ખાસ બહેનપણી રીટા-સુનીતા પ્રેમમાં પડી, સેંથામાં સિંદૂર ભરી લગ્ન કર્યા

PC: amarujala.com

UPના હમીરપુર જિલ્લાના રાઠમાં સમલૈંગિક લગ્નનો મામલો સામે આવ્યો છે. બાળપણથી સાથે રમતી બે સહેલીઓ એકબીજાના પ્રેમમાં પડી. પ્રેમમાં આગળ વધીને રીટાએ મંદિરમાં જઈ સુનીતાના સેંથામાં સિંદૂર ભરી દીધું. આટલું જ નહીં બંને રજિસ્ટર્ડ મેરેજ માટે સિવિલ કોર્ટ પહોંચ્યા હતા. જ્યાં વકીલોએ હાઈકોર્ટના નિર્ણયને ટાંકીને સમલૈંગિક લગ્નો કરાવવાનો ઈન્કાર કર્યો હતો.

જરિયા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના જિટકિરી ગામની રહેવાસી રીટા કુશવાહા (20) નાનપણથી જ ચિકાસી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના રિહુંટા ગામમાં રહેતા તેના મામા હરનારાયણ સાથે રહે છે. ત્યાં સામે રહેતી સુનીતા કુશવાહા (21) સાથે બાળપણની મિત્રતા હતી. જુવાન થતાં થતાં તેઓ બંને વચ્ચે પ્રેમ પાંગરવા લાગ્યો હતો. બંનેએ સાથે જીવવાની અને મરવાની પ્રતિજ્ઞા લીધી અને એકબીજા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું.

પરિવારજનોના વિરોધને કારણે છ મહિના પહેલા બંને રાજકોટ ભાગી ગઈ હતી. જ્યાં બંને સાથે રહીને ત્યાંની એક કંપનીમાં કામ કરતી હતી. બે મહિના પછી બંને ઘરે પછી આવી. થોડો સમય અલગ રહ્યા પછી, બંને મળવા માટે તડપવા લાગી. શનિવારે બપોરે રીટા સુનીતા સાથે સિવિલ કોર્ટમાં પહોંચી હતી. રીટાએ કહ્યું કે, તે સુનિતાને પોતાની પત્ની બનાવવા માંગે છે. તેમણે જણાવ્યું કે, પરિવાર તેમના લગ્ન માટે રાજી થઈ ગયો છે. વકીલોએ હાઈકોર્ટના આદેશને ઉલ્લેખીને સમલૈંગિક લગ્નો કરાવવાનો ઈન્કાર કર્યો હતો. આ મામલો શહેરમાં ચર્ચામાં રહ્યો છે.

સમલૈંગિક લગ્નની અરજી લઈને કોર્ટ પહોંચેલી રીટા કુશવાહાને છોકરાઓની જેમ દબંગ રહેવાનું પસંદ છે. તેના આ કૃત્યથી સુનીતા તેને દિલ દઈ બેઠી હતી. સુનીતાના પિતાની સામે પણ રીટાએ સુનીતાને તેની પત્ની કહીને હોબાળો મચાવ્યો હતો.

રિહુંટા ગામમાં તેના મામા સાથે રહેતી રીટા કુશવાહાને પડોશમાં રહેતી તેના કરતા એક વર્ષ મોટી સુનીતા કુશવાહ સાથે પ્રેમ થયો હતો. સુનીતા પણ રીટાને તેના દબંગ વ્યક્તિત્વ જોઈને પ્રેમ કરવા લાગી. લોકોના અભિપ્રાયના ડરથી બંનેના પરિવારજનોએ વિરોધ કર્યો હતો. પરંતુ રીટાની પ્રભાવશાળી છબીએ સુનીતાના ઉત્સાહમાં પણ વધારો કર્યો. બંને છ મહિના પહેલા રાજકોટ ભાગી ગયા હતા. જ્યાં તે બે મહિના સાથે રહીને પરત આવી હતી. ગામના મંદિરમાં લગ્ન કર્યા બાદ બંનેએ નોટરીમાં કરાર પણ કર્યા હતા. સુનીતાના પિતા ઈંટના ભઠ્ઠામાં મજૂરી કામ કરે છે. તેણે જણાવ્યું કે, રીટા ત્રણ દિવસ પહેલા તેની પાસે આવી હતી. પુત્રી સુનીતાને પોતાની પત્ની હોવાનું જણાવીને પોતાની સાથે લઈ જવાની જીદ પર તેણે હોબાળો મચાવ્યો હતો. બંનેની જીદ સામે પરિવારજનોએ હાર સ્વીકારી લીધી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટનો આદેશ બંનેના પ્રેમમાં અવરોધ બન્યો હતો. કોર્ટના આદેશને ઉલ્લેખીને કોર્ટ મેરેજ માટે નગરની સિવિલ કોર્ટમાં પહોંચેલી યુવતીઓને શનિવારે ત્યાંના વકીલોએ લગ્ન કરાવી આપવાની ના પાડી દીધી હતી. ત્યાર પછી બંને નિરાશ થઈને પરત ફરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp