
લગ્નના બહાને મહિલાઓ અને યુવતીઓ સાથે દુષ્કર્મના કિસ્સાઓ સામે આવતા રહેતા હોય છે. પરંતુ મધ્ય પ્રદેશના શાહડોલ જિલ્લામાં કિન્નર સાથે અકુદરતી સેક્સનો મામલો સામે આવ્યો છે. જ્યાં એક યુવકે લગ્નના બહાને વ્યંઢળ પર બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો. ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે ગુનો નોંધ્યો છે.
મધ્ય પ્રદેશના શાહડોલમાં એક વ્યંઢળે પોલીસને કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, દિવાળીના સમયે વધામણા રૂપિયા માંગતી વખતે શબ્બીર ખાન નામના યુવક સાથે ઓળખાણ થઇ હતી. તમે ઘણી વખત જોયું હશે કે કોઇકના ઘરે બાળકનો જન્મ થયો, વિવાહ કે લગ્ન જેવા શુભપ્રસંગો હોય, નવું ઘર લીધું હોય તો કિન્નરો વધામણીના પૈસા લેવા આવતા હોય છે. આવી જ રીતે શાહડોલમાં આ કિન્નર વધામણીના પૈસા માંગવા જતી હતી. કિન્નરે પોલીસ ફરિયાદમાં કહ્યુ હતું કે, શબ્બીર ખાનની સાથે કિન્નરની દોસ્તી આગળ વધી હતી અને બંને નજીક આવી ગયા હતા.
કિન્નરે ફરિયાદમાં આગળ કહ્યું છે કે, એ પછી શબ્બીર લગ્નની લાલચ આપીને અકુદરતી સેક્સ માણતો હતો જેનો મેં વિરોધ કર્યો હતો, પરંતુ શબ્બીર જબરદસ્તી રેપ કરતો હતો. જ્યારે કિન્નરને એવી ખબર પડી કે શબ્બીર પરણીત છે તો એ પછી તેની સાથેથી દુર થઇ ગઇ હતી અને સંપર્ક કાપી નાંખ્યો હતો. આ વાત શબ્બીરને ખટકી હતી અને તે કિન્નર સાથે મારપીટ કરતો હતો.
પોલીસે કિન્નરની ફરિયાદને આધારે શબ્બાર સામે IPCની કલમ 377, 354 घ, 294, 506 હેઠળ ગુનો દાખલ કર્યો છે. શાહડોલના SP પ્રતિક કુમારે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે એક વ્યંઢળ સાથે અકુદરતી સેક્સની ફરિયાદ આવી છે. આ કેસમાં ગુનો નોંધી લેવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp