26th January selfie contest

છેલ્લા કેટલાક વર્ષોમાં છૂટાછેડાનું વધી રહ્યું છે પ્રમાણ, જાણો તેની પાછળના કારણો

PC: legaldesire.com

કપલ્સમાં લડાઈ-ઝઘડા તો થતા જ રહે છે. કહેવાય છે કે, નારાજગી અને ઝઘડાના કારણે જ સંબંધમાં પ્રેમ જળવાઈ રહે છે. પરંતુ, ઘણીવાર આ ઝઘડો એટલો વધી જાય છે કે, લોકો લગ્નને સમાપ્ત કરવાનો નિર્ણય કરી લે છે. લગ્નને સાત જન્મોનો સંબંધ માનવામાં આવે છે, પરંતુ એકબીજા સાથે અણબનાવ, વૈચારિક મતભેદ અને અન્ય કારણોને પગલે આ સંબંધ થોડાં જ દિવસો બાદ તૂટી જાય છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં ભારતમાં છૂટાછેડાના મામલા ખૂબ જ ઝડપથી વધવા માંડ્યા છે. આખરે કયા કારણોને પગલે છૂટાછેડા સુધી વાત પહોંચી જાય છે. તેના કેટલાક સામાન્ય કારણો નીચે જણાવવામાં આવ્યા છે.

ભૂમિકાઓમાં થયો છે બદલાવ

પહેલા મહિલાઓને ઘર સંભાળવાની જવાબદારી આપવામાં આવતી હતી અને પુરુષ બહારના કામો જોતા હતા. જોકે, છેલ્લાં કેટલાક વર્ષોમાં આ ભૂમિકાઓ બદલાઈ છે. એવી ઘણી મહિલાઓ છે, જે ઓફિસ જાય છે અને તેમના પતિ ઘરના કામોમાં પણ મદદ કરે છે. છતા ભૂમિકાઓમાં આવેલા આ બદલાવ ઘણીવાર તણાવનું કારણ બની જાય છે.

ફાયનાન્સિયલ પ્રોબ્લેમ્સ

આવક અને પૈસા સાથે સંકળાયેલી સમસ્યાઓ મોટાભાગે છૂટાછેડાના પ્રમુખ કારણોમાં જોવા મળે છે. પૈસાની તંગી સારામાં સારા સંબંધોને પણ બગાડી નાંખે છે. ખર્ચા કરવાની આદત, દેવુ અને બચતની પ્રાથમિકતાઓ પર અસહમતિથી પણ લગ્નમાં તણાવ અને પ્રોબ્લેમ શરૂ થઈ જાય છે.

એક્સ્ટ્રા મેરિટલ અફેર

લગ્ન બાદ પાર્ટનરના કોઈ અન્ય વ્યક્તિ સાથેના સંબંધ ઘણા સંબંધોને તોડી ચુક્યા છે. આજના જીવનમાં સોશિયલ મીડિયા અને ઓનલાઇન ડેટિંગ સાઇટ્સ સુધી પહોંચવું સરળ બની ગયુ છે, જેના કારણે લગ્નમાં ચીટિંગના મામલા વધતા જઈ રહ્યા છે. આ પ્રકારના સંબંધ એક પતિ અને પત્નીની વચ્ચેના વિશ્વાસને તોડી નાંખે છે, જેના કારણે સંબંધો અંત તરફ જવા માંડે છે.

કપલ્સની વચ્ચે કમ્યુનિકેશન ગેપ

વાતચીત કરવી કોઈપણ સંબંધનો મજબૂત પાયો માનવામાં આવે છે. જ્યારે કપલ્સની વચ્ચે યોગ્ય કમ્યુનિકેશન ના થતું હોય, તો તેમની વચ્ચે ગેરસમજ અને ઝઘડા થવાના શરૂ થઈ જાય છે અને આ રીતે બંને વચ્ચે અંતર વધવા માંડે છે.

એકબીજાને બદલવાનો પ્રયત્ન

પાર્ટનર જેવો છે એવો સ્વીકાર કરવામાં ઘણા લોકો ખચકાટ અનુભવે છે. તેઓ પોતાના પાર્ટનરની બીજા લોકો સાથે સરખામણી કરવા માંડે છે. તેઓ પોતાની ઇચ્છાઓ અને આકાંક્ષાઓ માટે કંટ્રોલ કરવા અથવા તો પછી ચાલાકીથી કામ કરાવવાનો પ્રયત્ન કરે છે. જેને કારણે સંબંધોમાં નિરાશા અને આત્મ-સંદેહ પેદા થાય છે.

અવાસ્તવિક આશાઓ

ફિલ્મો અને સોશિયલ મીડિયાના કારણે સામાન્યરીતે લોકોના મગજમાં લગ્નને લઇને એક અવાસ્તવિક તસવીર બનેલી હોય છે. તેઓ તેની સાથે જ લગ્નના સંબંધની શરૂઆત કરે છે અને પોતાના પાર્ટનર પાસેથી અનરિયાલિસ્ટિક એક્સપેક્ટેશન રાખે છે. ત્યારબાદ તેમના હાથમાં માત્ર નિરાશા જ લાગે છે. આજે મોટાભાગના લોકો ન્યૂક્લિયર ફેમિલીમાં રહે છે, જેના કારણે એક જ વ્યક્તિ પાસે ઘણી બધી આશાઓ થઈ જાય છે, જેને પગલે તેના પર ખૂબ જ પ્રેશર બનવા માંડે છે.

માનસિક સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી મુશ્કેલીઓ

ડિપ્રેશન, એંગ્ઝાયટી, ડ્રગ્સનો ઉપયોગ અને આ પ્રકારની  બીજી માનસિક સ્થિતિઓ એક કપલના સંબંધ પર ભારે અસર કરે છે. જે તણાવ, મુશ્કેલી અને સંઘર્ષનું કારણ બને છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp