ભાવનગરમાં કોરોનાનો કહેર, આ 4 ગામમાં બે મહિનામાં 225 લોકોના મોત

કોરોનાનો કહેર રાજ્યમાં વધી રહ્યો છે. તેની સાથે-સાથે મૃત્યુલોકમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોનાના કહેરથી ભાવનગર જિલ્લાના ગામડામાં મોતનો આંકડો વધ્યો છે. બે મહિનાના સમયમાં ભાવનગરના ચાર ગામડામાં 225 લોકોએ જીવ ગુમાવ્યો છે.

રિપોર્ટ અનુસાર કોરોનાની મહામારી વચ્ચે ઉમરાળા અને વલભીપુર પંથકમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ઉમરાળા તાલુકાના ચોગઠ રંધોળા અને લીમડા ગામમાં કોરોના પોઝિટિવ કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા બે મહિનાના સમયમાં ઉમરાળામાં 35 લોકોના મોત થયા છે. ચોગઠ ગામમાં 90, રંધોળામાં 70 અને લીમડામાં 35 લોકોના મોત થયા છે. ચારેય ગામડાઓમાં મળીને બે મહિનાના સમયમાં 225 લોકોએ જીવ ગુમાવ્યો છે.

મહત્ત્વની વાત છે કે, ચોગઠ ગામની અંદર 12 હજાર લોકોની વસ્તી છે. આ ગામમાં કોરોના એવો કહેર મચાવ્યો છે કે, સ્મશાનમાં લાકડાં બે મહિનાના સમયમાં જ ખતમ થઈ ગયા છે. એટલે કોરોનાની મહામારી વચ્ચે તાત્કાલિક લાકડા નવસારીથી મગાવવામાં આવી રહ્યા છે. પહેલા આ ગામની અંદર એક મહિનામાં એકથી બે લોકોના મોત થતા હતા પરંતુ હવે છેલ્લા બે મહિનામાં 90 લોકોના મોત થતાં હાહાકાર મચી ગયો છે. તો ચોગઠ ગામની અંદર એક જ પરિવારના માતા, દીકરો અને કાકા એમ ત્રણ લોકોના કોરોનાથી મોત થયા છે.

ભાવનગરમાં કોરોના પોઝિટિવ કેસો વધતા ઉમરાળા ખાતે એક કોવિડ સેન્ટર બનાવવામાં આવ્યું છે. આ સેન્ટરમાં 40 બેડની સુવિધા છે અને હાલ તમામ બેડ ફૂલ થઈ ગયા છે. તો બીજી તરફ ઉમરાળામાં પણ બે મહિનામાં 35 લોકોના મોત થયા છે. ઉમરાળા ગામની વસ્તી 15 હજારની છે અને 30 લોકોના મોતથી ગામમાં હચમચી ગયુ છે. ઉમરાળા ગામમાં પણ થોડા સમય પહેલા એક જ પરિવારના બે પુત્ર અને પિતા એટલે કે ત્રણ સભ્યોના મોત થયા હતા.

રંધોળામાં કોરોના પોઝિટિવ કેસ વધતા હોવાથી ગામના લોકોએ મીની લોકડાઉન જાહેર કર્યું છે અને આ ગામની હાલત એવી છે કે, ગામમાં લોકોને સારવાર મળી રહે તે માટે PHC સેન્ટર છે પરંતુ આ સેન્ટરની અંદર કામ કરવા માટે સ્ટાફ નથી. રંધોળાનું આરોગ્ય કેન્દ્ર ઉમરાળા તાલુકાનું સૌથી મોટું આરોગ્ય કેન્દ્ર મનાય છે પરંતુ હાલ એક પણ સ્ટાફ કામ કરી રહ્યો નથી અને બે મહિનામાં 70 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

ચોગઠ ગામમાં રહેતા વિહા આદેશરા જણાવ્યું હતું કે, અમારા ગામમાં એક જ પરિવારના મા-દીકરો અને કાકાનું મોત થતાં ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આ ઉપરાંત ગામમાં દર્દીઓની સારવાર માટે 4 બેડ ઉભા કરવામાં આવ્યા છે પરંતુ અહીં બરાબર સગવડ પણ આપવામાં આવતી નથી.

ધર્મેન્દ્ર હેજમ નામના એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, કોવિડ સેન્ટરમાં દવાથી માંડીને જમવાની જવાબદારી ઉમરાળા આધ્યાત્મિક સાધના કેન્દ્ર નિભાવી રહ્યું છે. તાલુકાના 50 જેટલા ગામોને સેનિટાઈઝ કરવામાં આવ્યા છે અને ઓક્સિજનની 75 બોટલો વિનામૂલ્યે આપવામાં આવી છે.

About The Author

Top News

વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉતરાધિકારી કોણ? એ બાબતે ઘણા સમયથી ચર્ચા શરૂ થઇ છે. તાજેતરમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની વડા...
National 
વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

શનિવારે બપોરે ગોવાથી નવી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક અમેરિકન મુસાફર અચાનક બીમાર પડી ગઈ ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. કેલિફોર્નિયાની...
National 
ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી શહેરમાં આ અઠવાડિયે થયેલી હિંસક અથડામણે સમગ્ર વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. સેંકડો લોકો સામે FIR દાખલ...
National 
ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Copyright (c) Khabarchhe All Rights Reserved.