શું છે માઇક્રો ચીટિંગ, જે બની રહ્યું છે સંબંધોમાં અંતરનું કારણ, જાણો તેના સંકેતો

PC: calmsage.com

કોઇપણ સંબંધને બનાવવો જેટલો મુશ્કેલ હોય છે, તેને નિભાવવો તેના કરતા પણ વધુ મુશ્કેલ હોય છે. સંબંધ કાંચ જેવા નાજુક હોય છે, જે નાનકડી ગેરસમજ અને બેદરકારીના કારણે તૂટી શકે છે. હાલ ઘણા એવા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વર્ષો જુના સંબંધો પણ તૂટતા દેખાઈ રહ્યા છે. કોઇપણ સંબંધને બનાવી રાખવા માટે તેમા માત્ર પ્રેમની જ જરૂર નથી હોતી પરંતુ, વિશ્વાસ અને સન્માન પણ ખૂબ જ મહત્ત્વના હોય છે. જોકે, હાલ લોકોની બદલાતી પસંદ અને આદતોની અસર સંબંધો પર પણ દેખાઈ રહી છે.

આજકાલ ઘણા સંબંધોમાં માઇક્રો ચીટિંગ જોવા મળી રહી છે. તમારામાંથી ઘણા લોકોએ કદાચ જ તેના વિશે સાંભળ્યુ હશે. આ એક પ્રકારનો દગો હોય છે પરંતુ, તેના વિશે જાણકારી ઓછી હોવાના કારણે સરળતાથી ઓળખી શકાતી નથી. એવામાં ઘણીવાર વ્યક્તિને ખબર પણ નથી પડતી કે તે અજાણતા પોતાના પાર્ટનર સાથે માઇક્રો ચીટિંગ કરી રહ્યા છે.

શું હોય છે માઇક્રો ચીટિંગ

હાલના સમયમાં મોટાભાગના લોકો પોતાનો મોટાભાગનો સમય ઘરમાંથી બહાર અથવા ઓફિસમાં પસાર કરી રહ્યા છે. એવામાં જાણતા-અજાણતા આપણે કોઈ બીજી વ્યક્તિના એટલા નજીક આવી જઇએ છીએ કે તેની સાથે પોતાના જીવનની તમામ નાની-મોટી વાતો ડિસ્કસ કરવા માંડીએ છીએ. જો તમે પણ કોઈ વ્યક્તિ સાથે આ પ્રકારની વાતો શેર કરી રહ્યા હો, તો આ માઇક્રો ચીટિંગ કહેવાય છે. માઇક્રો ચીટિંગના કારણે બનેલા આ સંબંધ ઇમોશનલ બોન્ડિંગથી લઇને શારીરિક સંબંધો સુધી પહોંચી શકે છે. જેની અસર તમારા રીયલ રિલેશન પર ધીમે-ધીમે દેખાવા માંડે છે. જો તમને પણ પોતાના સંબંધમાં આ સંકેત દેખાઈ રહ્યા હો, તો તેને માઇક્રો ચીટિંગ કહી શકાય છે. માઇક્રો ચીટિંગના લક્ષણો-

એકબીજા સાથે ઝઘડા વધી જવા

જો તમે એક રિલેશનમાં હો અને અચનાકથી તમારા અને તમારા પાર્ટનર વચ્ચે ઝઘડા વધી જાય, તો તે માઇક્રો ચીટિંગના કારણે હોઈ શકે છે. કોઈ અન્ય સાથે વધતા ક્લોઝ રિલેશનના કારણે તમે પોતાના કમિટેડ પાર્ટનરથી દૂર થવા માંડો છો, જેના કારણે નાની-નોની વાતો પર પણ ઝઘડા થવા માંડે છે.

હંમેશાં ફોન પર બિઝી રહેવુ

જો તમે પોતાના રિલેશનમાં માઇક્રો ચીટિંગની ઓળખ કરવા માંગતા હો, તો તેની એક સરળ રીત છે, પોતાના પાર્ટનરની એક્ટિવિટી પર ધ્યાન આપવુ. જો તમારો પાર્ટનર આખો દિવસ ચેટ અથવા કોલ પર બિઝી રહેતો હોય, તો આ સંકેત છે કે તે તમારી સાથે માઇક્રો ચીટિંગ કરી રહ્યો છે.

બધે એકલા જવાની આદત

જો તમારો પાર્ટનર તમારી સાથે માઇક્રો ચીટિંગ કરી રહ્યો છે, તો તે કોઇપણ ખાસ ઇવેન્ટ અથવા જગ્યા પર તમારી સાથે જવાનું પસંદ નહીં કરશે. જો તમારો પાર્ટનર પણ આવુ કંઇ કરી રહ્યો હોય, તો આ ઇશારો છે તેના રિલેશન કોઈ બીજા સાથે વધવા માંડ્યા છે અને તે તમને દગો આપી રહ્યો છે.

પોતાના એક્સને સ્ટોક કરવુ

એવા લોકો જે કોઈ રિલેશનમાં માઇક્રો ચીટિંગ કર રહ્યા હોય છે, તે મોટાભાગે પોતાના એક્સને સોશિયલ મીડિયા પર સ્ટોક કરે છે. એટલું જ નહીં, તે વારંવાર તેની સાથે સંપર્કનો પણ પ્રયત્ન કરે છે. જો તમારો પાર્ટનર પણ આવુ જ કંઇક કરી રહ્યો છે, તો તે સંકેત છે કે તે પોતાના એક્સ સાથે હજુ પણ ભાવનાત્મકરીતે જોડાયેલો છે.

ફોનમાં ડેટિંગ એપ્સ હોવી

જો તમે કોઇ રિલેશનમાં હો અને છતા પણ તમારા મોબાઇલ પર ડેટિંગ એપ્સ છે, તો એ પણ માઇક્રો ચીટિંગનો સંકેત હોઇ શકે છે. સામાન્ય રીતે, કમિટમેન્ટ બાદ લોકો ડેટિંગ એપ્સ વગેરેથી અંતર બનાવી લે છે પરંતુ, રિલેશનમાં હોવા છતા આ એપ્સનો ઉપયોગ માઇક્રો ચીટિંગ તરફ ઇશારો કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp