એકબાજુ પાકિસ્તાન યુક્રેનને હથિયાર આપે છે બીજી બાજુ તે રશિયાને સસ્તુ ઓઇલ પણ આપશે

PC: zeenews.india.com

એક તરફ પાકિસ્તાન યુક્રેનને હથિયારો સપ્લાય કરીને રશિયાને દગો આપી રહ્યું છે. બીજી તરફ પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકાર જાહેરાત કરી છે કે તે માર્ચ મહિનાથી રશિયા પાસેથી સસ્તા તેલની આયાત કરશે. જરૂરી 35 ટકા તેલ શાહબાઝ સરકાર રશિયા પાસેથી ખરીદશે. આ સિવાય પાકિસ્તાની PM શાહબાઝ શરીફને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો સંદેશ પણ મળ્યો છે.

જેમાં પુતિને બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા ઉપરાંત રોકાણ અને વેપાર વધારવામાં રશિયાના હિતનો પુનરોચ્ચાર કર્યો હતો. તો પુતિને કહ્યું કે ઇસ્લામિક વિશ્વ અને દક્ષિણ એશિયામાં તેઓ પાકિસ્તાનને એક મહત્વપૂર્ણ ભાગીદાર તરીકે જુએ છે. ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન અનુસાર, પુતિનનો આ સંદેશ રશિયાના ઉર્જા મંત્રી નિકોલે શુલ્ગિનોવ દ્વારા આપવામાં આવ્યો છે. તેઓ લાહોરમાં શાહબાઝ શરીફને મળ્યા હતા. વાસ્તવમાં આજે રશિયા અને પાકિસ્તાન વચ્ચે આંતર-સરકારી આયોગની બેઠકનો 8મો રાઉન્ડ છે.

શુલ્ગિનોવ રશિયન ડેલિગેશનના અધ્યક્ષ છે. રિપોર્ટ અનુસાર, બંને દેશોએ પોષણક્ષમ દરે પેટ્રોલિયમ ઉત્પાદનો ખરીદવા પર ચર્ચા કરી હતી. આ ઉપરાંત પાકિસ્તાનને રશિયાથી ગેસ અને તેલના સપ્લાય ઉપરાંત ગેસ પાઈપલાઈન પ્રોજેક્ટની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

એક વિશેષ સંદેશ દ્વારા રશિયાના ઉર્જા મંત્રીએ કહ્યું કે પુતિન પાકિસ્તાનને ઇસ્લામિક વિશ્વ અને દક્ષિણ એશિયામાં એક મહત્વપૂર્ણ ભાગીદાર તરીકે જુએ છે અને બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવાની વાતને પણ ફરી કહી હતી. શાહબાઝ શરીફે ડેલિગેશનનું સ્વાગત કરતા જણાવ્યું કે રશિયા સાથે તેના સંબંધો કેટલા મહત્વપૂર્ણ છે. જણાવી દઈએ કે શાહબાઝ શરીફે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સમરકંદમાં પુતિન સાથેની મુલાકાતને પણ યાદ કરી હતી. તેમણે વધુમાં કહ્યું કે આ બેઠકમાં બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા માટે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા.

વાસ્તવમાં રશિયાએ આ જાહેરાત એવા સમયે કરી છે જ્યારે પાકિસ્તાન યુક્રેનને હથિયાર સપ્લાય કરી રહ્યું છે. પાકિસ્તાનના આ દારૂગોળાથી યુક્રેનની સેના રશિયાના સૈનિકો પર હુમલો કરી રહી છે. એક તરફ પાકિસ્તાન યુક્રેનને હથિયારો વેચીને ડોલરમાં કમાણી કરી રહ્યું છે અને બીજી તરફ ઈચ્છા રાખે છે કે રશિયા પાસેથી સસ્તું તેલ મળી જાય. રશિયાએ પણ આ માટે સહમતી આપી છે. રશિયાની ઈચ્છે છે કે ઇસ્લામિક વિશ્વમાં પોતાનો દરજ્જો વધે. એટલા માટે તે પાકિસ્તાન સાથે પોતાના સંબંધોને મજબૂત કરી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp