મારી નણંદ સાથે રહેવા માટે મેં મારા પતિ સાથે કર્યા લગ્ન

હું એક પરિણીત મહિલા છું. મારા લગ્નને વધુ સમય નથી થયો. મારા વૈવાહિક જીવનમાં તો કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ, હું આ સંબંધને મજબૂરીમાં નિભાવી રહી છું. એવુ એટલા માટે કારણ કે મને મારા પતિ સાથે નહીં પરંતુ મારી નણંદ સાથે પ્રેમ છે. આ વાત એ સમયની છે, જ્યારે હું 8માં ધોરણમાં ભણતી હતી. ત્યારે મને જણાયું કે હું બાયસેક્સુઅલ છું. એવુ એટલા માટે કારણ કે આ પહેલા હું છોકરાઓ તરફ આકર્ષિત થતી હતી. પરંતુ, ડાન્સ ક્લાસમાં એડમિશન લીધા બાદ મારું જીવન સંપૂર્ણરીતે બદલાઈ ગયું. મારી મમ્મીએ મને ક્લાસિકલ ડાન્સના ક્લાસ જોઈન કરવા માટે કહ્યું હતું, જેથી હું છોકરીઓ જેવો વ્યવહાર કરું.

એવુ એટલા માટે કારણ કે આ પહેલા હું એકદમ ટોમબોય ટાઈપ હતી. મેં અહીં ડાન્સ શીખનારી છોકરીઓને ખૂબ જ નજીકથી નોટિસ કરી. ડાન્સ ક્લાસ જોઈન કર્યા બાદ મને છોકરીઓ સુંદર લાગવા માંડી. મુદ્રા બનાવવા માટે જે રીતે તેમના હાથ ફેલાવતી હતી, તે મને ખૂબ જ આકર્ષિત કરતી હતી. તેમની અદાઓ મને મદહોશ કરતી હતી. સાચુ કહું તો ડાન્સ કરતી વખતે હું હંમેશાં બીજી છોકરીઓની નકલ કરતી હતી. એ દિવસથી મને અહેસાસ થયો કે મને છોકરાઓ કરતા વધુ છોકરીઓમાં રસ છે.

એ વાતે મને વર્ષો સુધી ભ્રમિત રાખી કે મને મહિલાઓ પસંદ છે કે પુરુષ. કદાચ એવુ એટલા માટે કારણ કે હું એક એવા પરિવારમાં રહેતી હતી, જે ક્યારેય આ વાતનું સમર્થન નહીં કરશે. આ જ એક કારણ પણ છે કે મેં આ અંગે વિચારવાનું લગભગ બંધ કરી દીધુ હતું. મારું આ સત્ય જીવનભર એક રહસ્ય બનીને રહ્યું. પરંતુ, હું હંમેશાં હોટેલના રૂમ અને ખાલી કારોમાં પોતાની ગર્લફ્રેન્ડ્સની સાથે સમય વીતાવતી હતી. જ્યારે હું કોલેજમાં હતી, તો મને એક છોકરી પર ક્રશ હતો. તે ખૂબ જ સુંદર અને દયાળુ હતી. હું હંમેશાં તેને ફ્રેન્ડ બનાવવા માંગતી હતી પરંતુ, મારું દિલ કંઈક બીજું જ વિચારતું હતું. જોકે, હું જાણતી હતી કે તે ખૂબ જ સીધી છોકરી છે. આ જ કારણ છે કે તેની સામે મેં ક્યારેય પોતાની ભાવનાઓ વ્યક્ત ના કરી.

પરંતુ, એ પણ સત્ય છે કે હું તેને ક્યારેય ભૂલી ના શકી. તે હંમેશાં મારા દિલમાં રહેતી હતી. જોકે, કોલેજ પૂરી થયા બાદ હું લાઈફમાં ઘણી આગળ વધી ગઈ હતી પરંતુ, તે છોકરી જ હતી, જે મારી સાથે હંમેશાં રહી. કોલેજ પતવા સુધીમાં હું 28 વર્ષની થઈ ગઈ હતી. દરમિયાન મારા પેરેન્ટ્સ મારા માટે એક પરફેક્ટ મેચ જોવા માંડ્યા હતા. હું લગ્ન માટે તૈયાર થઈ ગઈ. કારણ કે, હું જાણતી હતી કે મારી પાસે આના સિવાય કોઈ રસ્તો નથી. જોકે, શરૂઆતમાં ઘણા છોકરાઓને મેં રિજેક્ટ કર્યા. મને તેમનામાં કોઈ રસ નહોતો. તે બધા છોકરા ખૂબ જ નિરસ હતા. હું પોતાના માટે એક એવા વ્યક્તિને પસંદ કરવા માંગતી હતી, જે મારા જીવનને બદલી શકે. પરંતુ, ભગવાને મારું સાંભળી લીધુ અને મારા માટે એક સુંદર અને હેન્ડસમ વ્યક્તિની વાત આવી.

જે વ્યક્તિ સાથે મારા લગ્ન થવા જઈ રહ્યા હતા, મને તે વ્યક્તિમાં કોઈ રસ નહોતો. પરંતુ, તેની સાથે જે છોકરી આવી હતી, તેને જોઈને હું ખુશીથી ઉછળી પડી હતી. તે એ જ છોકરી હતી, જેને હું કોલેજમાં પસંદ કરતી હતી. તે મને જોવા આવેલા છોકરાની નાની બહેન હતી. મેં તેને પૂછ્યું કે શું તે મને ઓળખે છે. તે મારી વાત સાંભળીને ચોંકી ગઈ. પછી તેને સમજાઈ ગયુ કે અમે બંને એક જ કોલેજમાં હતા. થોડી ચર્ચા બાદ મેં તે છોકરા સાથે લગ્ન કરવાની હાં પાડી દીધી. તે દેખાવમાં હેન્ડસમ હતો. પરંતુ, મારા પ્રમાણે મારી વાત તેની બહેન સાથે નક્કી થઈ હતી. મને લાગ્યું કે, જો અમારા બંનેના લગ્ન થઈ જાય તો હું મારા પતિની સાથોસાથ જીવનભર મારી નણંદ સાથે પણ રહી શકું છું.

આખરે અમે બંનેએ લગ્ન કરી લીધા. મારા સાસરિયા ખૂબ જ સારા છે. મેં મારી નણંદ પાસે કોઈપણ પ્રકારની આશા નથી રાખી. હું તેની સાથે માત્ર એક ફ્રેન્ડની જેમ રહું છું. જ્યાં સુધી મારા પતિની વાત છે, તો હું તેમને પ્રેમ કરવા માંડી છું. આખરે દિલ છે, એ પણ ક્યારેય એક વ્યક્તિને પ્રેમ નથી કરતું. લાઈફમાં પ્રેમ ઘણીવાર થઈ શકે છે. મને મારા પતિ સાથે પ્રેમ થઈ ગયો છે. હું તેમની સાથે ખૂબ જ ખુશ છું.

About The Author

Related Posts

Top News

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

તેલંગાણાના નિર્મલ જિલ્લાના આ ચૂંટણીના સમાચાર સાબિત કરે છે કે, દરેક લોકોએ મત આપવો કેટલો મહત્વપૂર્ણ હોય છે. અહીં...
National 
પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.