો લગાવ્યો. બંને ગળામાં ફાંસીનો ફંદો લગાવી કૂદ્યા. જેમાં મહિલાનું મોત થયું અને યુવક બચીને ભાગી ગયો.

આ ઘટના પછી પોલીસે પ્રેમી યુવકની ઘરમાંથી ધરપકડ કરી છે. આ કિસ્સો બાડમેર જિલ્લાના આગૌર ગામનો છે. રાજસ્થાનની સુસાઈડ કેપિટલ બનેલા બાડમેરમાં રોજ આત્મહત્યા અને સામૂહિક આત્મહત્યાના કિસ્સાઓ બનવા લાગ્યા છે. જેમાં આ નવો ઉમેરો છે.

20 વર્ષીય પરીણિત પૂરા દેવી અચાનક ઘરેથી ગુમ થઇ ગઇ. ત્યાર બાદ મહિલાના પતિ રૂપારામે તેની શોધ શરૂ કરી. બે દિવસ વીતિ ગયા પછી પણ તેની કોઈ ખબર મળી નહીં. રવિવારે સાંજે ગ્રામીણોને ખબર મળી કે એક ખેજડીના વૃક્ષની નીચે મહિલાનું શવ ફાંસીના ફંદે લટકી રહ્યું છે. સૂચના પછી પરિવારના લોકો ત્યાં પહોંચ્યા જ્યાં મહિલાનું શવ લટકી રહ્યું હતું. ત્યાર પછી મહિલાના પરિવારે પોલીસને આ વિશે જાણ કરી.

સૂચના મળ્યા પછી ઘટના સ્થળે પહોંચેલી પોલીસને વૃક્ષ પર બે ફાંસીના ફંદા મળ્યા. ત્યાર પછી પોલીસે તપાસ શરૂ કરી. તપાસમાં 19 વર્ષીય વીરમા રામનો મહિલા સાથે એક વર્ષથી પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો એ વાત સામે આવી. ત્યાર બાદ પોલીસ યુવકના ઘરે પહોંચી તો વીરમા રામ ભાગવાની કોશિશ કરી રહ્યો હતો. પણ પોલીસે પીછો કરી યુવકને પકડી લીધો.

પોલીસે પરીણિત મહિલાનું શવ કબ્જે લઈ તેને મોર્ચરીમાં રાખ્યું અને મહિલાના પીયર પક્ષને આ વિશે જાણ કરી. સોમવારે મહિલાના પીયર પક્ષેથી લોકોના આવ્યા પછી મહિલાના શવને પોસ્ટમોર્ટમ કર્યા પછી પરિવારને સોંપી દેવામાં આવ્યું.

પોલીસે યુવક સાથે પૂછતાછ કરી તો સામે આવ્યું કે બંનેએ સાથે જીવવા-મરવાની કસમ લીધી હતી. સાથે મળીને આત્મહત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. બંને એક સાથે ફાંસીએ ચઢ્યા. જેમાં મહિલાનું મોત થયું પણ યુવક બચીને નીકળી ગયો. પછી ડરને કારણે ત્યાંથી ભાગી ગયો. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુવક ટાંકામાં કૂદવા જઈ રહ્યો હતો પણ લોકોએ બચાવી લીધો. પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.

મહિલાના લગ્ન લગભગ 10-11 વર્ષ પહેલા થયા હતા. મહિલાના 4 બાળકો પણ છે. સૌથી મોટી સંતાન 11 વર્ષની છે જે 7માં ધોરણમાં ભણે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp