જેતપુરનો આશીષ બાંગ્લાદેશની હસીનાના જાળમાં ફસાઈને મોહમ્મદ શેખ બની ગયો, ખતના....

PC: sandesh.com

ગુજરાતના રાજકોટ જિલ્લાના જેતપુરમાં ધર્મ પરિવર્તનનો એક અજીબ મામલો સામે આવ્યો છે. બાંગ્લાદેશી મહિલાના ચક્કરમાં એક હિંદુ યુવકે ધર્મ બદલી નાંખ્યો. આ સમગ્ર મામલાનો ખુલાસો ત્યારે થયો જ્યારે યુવક હોસ્પિટલમાં ખતના કરાવવા પહોંચી ગયો. આ મામલાની જાણકારી હિંદુ સંગઠનોને મળી તો તેઓ હોસ્પિટલ પહોંચ્યા અને પછી યુવકની દાઢી કપાવીને હનુમાન ચાલીસાના પાઠ કરાવી તેની હિંદુ ધર્મમાં વાપસી કરાવવામાં આવી. આ સમગ્ર મામલાના સામે આવ્યા બાદ પરિવારે પોલીસને આપેલી ફરિયાદમાં જાકિર નાઇકની યૂટ્યૂબ ચેનલને બ્લોક કરવાની માંગ કરી છે. પરિવારનો આરોપ છે કે, જાકિર નાઇકની યૂટ્યૂબ ચેનલ અને વેબસાઇટથી જ આ યુવકનું બ્રેનવૉશ થયુ.

રાજકોટ જિલ્લાના જેતપુરમાં રહેતો હિંદુ યુવક આશીષ ગોસ્વામીનો છ મહિના પહેલા ઇન્સ્ટાગ્રામ દ્વારા બાંગ્લાદેશી યુવતી સાથે સંપર્ક થયો હતો. ત્યારબાદ આશીષ ગોસ્વામીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાનું નામ પણ બદલી નાંખ્યુ. તપાસમાં સામે આવ્યું કે, હિંદુમાંથી મુસ્લિમ બનેલા આશીષે બાંગ્લાદેશમાં રહેતી યુવતી સાથે ઓનલાઇન નિકાહ કરી લીધા હતા. ત્યારબાદ તે પોતાના પરિવારની ઇચ્છા વિરુદ્ધ ખતના કરાવવા માટે હોસ્પિટલ પહોંચ્યો. દરમિયાન, હિંદુ સંગઠનોના વચમાં આવવાથી મામલાનો ખુલાસો થયો.

ધર્મ પરિવર્તન કરીને આશીષમાંથી મોહમ્મદ શેખ બનેલો યુવક જ્યારે જેતપુર સરકારી હોસ્પિટલમાં ખતના કરાવવા પહોંચ્યો તો સમગ્ર મામલાનો ખુલાસો થયો. પરિવારના લોકોના પગ નીચેથી જમીન નીકળી ગઈ. હિંદુ સંગઠન હોસ્પિટલમાં પહોંચ્યુ અને સંતોને બોલાવીને યુવકને સમજાવ્યો. ત્યારબાદ યુવક ખતના ના કરાવવા માટે માની ગયો. આ અંગે પરિવારના લોકોએ કહ્યું કે, તેમને નહોતી ખબર કે તેમનો દીકરો આવુ પગલું ભરશે. તેમણે કહ્યું કે, જાકિર નાઇકના વીડિયોથી યુવક મુસ્લિમ ધર્મ તરફ આકર્ષિત થયો.

આશીષમાંથી મોહમ્મદ શેખ બનેલો યુવક સંપૂર્ણરીતે મુસ્લિમ ધર્મ તરફ વળી ચુક્યો હતો. તે મસ્જિદ પણ જવા માંડ્યો હતો. તે બાંગ્લાદેશી યુવતીના સંપર્કમાં હતો. બાંગ્લાદેશી યુવતી આશીષ સાથે વાતચીત કરતી હતી. યુવકની પૂછપરછમાં ખુલાસો થયો કે, તે પરિવાર તરફથી ઉપેક્ષાને પગલે નારાજ હતો. દરમિયાન, તેની મિત્રતા બાંગ્લાદેશની યુવતી સાથે થઈ. ત્યારબાદ તેણે મુસ્લિમ ધર્મ સ્વીકારવાનો નિર્ણય કર્યો હતો. તે અંતર્ગત તે ખતના કરાવવા માટે હોસ્પિટલ પહોંચ્યો હતો. યુવકને સમજાવ્યા બાદ તે ખતના ના કરાવવા માટે માની ગયો હતો અને વિશ્વ હિંદુ પરિષદના કનુભાઈ લાલૂએ પોલીસ કાર્યવાહીની માંગ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp