પત્નીની બહેનપણીએ LIC એજન્ટને હનીટ્રેપમાં ફસાવ્યો, બ્લેકમેલ કરી...

PC: deccanherald.com

છત્તીસગઢના બિલાસપુરમાંથી હનીટ્રેપનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક LIC એજન્ટને તેની જ પત્નીની બહેનપણીએ હનીટ્રેપમાં ફસાવ્યો અને મોટી રકમની માગણી કરી. પત્નીની બહેનપણીએ જમીન અપાવવાના નામ પર 12 લાખ રૂપિયા લીધા હતા અને તેમને જમીન અપાવી નહીં.

રૂપિયા પાછા માગવા પર યુવતીએ એજન્ટને ઘરે બોલાવીને મીઠી વાતો કરી અને દારૂ પીવડાવી ફસાવ્યો. ત્યાર બાદ તે એજન્ટનો એક ન્યૂડ વીડિયો બનાવી લીધો. ત્યાર પછી બ્લેકમેલ કરવાનો સિલસિલો શરૂ થયો. પીડિત યુવક પાસેથી 12 લાખ રૂપિયાની માગ કરી. ન આપવા પર બળાત્કારના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપવા લાગી. આ આખો કેસ એક વર્ષ પહેલાનો કહેવામાં આવી રહ્યો છે, પણ પોલીસ ફરિયાદ કરાવ્યા બાદ આ કેસ સામે આવ્યો છે.

ન્યૂડ ફોટો અને વીડિયો બનાવી બ્લેકમેલ

LIC એજન્ટનો આરોપ છે કે તેની સાથે મારપીટ અને મારી નાખવાની ધમકી આપવામાં પણ આવી. આ ઘટનાથી પરેશાન થઇ તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી. કહેવામાં આવી રહ્યું છે કે એજન્ટ રાજની પત્નીની નાનપણની બહેનપણી શબ્બો બિલાસપુરના તાલાપારામાં રહે છે.

2022માં શબ્બોએ પોતાની નાનપણની મિત્ર એટલે કે LIC એજન્ટની પત્નીને ચુચુહિયાપારા નિવાસી અસગર સાથે મુલાકાત કરાવી. બંનેમાં મિત્રતા થઇ ગઇ. અસગરે જણાવ્યું કે તે પ્રોપર્ટી ડીલર છે અને LICમાં પ્રોપર્ટીના રૂપિયા ઈન્વેસ્ટ કરવામાં મદદ કરી શકે છે. ત્યાર બાદ વાત આગળ વધી અને રૂપિયાની લેવડ-દેવડ થઇ. થોડા દિવસ પછી બંને પક્ષો વચ્ચે વિવાદ થયો.

પોલીસે તપાસ શરૂ કરી

સીએસપી પૂજા કુમારે જણાવ્યું કે, હનીટ્રેપ અને સેક્સટોર્શનના આ કેસને ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે. ફરિયાદી અનુસાર, આરોપીએ પોતાની પત્નીની સાથે એજન્ટની ન્યૂડ તસવીરો અને વીડિયો બનાવ્યા. જેનો ઉપયોગ પીડિત પુરુષને બ્લેકમેલ કરવા માટે કરવામાં આવી રહ્યો હતો. પોલીસે સાઈબર એક્સપર્ટની મદદથી આ વીડિયો અને તસવીરની ક્રેડિબિલિટીની તપાસ કરી રહી છે. જેના હિસાબે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp