અમેરિકાનું કહેવું છે રશિયા-યુક્રેન યુદ્ધ પર પુતિનને માત્ર PM મોદી જ મનાવી શકે છે

13 દિવસ બાદ 24 ફેબ્રુઆરીના રોજ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા મહાયુદ્ધનું એક વર્ષ પૂર્ણ થઇ જશે. આ મહા વિનાશકારી યુદ્ધમાં હજારો લોકોના જીવ જઇ ચૂક્યા છે. લાખોની સંખ્યામાં લોકો બેઘર થઇ ગયા અને અબજોની સંપત્તિનું નુકસાન થઇ ચૂક્યું છે. યુક્રેનના સુંદર શહેરો સ્મશાન ઘાટમાં પરિવર્તિત થઇ ગયા છે, પરંતુ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પાછળ હટવા તૈયાર નથી. યુક્રેન અને રશિયા બચ્ચે યુદ્ધને લઇને હવે અમેરિકાએ નવું નિવેદન આપ્યું છે.

વ્હાઇટ હાઉસના પ્રવક્તા જોન કાર્બીને જ્યારે પૂછવામાં આવ્યું કે બંને દેશો વચ્ચે યુદ્ધ કેવી રીતે રોકી શકાય છે? તો તેમણે કહ્યું કે, ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્ય કરી શકે છે. તેઓ વ્લાદિમીર પુતિનને ના પાડી શકે છે. વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જોન કાર્બીએ કહ્યું કે, ‘હું PM (વડાપ્રધાન નરેન્દ્ર મોદી)ને કહેવા માગીશ કે તેઓ જે પણ પ્રયાસ કરવા તૈયાર છે. સંયુક્ત રાજ્ય અમેરિકા કોઇ પણ પ્રયાસનું સ્વાગત કરશે, જેથી યુક્રેનમાં શત્રુતા સમાપ્ત થઇ શકે છે.

તેઓ એ સવાલનો જવાબ આપી રહ્યા હતા કે, શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ રોકવા કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને સમજાવવામાં ખૂબ મોડું થઇ ચૂક્યું છે? જોન કાર્બીએ કહ્યું કે, મને લાગે છે કે યુદ્ધને રોકવા માટે વ્લાદિમીર પુતિન પાસે અત્યારે પણ સમય છે. મને લાગે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પુતિનને ના પાડી શકે છે. હું વડાપ્રધાનને કહીશ કે તેઓ જે પણ પ્રયાસ કરે, અમે સ્વાગત કરીએ છીએ.

વ્હાઇટ હાઉસનું આ નિવેદન ખૂબ મહત્ત્વપૂર્ણ છે કેમ કે આ નિવેદન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલના મોસ્કોમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાતના એક દિવસ બાદ આવ્યું છે. જોન કાર્બીએ કહ્યું કે, યુક્રેનિ લોકો સાથે જે થઇ રહ્યું છે તેના માટે એકમાત્ર જવાબદાર વ્યક્તિ વ્લાદિમીર પુતિન છે અને તેઓ તેને અત્યારે રોકી શકે છે. તેની જગ્યાએ તેઓ ક્રૂઝ મિસાઇલોથી યુક્રેનમાં ઉર્જા અને વીજળીના પાયાના ઢાંચાને નષ્ટ કરી રહ્યા છે.

રશિયા અને યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી સાથે ઘણી વખત વાત કરી છે. ઉજબેકિસ્તાનના સમરકંદમાં શાંઘાઇ સહયોગ સંગઠનના શિખર સંમેલનના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પુતિનને કહ્યું હતું કે, ‘હું જાણું છું કે આજનો યુગ યુદ્ધનો નથી. આપણે આ મુદ્દા પર તમારી સાથે ઘણી વખત ફોન પર વાતચીત કરી કે લોકતંત્ર, કૂટનીતિ અને સંવાદ પર આખી દુનિયાને કાયમ છે.’

About The Author

Related Posts

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.