26th January selfie contest

શું તમારા પતિ તમને કામને કારણે સમય નથી આપી શકતા કે રસ નથી લેતા? તો શું કરશો

PC: twitter.com

હું એક પરિણીત મહિલા છું. મારા લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા છે. મારી સમસ્યા એ છે કે, હું મારા પતિથી કંટાળી ગઈ છું. મારા પતિ આખો દિવસ પોતાના કામમાં ડૂબેલા રહે છે. તેમની આ આદતના કારણે હું આ રિલેશનમાં એકલતા અનુભવુ છું. મારો આખો દિવસ પોતાના બાળકોને સંભાળવામાં નીકળી જાય છે. હું મારા પતિ સાથે ટાઈમ સ્પેન્ડ કરવા માટે રાહ જોઉં છું પરંતુ, તેઓ ઓફિસથી આવ્યા બાદ સ્ટડી રૂમમાં ચાલ્યા જાય છે. એટલું જ નહીં, હવે અમે બંને ખાવાનું પણ એકસાથે નથી ખાતા, જેના કારણે એકલતા અનુભવુ છું.

મારું તેમની સાથે વાત કરવાનું મન થાય છે. મને તેમની સાથે બહાર ફરવા જવાનું પણ મન થાય છે. પરંતુ, તેઓ પોતાના કામ સિવાય અન્ય બાબતોમાં વધુ રસ નથી લેતા. શું આ અમારા લગ્નજીવનનો અંત છે? મને સમજાઈ નથી રહ્યું કે, હું મારા પતિને કઈ રીતે સમજાવું. હું એવુ શું કરું, જેને કારણે તેમને એ એહસાસ થાય કે હું તેના કારણે કેટલી એકલી થઈ ગઈ છું.

એઆઈઆર ઈન્સ્ટીટ્યૂટ ઓફ રિયલાઈઝેશન એન્ડ એઆઈઆર સેન્ટર ઓફ એનલાઈટન્મેન્ટના સંસ્થાપક રવિ કહે છે કે, જો તમારા પતિ વર્કહોલિક છે, તો તેને ખોટી રીતે ના લો. આવુ એટલા માટે કારણ કે એક દારૂડિયો અથવા ડ્રગ એડિક્ટ હોવાની સરખામણીમાં એક કામકાજી પતિ હોવો વધુ સારું છે. તેઓ તમારા બધા માટે જ આટલી મહેનત કરી રહ્યા છે. એવામાં એવુ વિચારવાનું બંધ કરી દો કે આ તમારા લગ્નજીવનનો અંત છે.

આ સ્થિતિમાં ખૂબ જ ધૈર્યપૂર્વક-શાંતિથી અને પ્રેમથી પોતાના પતિ સાથે વાત કરો. તમે જે પણ અનુભવી રહ્યા છો તેના વિશે પોતાના પતિ સાથે વાત કરો. તેમજ તેમને એવુ પૂછો કે તેઓ આટલું કામ શા માટે કરી રહ્યા છે. શું તેમને કોઈ બાબત હેરાન કરી રહી છે. તેમની સાથે તેમના કામ વિશે વાત કરો. તમારા લગ્નજીવનના શરૂઆતી દિવસોને ફરી જીવિત કરો. જો તેઓ તમારી સાથે ખાવાનું ના ખાઈ રહ્યા હો તો તમે તેમની સાથે ખાવાનો પ્રયત્ન કરો. તેમના ફ્રી થવાની રાહ જુઓ. એક લગ્નજીવન ત્યારે જ સફળ થાય છે, જ્યારે બે લોકો એકસાથે રહે છે અને એકબીજાને સમજે છે. જો તમે બંને જ પોતાના સંબંધમાં રસ નહીં લેશો તો તમારું લગ્નજીવન જલ્દી ખરાબ થઈ જશે.

જો તમારા પતિને તમારી સાથે સ્પેન્ડ કરવા માટે પર્યાપ્ત સમય ના મળી રહ્યો હોય તો તેની પાછળ કોઈક ને કોઈક વ્યાજબી કારણ જરૂર હશે. એવામાં તમારે તેમની સાથે શાંતિથી વાત કરવી જોઈએ. આપણી કાર્ય પ્રણાલી પુરુષોને પર્યાપ્ત કમાણીની આશામાં બાંધી રાખે છે. જેના કારણે તેમણે દિવસ-રાત મહેનત કરવી પડે છે. એક પત્ની તરીકે તમારે તેમના કમિટમેન્ટ અને વર્કિંગ લાઈફને સમજવી પડશે જેથી તેમને તમારો ફુલ સપોર્ટ મળી શકે. જો તમે એવુ કરો છો, તો તેમને પણ સારું લાગશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp