યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધ ચાલુ રહેવા પાછળનું રશિયાએ આપ્યું આશ્ચર્યજનક કારણ

લગભગ 10 મહિનાથી ચાલી રહેલું રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ ઘણા સમય પહેલા જ સમાપ્ત થઈ ગયું હોત, પરંતુ તે ક્યાં સુધી ચાલુ રહેશે… તેના વિશે કંઈપણ કહેવું મુશ્કેલ છે. કારણ કે અત્યારે આ યુદ્ધનો કોઈ અંત થતો દેખાઈ રહ્યો નથી. આ દરમિયાન રશિયાએ એક એવો દાવો કર્યો છે, જેને જાણીને તમે પણ ચોંકી જશો. રશિયાનું કહેવું છે કે અત્યાર સુધીમાં આ યુદ્ધ ખતમ થઈ ગયું હોત, પરંતુ અમેરિકા નથી ઈચ્છતું કે તે બંધ થાય. રશિયાએ આરોપ લગાવ્યો છે કે અમેરિકાના દમ પર જ યુક્રેન યુદ્ધ લડી રહ્યું છે. રશિયાએ કહ્યું- હવે યુદ્ધ ક્યારે સમાપ્ત થશે, આ બોલ યુક્રેનના જ પક્ષમાં છે.

રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવે મંગળવારે ચેતવણી આપી હતી કે યુક્રેનને પોતાને "અસૈનિકીકરણ"અને પોતાને નાઝીવાદના પ્રભાવથી મુક્ત કરવું જોઈએ, નહીં તો રશિયન સેના આ મુદ્દાનું સમાધાન કરશે. લાવરોવે પશ્ચિમી દેશો પર આરોપ લગાવ્યો કે તે રશિયાને નબળું પાડવા માટે યુક્રેનમાં યુદ્ધને વેગ આપે છે. તેમણે કહ્યું કે 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ શરૂ થયેલો સંઘર્ષ કેટલો સમય ચાલશે તે કિવ અને વોશિંગ્ટન પર નિર્ભર છે. રશિયન વિદેશમંત્રીએ સરકારી સમાચાર એજન્સી તાસને કહ્યું કે, જો સંઘર્ષના સમયગાળાની વાત કરીએ તો બોલ યુક્રેનના પક્ષમાં છે અને તેની પાછળ વોશિંગ્ટન ઊભુ છે.

લાવરોવની ટિપ્પણી યુક્રેનના વિદેશમંત્રી દમિત્રો કુલેબાએ તે સાક્ષાત્કારના એક દિવસ બાદ આવી છે તેમાં કહ્યું હતું કે તેમની સરકાર ઈચ્છે છે કે યુદ્ધને સમાપ્ત કરવા માટે ફેબ્રુઆરીના અંત સુધીમાં સંયુક્ત રાષ્ટ્રમાં શાંતિ શિખર સંમ્મેલનનું આયોજન કરવામાં આવે. આ દરમિયાન યુક્રેનના દોતેસ્ક અને લુહાન્સ્ક પ્રદેશોમાં મંગળવારે પણ ભીષણ લડાઈ ચાલુ હતી. યુક્રેનના ડેપ્યુટી ડિફેન્સ મિનિસ્ટર હાના માલાયારે જણાવ્યું હતું કે રશિયન સેના દોતેસ્ક ક્ષેત્રમાં આવેલા બાખમત શહેરને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. લુહાન્સ્કના ગવર્નર સેરહીય હૈદઈએ કહ્યું કે ક્રેમિના શહેરની આસપાસ ભીષણ લડાઈ ચાલુ છે. લાવરોવે કહ્યું કે યુક્રેનને વધુ પશ્ચિમી સહાય એક સીધો સંઘર્ષ તરફ લઈ જઈ શકે છે. તેમણે કહ્યું કે અમે પશ્ચિમમાં અમારા વિરોધીઓને ચેતવણી આપી રહ્યા છીએ કે કિવ માટે તેમનો સહયોગ યુક્રેનના સંકટને વધારશે. લાવરોવે આ અંગે માહિતી આપી ન હતી કે રશિયન સૈન્ય કેવી રીતે યુક્રેનના અસૈનિકીકરણ અને નાઝીવાદના પ્રભાવથી મુક્ત કરવાના તેના ધ્યેયને પ્રાપ્ત કરશે. રશિયાનો આરોપ છે કે યુક્રેનની સરકાર અતિ-રાષ્ટ્રવાદી અને નવ-નાઝી જૂથોથી ભારે પ્રભાવિત છે. જો કે આ દાવાને યુક્રેન અને પશ્ચિમી દેશોએ ફગાવી દીધો છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.