સૃષ્ટિના આધાર એવા સેક્સનું શિક્ષણ દરેક ઉંમરના લોકો માટે જરૂરી છેઃ સીમા આનંદ
બધા જ જાણે છે કે, સેક્સ એટલે કે કામ અથવા સંભોગ જ આપણી સૃષ્ટિનો મૂળ આધાર છે. દુનિયામાં જે કંઈ પણ પેદા થઈ રહ્યું છે. તેનો મૂળ આધાર સેક્સ જ તો છે. ફૂલોનું ખીલવુ, પક્ષીઓનું ચહેકવુ, મોરનું નાચવુ, બાળકોનો જન્મ લેવો બધાનો મૂળ આધાર તો સેક્સ જ છે. તેમ છતા આ અતિ મહત્ત્વપૂર્ણ વિષય પર આપણે ના તો વાત કરીએ છીએ અને ના આ વિષયની યોગ્ય શિક્ષણની વ્યવસ્થા આપણે કરી છે. ભારતમાં તો સેક્સ એજ્યુકેશનને આજે પણ એક સંતાડેલી વસ્તુ તરીકે જોવામાં આવે છે. સમાજમાં કોઈપણ સ્તર પર આ વિષયમાં વાત પણ નથી કરવામાં આવતી.
સેક્સના વિષય પર ખુલીને બોલવા તેમજ લખવાવાળી પ્રસિદ્ધ લેખિકા સીમા આનંદ સેક્સના વિષયમાં સચોટ વાત કરે છે. હાલમાં જ સીમા આનંદે એક પ્રાઇવેટ ચેનલને ઇન્ટરવ્યૂ આપ્યુ હતું. આ ઇન્ટરવ્યૂમાં સીમા આનંદ સ્પષ્ટ કહી રહ્યા છે કે, દરેક ઉંરના સ્ત્રી તેમજ પુરુષ માટે સેક્સ એજ્યુકેશન ખૂબ જ જરૂરી છે. સીમા આનંદ કહે છે કે, મહર્ષિ વાત્સાયને કામસૂત્ર પુસ્તકની રચના કરીને માનવતા પર ખૂબ જ મોટો ઉપકાર કર્યો છે. જો આપણે કંઇક વધુ ના કરી શકતા હોઈએ તો દરેક ઉંમરના સ્ત્રી તેમજ પુરુષે કામસૂત્ર વાંચવુ અને બીજાને વંચાવવુ જોઈએ.
સીમા કહે છે કે, સેક્સનું શિક્ષણ દરેક ઉંમરના સ્ત્રી તેમજ પુરુષ માટે આવશ્યક છે. પ્રત્યેક ઉંમરના લોકોમાં સેક્સને લઇને વિવિધ પ્રકારની ભ્રમણાઓ છે. ઋષિ વાત્સાયન તથા કોક શાસ્ત્રના રચયિતા કોકા ઋષિએ પોતપોતાની રચનાઓમાં આ તમામ ભ્રમણાઓને તોડી છે. તેમનો મત છે કે, કામસૂત્રના સાત ખંડોમાં સેક્સ સાથે સંકળાયેલી પ્રત્યેક ધારણા તેમજ અવધારણાનો જવાબ હાજર છે. કામસૂત્રમાં વર્ણિત 64 કામ કલાઓના વિષયમાં પણ સીમા આનંદે વિસ્તાર પૂર્વક જણાવ્યુ છે. તેમણે કહ્યું કે, એ જરા પણ આવશ્યક નથી કે કોઈ પુરુષ (નાયક) અથવા સ્ત્રી (નાયિકા) સારી કલાઓ જાણતી હોય. આ કલાઓનો કુલ અર્થ એટલો જ છે કે, જે સ્ત્રી અથવા પુરુષ જેટલી વધુ બહુમુખી પ્રતિભાનો ધની હશે તે પોતાના પાર્ટનર માટે એટલા જ વધુ આકર્ષક તેમજ ચાહવા યોગ્ય હશે.
આ ઇન્ટરવ્યૂમાં સીમા આનંદે એવુ પણ જણાવ્યું કે, જૂના જમાનામાં પ્રેમી તેમજ પ્રેમિકા ખૂબ જ અનોખા અંદાજમાં એકબીજાને સંદેશ આપતા હતા. જ્યારે પ્રેમિકા પોતાના હાથથી પાન તૈયાર કરીને પ્રેમીને ખવડાવતી હતી તો તેનો સંદેશ એ હતો કે હવે તે સેક્સ માટે સંપૂર્ણરીતે તૈયાર છે. પાન પણ ઘણા પ્રકારે બનાવવા તેમજ આપવામાં આવતા હતા. પાનનો એક પ્રકાર એવો પણ હતો જેનાથી એ સંદેશ જતો હતો કે હવે તેમનો સંબંધ વધુ નહીં ચાલશે. એટલે કે બ્રેકઅપવાળું પાન. સીમા આનંદે જણાવ્યું કે, મૂક રહીને ઈશારા-ઈશારામાં વાતો કરવામાં આવતી હતી. તેઓ એક કિસ્સો સંભળાવે છે કે, ભગવાન કૃષ્ણ તેમજ તેમની પ્રેમિકા રાધા સમગ્ર સમાજની સાથે હવન પર બેઠા હતા. ત્યારે જ કૃષ્ણએ પોતાની અંગુઠીને બીજી હથેળીથી ઢાંકીને એવો મૂક સંદેશ આપ્યો કે આજે સૂર્ય અસ્ત થયા બાદ મળીશું. સીમાનો મત એ છે કે, આજે પણ પ્રેમી તેમજ પ્રેમિકા અથવા પતિ-પત્નીની વચ્ચે પ્રેમની વાત કરવાની સૌથી સારી અને કારગર રીત મૂક ભાષામાં આપવામાં આવતા સંદેશા જ છે.
સીમા આનંદ ભારતીય મૂળના એક અપ્રવાસી NRI મહિલા છે. તેઓ લંડનમાં રહે છે. તેમના ત્રણ બાળકો છે. તેઓ મૂળ મહારાષ્ટ્રના વતની છે. ઉચ્ચ શિક્ષણ મેળવનારા સીમા આનંદે સેક્સ એજ્યુકેશન પર એક બુક લખી છે. મહર્ષિ વાત્સાયનની પ્રસિદ્ધ રચના કામસૂત્ર પર તેમનું વ્યાપક અધ્યયન છે. એ જ આધાર પર તેઓ સેક્સનું શિક્ષણ તેમજ પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp