પરિણીત પુરુષ બીજી મહિલાઓ તરફ શા માટે થાય છે આકર્ષિત? સામે આવ્યા અસલી કારણ

PC: twitter.com

એ વાતમાં જરા પણ આશ્ચર્ય નથી કે પરિણીત પુરુષ ચૂપકેથી બીજા લોકોની પત્નીઓ પર ધ્યાન આપે છે. એક રિસર્ચ જણાવે છે કે, જ્યારે લોકો પરિણીત સંબંધમાં કમિટેડ થઈ જાય છે, તો તેમની નજર પહેલાની સરખામણીમાં આજુબાજુ વધુ ભટકે છે. એવુ એટલા માટે કારણ કે, તે આ દરમિયાન પોતાને બંધાયેલા અનુભવે છે. આ જ એક કારણ પણ છે કે મોટાભાગના પુરુષો પોતાના મિત્રો અથવા બીજા લોકોની પત્નીઓની પ્રશંસા કરતા દેખાય છે. જોકે, તેમા કંઈ ખોટું પણ નથી. એવુ એટલા માટે કારણ કે, જો લગ્ન બાદ પુરુષ એ વાત માટે પ્રતિબંધિત થઈ જાય કે તે પોતાની પત્ની ઉપરાંત ના કોઈ કોઈને જોશે અને ના વાત કરશે, તો તે વલણ પણ યોગ્ય નથી.

કોઈને જોઈને તેના વખાણ કરવા ખોટું નથી પરંતુ, ત્યાં સુધી જ્યાં સુધી તમને તમારી હદ ખબર હોય. એવુ એટલા માટે કારણ કે, ક્યારેક-ક્યારેક તે આકર્ષણને પગલે તમારા પરિણિત જીવન પર અસર પડી શકે છે. પરંતુ, ક્યારેય વિચાર્યું છે કે તેની પાછળનું કારણ શું છે? શા માટે પરિણીત પુરુષો પોતાની પત્ની કરતા વધુ બીજાની પત્નીઓ આકર્ષક લાગે છે.

જ્યારે પરિણીત જીવન બરાબર ના ચાલી રહ્યું હોય

જ્યારે પુરુષ અને વૈવાહિક જીવનથી અસંતુષ્ટ હોય છે, તો ઈમોશનલ સપોર્ટ માટે તેની આંખો આસપાસ ભટકવા માંડે છે. તે સામાન્યરીતે ત્યારે હોય છે, જ્યારે પતિ-પત્નીની વચ્ચે કમ્યુનિકેશન અને સમજની કમી હોય છે. આ દરમિયાન આ અસંતોષ એ બિંદુ સુધી વધી જાય છે, જ્યારે વ્યક્તિ પોતાની પત્નીને દગો આપવામાં કંઈ ખોટું ના સમજતો હોય.

નાની ઉંમરમાં લગ્ન થઈ જવા

ઘરવાળા અને સમાજના કારણે કેટલાક લોકોના લગ્ન ખૂબ જ નાની ઉંમરમાં થઈ જાય છે. આવા લોકો જ્યારે ધીમે-ધીમે જીવનમાં આગળ વધે છે, તો તેમને એ વાતનો અહેસાસ થાય છે કે, તેમણે લાઇફમાં ઘણું બધુ મિસ કરી દીધુ છે. આ જ એક કારણ પણ છે કે એવા લોકો મોટાભાગે બીજી મહિલાઓ પર ખૂબ જ જલ્દી આકર્ષિત થઈ જાય છે.

સેક્સુઅલી સેટિસ્ફાઇડ ન થવુ

કોઇકે એકદમ સાચુ કહ્યું છે કે, સંબંધોને યોગ્યરીતે ચલાવવા માટે ફિઝિકલ ઇન્ટીમેસી ખૂબ જ વધુ જરૂરી છે. એવામાં જો તમારો પાર્ટનર તમારી સાથે સેક્સુઅલી કનેક્ટેડ ફીલ ના કરી રહ્યો હોય, તો એ દરમિયાન પણ તે બીજી મહિલાઓ પ્રત્યે આકર્ષિત થઈ જાય છે.

બાળકો આવ્યા બાદ

એ વાતમાં જરા પણ શંકા નથી કે બાળકો આવ્યા બાદ એક મહિલાનું જીવન સંપૂર્ણરીતે બદલાઇ જાય છે. તેનું જીવન માત્ર બાળકની આસપાસ ફરવા માંડે છે સાથે જ તેની પ્રાથમિકતાઓ પણ બદલાઇ જાય છે. આવી સ્થિતિમાં પુરુષોનો પોતાની પત્નીથી મોહભંગ થઈ જાય છે, જેના કારણે પણ તેનું મન આસપાસ ભટકવા માંડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp