મહિલાઓમાં પુરુષો કરતા વધુ હોય છે કામુકતાઃ સ્ટડીમાં દાવો

PC: hergamut.in

શું તમે જાણો છો કે એવી કઈ વસ્તુ છે, જે સેક્સ દરમિયાન પુરુષ મહિલાઓ પાસે સૌથી વધુ ઈચ્છે છે? તે છે સેક્સમાં મહિલાઓ દ્વારા સેક્સની પહેલ કરવી. પુરુષ વાસ્તવમાં ઈચ્છે છે કે તેમનો પાર્ટનર સેક્સ માટે પહેલું પગલું ઉઠાવે અને આગળ વધીને એ બધુ કરે જે સેક્સની શરૂઆત કરવા માટે પુરુષ કરે છે. માનવામાં આવે છે કે, હંમેશાંથી પુરુષ જ સેક્સ માટે પહેલું પગલું ઉઠાવે છે. તેઓ પોતાની પાર્ટનરને સેક્સુઅલ રીતે ટચ કરે છે, તેમને પ્રેમ કરે છે કિસ કરે છે અને પછી તે થોડી જ વારમાં સેક્સમાં બદલાઈ જાય છે.

પરંતુ, હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. એ સમય ચાલ્યો ગયો છે જ્યારે મહિલાઓ શરમાતી હતી અને પોતાના પાર્ટનરના સેક્સ માટે આગળ વધવાની રાહ જોતી હતી. હવે મહિલાઓ પણ પોતાની સેક્સુઅલ ઈચ્છાઓને ખુલીને વ્યક્ત કરે છે અને ફ્રન્ટ પર આવીને સેક્સની પહેલ પણ કરે છે. આ ખુલાસો એક રિસર્ચમાં થયો છે. આ રિસર્ચમાં એક ચોંકાવનારો ખુલાસો એ પણ થયો છે કે, જ્યારે મહિલાઓ સેક્સની શરૂઆત કરે છે તો કપલ્સ હજુ વધુ સેક્સ કરે છે.

આ રિસર્ચ નૉર્વેજિયન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (NTNU) ના શોધકર્તાઓએ આશરે 92 કપલ્સ પર કર્યો છે. રિસર્ચ માટે 19થી 30 સુધીના ઉંમરવાળા કપલ્સને પસંદ કરવામાં આવ્યા હતા. આ કપલ્સ એક મહિનાથી લઈને નવ વર્ષથી એક સાથે રહેતા હતા. રિસર્ચ અનુસાર, આ કપલ અઠવાડિયામાં બેથી ત્રણ વાર સેક્સ કરતા હતા અને આ કપલ્સમાં જ્યારે મહિલાઓએ સેક્સ કરવા માટે પહેલા શરૂઆત કરી તો પહેલાની સરખામણીમાં તેમણે સેક્સ વધુ સમય સુધી કર્યું.

સેક્સમાં જ્યારે મહિલાઓ પોતાની પસંદની કોઈ એક્ટ કરે છે તો તે તેમના આત્મવિશ્વાસને વધારે છે, સાથે જ તે મહિલાઓને પણ પસંદ આવે છે. સેક્સ દરમિયાન મોટાભાગના પુરુષ સુઈ રહેવાનું પસંદ કરે છે અને તેઓ ઈચ્છે છે કે તેમની ફીમેલ પાર્ટનર એ બધુ જ કરે જે તે ઈચ્છે છે. પુરુષ ઈચ્છે છે કે તેમની પાર્ટનર સેક્સ દરમિયાન ટોપ પર રહે અને તેમના પર હાવી થાય. આ દરમિયાન પુરુષ પોતાની પાર્ટનર દ્વારા પોતાના વખાણ સાંભળવાનું પણ પસંદ કરે છે.

રિસર્ચ અનુસાર, જો મહિલાઓ કોઈ પુરુષ પ્રત્યે આકર્ષિત થાય છે તો તે પહેલ કરવાથી પાછળ નથી હટતી. આ રિસર્ચમાં એક રસપ્રદ ખુલાસો એ પણ થયો કે, મોટાભાગની મહિલાઓ સરપ્રાઈઝ સેક્સ પ્રત્યે વધુ ઈચ્છુક હોય છે. આ પ્રકારના સેક્સમાં મહિલાઓ ઉત્તેજિત થવાની સાથે સંતુષ્ટ પણ થાય છે. જ્યારે, સંબંધમાં અચાનક ઝઘડા અને કમ્યુનિકેશન ગેપ થવા પર મહિલાઓ સેક્સ કરવાનું પસંદ નથી કરતી. કેઝુઅલ રિલેશનશિપમાં રહેનારી મહિલાઓને સેક્સ શરૂ કરવાની વધુ આઝાદી હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp