બીમાર પત્નીની મોતની ઇચ્છા પતિએ પુરી કરી, હવે હત્યા કેસમાં ફસાયો

76 વર્ષના એક વૃદ્ધ વ્યક્તિ પર તેની બીમાર પત્નીની હત્યા કરવાનો આરોપ છે. તેણે હવે કોર્ટને કહ્યું છે કે પત્ની પોતે જ રડી રડીને મોતની ભીખ માંગતી હતી કારણે કે તે ઘણા સમયથી કેન્સરથી પીડીત હતી એટલે તેણી પોતાના જીવનનો અંત લાવવામાં માટે કાકલુદી કરતી હતી.

આરોપીનું નામ ડેવિડ હન્ટર છે. તેણે કોર્ટને એ ક્ષણ વિશે બતાવ્યું હતું ક્ષણ વિશે જ્યારે તેની પત્ની જેનિસ, જે કેન્સર સામે લડી રહી હતી, તેણે ડેવિડના બાહુપાશમાં દમ તોડ્યો હતો. બ્રિટિશ વ્યક્તિ ડેવિડ સિપ્રાસ એક વર્ષથી વધુ સમયથી જેલમાં છે

ધ સનના એક રિપોર્ટ મુજબ, ડેવિડે જેલ જતા પહેલા કબુલ્યું હતું કે તેણે ડિસેમ્બર 2021માં તેની 74 વર્ષની જેનિસનું એર પાસ બ્લોક કરી દીધું હતું. જેને કારણે જેનીસનો શ્વાસ રૂંધાઇ ગયો હતો.બંનેના લગ્નના 56 વર્ષ થયા હતા. ડેનિસે કોર્ટને કહ્યુ કે, પત્ની જેનીસ બિમારીને કારણે દુખી રહેતી હતી અને મોતની ભીખ માંગતી હતી. ડેનિસે કહ્યું કે, જેનીસ મોતની ભીખ માંગતી હતી, પરંતુ છ સપ્તાહ સુધી મેં તેની વાત ટાળી દીધી હતી. હું આવું કરવા માંગતો નહોતો, અમારા સંબંધ પરફેક્ટ હતા અને હું તેને પ્રેમ કરતો હતો. પરંતુ તેની વેદના મારાથી સહન ન થઇ અને તેની મોતની ઇચ્છા પુરી કરી હતી.

ડેવિડ કોર્ટને કહ્યું કે તેની પત્ની એક ગામમાં ભાડાના ઘરમાં 3 વર્ષથી કેદ હતી. જેનિસને દવાઓની સાઇડ ઇફેક્ટસને કારણે મજબુરીમાં લંગોટ પહેરવી પડતી હતી. જેનીસને જીવનમાંથી દિલચસ્પી ખતમ થઇ ગઇ હતી. ડેવિડે કહ્યું કે તે ખુબ દર્દનો અનુભવ કરતી હતી. તેના હાથ, ઘુંટણ, પગમાં અનેક ઓપરેશન થયા હતા. હું પોતાની જાતને નિસહાય અને નિરાશ મહેસુસ કરતો હતો, કારણ કે જેનીસ માટે હું કઇં કરી શકતો નહોતો. જીવનની અંતિમ ક્ષણોમાં તે દરરોજ રડતા રડતા મોતની ભીખ માંગતી હતી.

ડેવિડે કહ્યું કે, પત્ની જેનીસ વારંવાર કહેતી હતી કે આ જિંદગી થી તે કંટાળી ગઇ છે અને વધુ જીવવા માંગતી નથી. જેનિસ વધારે બોલતી ત્યારે મજબુરીમાં ડેવિડે કહેવું પડતું હતું કે હા, હું તને મદદ કરીશ. જ્યારે જેનીસને મોત આપ્યું ત્યારે ડેવિડનો વકીલ સાથે હતો. જેનિસને મોત આપ્યા પછી ડેવિડે પણ દવાઓ ખાઇને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. પોલીસે જ્યારે તપાસ કરી હતી ત્યારે ડેવિડ પત્નીના મૃતદેહ પાસે જ બેઠો હતો. હજુ આ કેસમાં ડેવિડને સજા કરવામાં આવી નથી, કેસની સુનાવણી ચાલી રહી છે.

About The Author

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.