ગરમીની સાથે માવઠાની અંબાલાલ પટેલે કરી આગાહી, આ 3 દિવસ કમોસમી વરસાદની શક્યતા

PC: lokpatrika.in

ફરી એકવાર અંબાલાલ પટેલે માર્ચ સહિત એપ્રિલ અને મે મહિનામાં પણ માવઠાનો માર પડવાની આગાહી કરી છે. અંબાલાલ પટેલે હવામાન અંગે ફરી આગાહી કરીને  લોકોને સ્વાસ્થ્યની કાળજી રાખવાની પણ સલાહ આપી છે.

હવામાનમાં મોટા પલટાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. સાથે જ ગરમીનું પ્રમાણ વધવાની પણ તેમણે સંભાવના વ્યક્ત કરી છે. વધુમાં તેમણે કહ્યું છે કે, ગરમીનું જોર વધવાની સાથે સ્વાસ્થ્યની કાળજી રાખવી પણ જરુરી છે. તેમજ આ સમયગાળામાં તેમણે લોકોને ન્યૂમોનિયા સહિતના રોગોથી બચવા માટેનું ધ્યાન રાખવાની સલાહ આપી છે તેમજ તેમણે સ્વાસ્થ્યની કાળજી રાખવાની વાત પણ કરી છે. આ સાથે જ અંબાલાલ પટેલ માર્ચ મહિના બાદ એપ્રિલ અને મે મહિનામાં પણ વાતાવરણમાં પલટાની આગાહી કરી રહ્યા છે.

અંબાલાલે હાલ રાજ્યમાં આવેલા હવામાનના પલટાને લઈને વાત કરતાં આગાહી કરી છે, તેમજ તેમણે માવઠું 19 માર્ચ સુધી રહેવાની શક્યતા હોવાનું પણ જણાવ્યું છે. અંબાલાલ દ્વારા આગામી એપ્રિલ મહિનાની શરુઆતમાં પણ હવામાનમાં માવઠું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખેડૂતોને પણ સાવધાની રાખવાની તેમણે સલાહ આપી છે.

8મી મે પછી અંબાલાલ પટેલે આંધી વંટોળનું પ્રમાણ વધવાની આગાહી કરી છે. જે દરમિયાન તેઓ તેવી સંભાવના પણ વ્યક્ત કરી રહ્યા છે કે આગામી સમયમાં વરસાદ પણ થશે . આ સમય દરમિયાન બાગાયતી પાકની કાળજી ખેડૂતોએ રાખવી પડશે. તેમજ આ વર્ષ વિસમ હવામાનવાળું રહેવાની વકી પણ અંબાલાલ કરી રહ્યા છે.

આ વર્ષમાં ખેતીની સાથે લોકોના સ્વાસ્થ્ય પર પણ હવામાનમાં સતત આવી રહેલા પલટાની અસર પડી રહી છે. જે અંગે તેઓ કહે છે કે, આ વર્ષ વિષમ હવામાનવાળું રહેવાની શક્યાઓ છે જેથી પોતાના સ્વાસ્થ્યની ખાસ કાળજી લોકોએ રાખવી પડશે. તેમજ અંબાલાલ પટેલ ગરમી વધવાની આગાહી કરતા જણાવી રહ્યા છે કે, તંદુરસ્તીની ખાસ કાળજી તારીખ 18મી માર્ચથી 20મી એપ્રિલ દરમિયાન લોકોએ રાખવી પડશે. કફ ઓગળવાથી કફ જન્ય રોગો થવાની વસંત ઋતુમાં શક્યતાઓ રહેલી હોય છે. ન્યૂમોનિયા જેવા રોગ ઋતુના સંધીકાળમાં થતા હોય છે તેવું પણ અંબાલાલ પટેલે કહ્યું હતું.

આગામી 5 દિવસ સુધી રાજ્યના અલગ અલગ ભાગોમાં માવઠું રહેવાની સંભાવના રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીમાં વ્યક્ત કરાઇ છે. જેમાં દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, નર્મદા, તાપી, વલસાડ, દમણ, દાદારા નગર હવેલીમાં હળવો કે પવન સાથે કમોસમી વરસાદ થવાની પણ શક્યતા છે.

આ સિવાય રાજ્યમાં આગામી પાંચ દિવસ કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં 15, 16, 17 માર્ચ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.w

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp